પરંતુ આ રિવરફ્રન્ટમાંથી જ્યારે બહાર નીકળવું હોય તો કંઈક અટપટી અને ગૂંચવણ ભરી પરિસ્થિતિ સર્જાય છે. આવું જ કંઈક જોવા મળ્યું એલિસબ્રિજના છેડેથી બહાર આવતા વાહનો માટે કે, જ્યાં 'નો એન્ટ્રી'નું બોર્ડ તો માર્યું છે પરંતુ તે ખૂબ જ નાની સાઇઝમાં દેખાય નહિ તે રીતે છે અને બીજું બોર્ડ આગળ છે પરંતુ તે ઝાડ પર બાંધવામાં આવ્યું છે. જેથી વાહનચાલકોને ખ્યાલ જ આવતો નથી. જ્યાં એન્ટ્રી કરીને બહાર નીકળવાના કોર્નર પર જ પોલીસ દ્વારા પકડવામાં આવે છે.
મહત્વનું છે કે, ગુગલમેપથી વાહન ચલાવવું તે રોજીંદી પ્રક્રિયા છે. જ્યારે ગુગલ મેપ તમને રસ્તો બતાવે છે, ત્યારે સહજ રીતે વાહનચાલકો googleના રસ્તે જ બહાર આવશે. ખબર નહિ આમાં વાંક ગુગલ મેપનો છે કે, વાહનચાલકોનો! તે જે પણ હોય પરંતુ ટ્રાફિક પોલીસને તો ઘી કેળા જ છે.