ETV Bharat / state

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ ઘોલ ’ માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરી, ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ

author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 5:55 PM IST

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ ઘોલ ’ માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરી છે. તેમણે અમદાવાદમાં બે દિવસીય ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ કરાવ્યો છે. આ સાથે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ લોન્ચ કરાયું છે.

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ ઘોલ ’ માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરી, ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ ઘોલ ’ માછલીને સ્ટેટ ફિશ તરીકે જાહેર કરી, ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ

અમદાવાદ : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ‘ ઘોલ ’ માછલીને સ્ટેટ ફિશ તરીકે કરી જાહેર કરી છે. અમદાવાદ સાયન્સ સિટી ખાતે 'વર્લ્ડ ફિશરીઝ ડે' નિમિત્તે 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023' નો પ્રારંભ કરાવતાં તેમણે આ જાહેરાત કરી હતી. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કેન્દ્ર અને સરકાર દ્વારા માછીમારો માટે શરુ કરવામાં આવેલ કલ્યાણકારી યોજનાઓ અને રાજ્યની ઉપલબ્ધિઓ વિશે માહિતી આપી હતી. કાર્યક્રમમાં કેન્દ્રીય મત્સ્યોદ્યોગપ્રધાન પુરુષોત્તમ રૂપાલા ઉપસ્થિત રહ્યાં હતાં.

સૌથી લાંબો દરિયાકિનારો ધરાવતું ગુજરાત રાજ્ય મત્સ્ય ઉત્પાદનમાં દેશમાં અગ્રેસર છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાત બ્લ્યુ ઈકોનોમી ક્ષેત્રે ઝડપથી આગળ વધી રહ્યું છે. રાજ્યમાં 1600 કિલોમીટરનો દરિયાકાંઠાનો પટ્ટો છે, ત્યારે ગુજરાતમાં દરિયાઈ માછલીનું ઉત્પાદન વધ્યું છે, આજે ગુજરાત પાંચ હજાર કરોડથી વધુની મત્સ્ય નિકાસ કરે છે, ગુજરાતમાં માછલીની નિકાસનો ફાળો સત્તર ટકા છે. ફર્સ્ટ ગ્લોબલ ફિશરીઝ કે લિયે ગુજરાત સૌથી અનુકૂળ રાજ્ય છે. આજે રાજ્ય માટે ખુશીનો દિવસ છે. આજે 'ઘોલ' માછલીને સ્ટેટ ફિશ જાહેર કરી છે...ભૂપેન્દ્ર પટેલ (મુખ્યપ્રધાન )

ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ લોન્ચ : અત્રે ઉલ્લેખનીય છે કે આ બે દિવસીય કોન્ફરન્સમાં દેશવિદેશમાંથી મત્સ્યોદ્યોગ અને મત્સ્યપાલન સાથે સંકળાયેલા 5000થી વધુ સહભાગીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં મહાનુભવોના હસ્તે " સ્ટેટ ફિશ " બુક લોન્ચિંગ સાથે સાથે પીએમ ગતિશક્તિ સ્કીમ હેઠળ રાજ્ય સરકારનું ઇન્લેન્ડ રિઝર્વોયર લીઝ પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023નો પ્રારંભ

મત્સ્ય ઉદ્યોગ દિવસની ઉજવણી : 21 નવેમ્બરના રોજ વિશ્વ મત્સ્ય ઉદ્યોગ દિવસની ઉજવણી વૈશ્વિક સ્તરે કરવામાં આવી રહી છે. ત્યારે 21 નવેમ્બરના રોજ અમદાવાદના ગુજરાત સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મત્સ્યપાલન પ્રધાન પરષોત્તમ રૂપાલા બે દિવસીય કોન્ફરન્સનું ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહ્યાં છે. મત્સ્યપાલન વિભાગ દ્વારા આયોજીત ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નો ઉદ્દેશ ભારતીય મત્સ્યપાલન અને જળચરઉછેર ક્ષેત્ર માટે આગળનો માર્ગ તૈયાર કરવાનો છે

  1. અમરેલીમાં જળ ઉત્સવ 2023 નો પ્રારંભ, પ્રવાસનને વેગ આપવા 10 દિવસનું આયોજન
  2. Bharat Sankalp Yatra : રાજ્યવ્યાપી ભારત સંકલ્પ યાત્રાનો પ્રારંભ, 14,620 ગામોમાં 129 રથ ફરીને ફેલાવશે યોજનાઓની જાણકારી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.