ETV Bharat / state

અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું ઉદઘાટન, મત્સ્યપાલન ક્ષેત્રે 200 થી વધુ સ્ટાર્ટ-અપને મળશે મંચ - ગ્લોબલ ફિસરીઝ કોન્ફરન્સ 2023

અમદાવાદના સાયન્સ સિટી ખાતે આજથી એટલે કે 21 થી 22 નવેમ્બર એમ બે દિવસ સુધી 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક ગણમાન્ય લોકોએ ઉપસ્થિતિ નોંધાવી છે.

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું ઉદઘાટન,
ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું ઉદઘાટન,
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 21, 2023, 10:58 AM IST

Updated : Nov 21, 2023, 1:44 PM IST

અમદાવાદમાં ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સનું ઉદઘાટન

અમદાવાદ: અમદાવાદના સાયન્સ સિટી ખાતે 21 થી 22 નવેમ્બર એમ બે દિવસીય 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી રાઘવજી પટેલ સહિત અનેક ગણમાન્ય લોકોએ ઉપસ્થિતિ નોંધાવી છે. આ 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'નું ઉદ્ઘાટન કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ કર્યુ હતું.

'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'માં કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાનું સંબોધન

બે દિવસ ચાલશે કાર્યક્રમ: આજથી એટલે કે 21 નવેમ્બર થી 22 નવેમ્બર સુધી સાયન્સ સિટીમાં ચાલનાર 'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'માં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં વેપાર અને ઔદ્યોગિક સંસ્થાઓને એકમંચ પર લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રનાં વિકાસ માટે કેન્દ્રિત ક્ષેત્રો તેમજ મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં તકો અને ભાગીદારી બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

'ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023'માં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું સંબોધન

ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 : આ કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાના હસ્તે પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ, આંતરરાષ્ટ્રીય ગોળમેજી અને સમાંતર ટેકનિકલ સત્ર, ઇન્ડસ્ટ્રી કનેક્ટ સેશન્સ અને G2G/G2B તથા B2B દ્વિપક્ષીય કાર્યક્રમો યોજાશે. ઉદ્ઘાટન સમારંભ બાદ બે દિવસ દરમિયાન એક્ઝિબિશન સ્ટોલ અને ફૂડ મેળો તમામ મુલાકાતીઓ અને સહભાગીઓ માટે ઉપલબ્ધ રહેશે.2 દિવસીય કોન્ફરન્સ : ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 ના માધ્યમથી વિવિધ હિસ્સેદારોને એક જ સ્થળે પ્લેટફોર્મ પ્રદાન કરવામાં આવશે. બે દિવસ દરમિયાન 5000 થી વધુ સહભાગીઓને બહુવિધ સત્ર માટે હોસ્ટ કરવામાં આવશે અને વિચારપ્રેરક ચર્ચા અને વિચાર-વિમર્શ કરવામાં આવશે. ટેકનિકલ સત્રો અને ઉદ્યોગ સાથે જોડાણ સત્રો માટે કુલ મળીને દસ સત્રની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે સરકાર-થી-સરકાર (G2G), ગવર્મેન્ટ-ટુ-બિઝનેસ (G2B) અને બિઝનેસ-ટુ-બિઝનેસ (B2B) માટે ખુલ્લા ફોરમનું આયોજન કરવામાં આવશે.

10 ટેકનિકલ સત્ર : આ ટેકનિકલ સત્રમાં ઇનલેન્ડ એક્વાકલ્ચર, કોસ્ટલ એક્વાકલ્ચર અને મેરિકલ્ચર, ડીપ સી ફિશિંગ, સસ્ટેનેબલ એક્વા ફીડ, માછલીનું સ્વાસ્થ્ય વ્યવસ્થાપન, નવીનતા અને શ્રેષ્ઠ પદ્ધતિ, નવીનતા અને શ્રેષ્ઠ પદ્ધતિ, નવી અને ઉભરતી ટેકનોલોજી વગેરેમાં પડકારો અને તકો સાથે સંબંધિત મત્સ્યપાલન ક્ષેત્રમાં ટ્રેન્ડિંગ વિષયો પર ચર્ચા કરવામાં આવશે.ઔદ્યોગિક જોડાણ સત્ર : આ ઉપરાંત ઔદ્યોગિક જોડાણ સત્રનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મત્સ્યઉદ્યોગ ક્ષેત્રમાં વેપાર અને ઔદ્યોગિક સંસ્થાઓને એકમંચ પર લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. જેથી બજારની સૂઝ, પ્રવાહો, તકો અને પડકારો વહેંચી શકાય અને સાથે-સાથે નેટવર્કિંગ અને સહયોગ અને ભાગીદારીને પ્રોત્સાહન મળી શકે.

આંતરરાષ્ટ્રીય ગોળમેજી પરિષદ : આંતરરાષ્ટ્રીય ગોળમેજી પરિષદનો ઉદ્દેશ માછીમારીની સ્થાયી પદ્ધતિ, જળચરઉછેર ટેકનોલોજી અને સંસાધન વ્યવસ્થાપન પર આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ, મંત્રાલયો, સંશોધન સંસ્થા સાથે જોડાણની ચર્ચા કરવાનો છે. G2G, G2B તથા B2B દ્વિપક્ષીય બાબતોને પણ નીતિગત ઘડવૈયા, નિષ્ણાતો અને ઉદ્યોગ વચ્ચે જ્ઞાનની વહેંચણી, નેટવર્કિંગ વગેરે માટે ચર્ચા કરવા અને સંવાદ કરવાની સુવિધા આપવામાં આવી છે. દ્વિપક્ષીય ચર્ચા અને વિચાર-વિમર્શ માટેની તકોનું મુક્તપણે અન્વેષણ કરવા માટે હિસ્સેદારો માટે આ એક ખુલ્લું ફોર્મેટ મંચ છે.વિશાળ પ્રદર્શન : આ પ્રદર્શનમાં 200 થી વધુ પ્રદર્શકો સ્ટાર્ટ-અપ્સ, એસોસિએશન, સહકારી મંડળીઓ, એસએચજી અને આ ક્ષેત્રના નાના-મધ્યમ ઉદ્યોગો દ્વારા ઉત્પાદનો, સેવાઓનું નિદર્શન કરી રહ્યા છે. એક વિશેષ મંડપની સ્થાપના કરવામાં આવી છે જેમાં પસંદ કરાયેલા સ્ટાર્ટ-અપ્સ આરએએસ, આર્ટિફિશિયલ રીફ, સીવીડ્સ, ટ્રાન્સપોન્ડર્સ, રેસવેઝ, ડીપ સી ફિશિંગ હાર્બર્સ વગેરે દર્શાવવામાં આવ્યા છે. વૈશ્વિક મત્સ્યપાલન પરિષદ 2023 દરમિયાન આયોજિત તમામ પ્રવૃત્તિઓથી ભારતીય મત્સ્યપાલન ક્ષેત્રનાં વિકાસ માટે કેન્દ્રિત ક્ષેત્રો, ખામીઓ, તકો, સમાધાનો અને ભાગીદારીઓ ઓળખવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય હિતધારકોનાં અભિપ્રાયો અને વિચારપ્રક્રિયા પ્રાપ્ત થાય તેવી અપેક્ષા છે.

5 હજારથી વધુ મહેમાન : આ કોન્ફરન્સમાં ફ્રાંસ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, ઓસ્ટ્રેલિયા, રશિયા, સ્પેન, ઝિમ્બાબ્વે, અંગોલા, બ્રાઝિલ અને ગ્રીસ, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, એશિયન ડેવલપમેન્ટ બેંકના વિદેશી મિશન સાથે કેન્દ્રીય પ્રધાન પરશોત્તમ રૂપાલાની આગેવાની હેઠળની આંતરરાષ્ટ્રીય રાઉન્ડ ટેબલનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ડ્યુશ જેસેલ્સચાફ્ટ ફુર ઇન્ટરનેશનલે ઝુસામ્મેનાર્બિટ (GIZ), બંગાળની ખાડી કાર્યક્રમ (BOBP), મરીન સ્ટુઅર્ડશિપ કાઉન્સિલ ઇન્ડિયા (MSC ઇન્ડિયા) સહિત અન્ય વિવિધ રાજ્યોના પ્રધાન તેમજ મત્સ્યપાલન વિભાગ (GOI), રાષ્ટ્રીય મત્સ્યપાલન વિકાસ બોર્ડ (NFDB) અને મત્સ્યપાલન સંસ્થાના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહેશે.

  1. સાયન્સ સિટી ખાતે ગ્લોબલ ફિશરીઝ કોન્ફરન્સ ઇન્ડિયા 2023 નું આયોજન, 200 થી વધુ સ્ટાર્ટ-અપને મળશે મંચ
  2. રેલવે સંરક્ષામાં ઉત્કૃષ્ટ કામ કરનારા 7 રેલવે કર્મચારીઓ સન્માનિત

Last Updated : Nov 21, 2023, 1:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.