રાજ્યમાં એક તરફ ઉનાળાના કારણે લોકો આકારા તાપનો સામનો કરી રહ્યા છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કેટલાક જીલ્લાઓમાં પીવાના પાણીની પણ સમસ્યાઓ સર્જાઈ છે.
જેને લઈને રાજ્ય સરકાર દ્વારા લોકોની પાણી સમસ્યા દૂર કરવા માટેની તૈયારી શરૂ કરાઇ છે. જે અંતર્ગત રાજ્યના કેબિનેટ પ્રધાનો અલગ અલગ વિસ્તારમાં ફરીને પાણી અંગેની સમસ્યાઓ જાણી તેને દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે.
ત્યારે રાજકોટ જિલ્લાના ભાજપના પ્રભારી મંત્રી અને રાજ્ય સરકારના શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ શનિવારે ફરી રાજકોટમાં જિલ્લા કલેક્ટર, મનપાના અધિકારીઓ અને ધારાસભ્યો સાથે બેઠક કરી હતી.
અગાઉ યોજાયેલ બેઠકમાં જે નિર્ણય લેવાયો હતો તેનો અમલ થયો છે અને હજુ પણ જે વિસ્તારમાં પાણીની સમસ્યા છે ત્યા કેવી પરિસ્થિતિ છે તે સમગ્ર માહિતીનો શિક્ષણપ્રધાન દ્વારા તાગ મેળવાયો હતો.