ETV Bharat / state

Gay Dating App: યુવકની સાથે મિત્રતા કરી મળવા માટે બોલાવ્યો, પછી ન કરવાનું કર્યું - Gay Dating App case

અમદાવાદમાં ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશનથી લૂંટનો બનાવ બન્યો છે. વાસણા પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં આરોપી ટોળકીને ઝડપી પાડી છે. 3 આરોપીઓએ અંધારાનો લાભ લઇ યુવક પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો.

ગે ડેટિંગ એપથી યુવકને મિત્રતા કરી અન્ય યુવકે મળવા બોલાવી લૂંટી લીધો.

author img

By

Published : Feb 20, 2023, 10:51 AM IST

Updated : Feb 20, 2023, 3:55 PM IST

અમદાવાદ: ઓનલાઈન ડેટિંગ એપ્લિકેશન પર અજાણ્યા લોકો સાથે અમુક સમય વાતો કરી આંધળો વિશ્વાસ કરનારા લોકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. સમલૈંગિક સંબંધો ધરાવતા લોકો માટેની ગે એપ થકી મિત્રતા કેળવી એક યુવકને મળવા બોલાવી લૂંટી લેવાયો હોવાની ઘટના વાસણા પોલીસ ચોપડે નોંધાઈ છે. જોકે આ મામલે પોલીસે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં આરોપી ટોળકીને ઝડપી પાડી છે.

ગે ડેટિંગ એપથી યુવકને મિત્રતા કરી અન્ય યુવકે મળવા બોલાવી લૂંટી લીધો.
ગે ડેટિંગ એપથી યુવકને મિત્રતા કરી અન્ય યુવકે મળવા બોલાવી લૂંટી લીધો.

મિત્રતા ન કરવી જોઈએ:આ અંગે ગુનો નોંધી ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે. હાલ આરોપીની તપાસ ચાલુ છે. લોકોએ કોઈ પણ ડેટિંગ એપ પર કોઈ અજાણ્યા વ્યક્તિની સાથે મિત્રતા ન કરવી જોઈએ-- PI એમ.સી ચૌધરી ( ટેલિફોનિક વાતચીત)

3 શખ્સોની ધરપકડ: વાસણા પોલીસે આ મામલે દીપ ઉર્ફે મુન્નો કટારિયા, જીજ્ઞેશ ઉર્ફે જીગુ અને તેજસ મારવાડી નામના 3 શખ્સોની ધરપકડ કરી છે. આ આરોપીઓએ ગે ચેટિંગ એપ પર એક ફેક આઇડી બનાવી શહેરના એક યુવક સાથે વાતચીત કરી હતી. જે બાદ તે યુવકને પોતાના પાર્ટનર તરીકેની ઓળખ આપી મળવા બોલાવ્યો હતો. ભોગ બનનાર યુવક ત્યાં મળવા ગયો. ત્યારે એક શખ્સ તેને અવાવરૂ જગ્યાએ લઇ ગયો. જ્યાં 3 આરોપીઓએ અંધારાનો લાભ લઇ યુવક પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો. જોકે ફરિયાદી યુવક પાસે રોકડ રકમ ન હોવાથી તેની સોનાની ચેઇન લૂંટી ફરાર થઇ ગયા હતા. અંગે અંતે આ મામલે ગુનો નોંધાયો હતો.

આ પણ વાંચો Ahmedabad News: જાણો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલી e-fir સેવા કઈ રીતે તમારા સમયને બચાવશે

ગે પાર્ટનર વિશે: ભોગ બનનાર યુવકને થોડા સમય પહેલા ગે પાર્ટનર વિશેની એક એપ્લિકેશનની જાતા તેણે આ એપ્લિકેશન ડાઉનલોડ કર હતી. અને તે એપ થકી નવા નવા મિત્રો બનાવતો હતો. જે દરમિયાન એક આઈડી ધરાવતા શખ્સે યુવક સાથે વાતો કરવાનું શરૂ કર્યું હતું. અને આરોપીઓએ ભોગ બનનાર યુવકને પોતાની જાળમાં ફસાવી મળવા બોલાવી સોનાની ચેઇન લૂંટી લીધી હતી.

આ પણ વાંચો Ahmedabad Crime : ક્રિશ્ચિયન નામના પાસપોર્ટ સાથે યુવક આવ્યો અમદાવાદ, હાથમાં ઓમનું ટેટુ દેખાતા થયો ઘટસ્ફોટ

ગે ડેટિંગ એપ્લિકેશન: આ ઘટનાને લઈને વાસણા પોલીસે ગુનો દાખલ કરી ગુનામાં સામેલ આરોપીઓની તપાસ કરી ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. પકડાયેલા આરોપીઓની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ કે તેઓ મોજશોખ માટે પૈસા મેળવવા આ પ્રકારનું કૃત્ય કરતા હતા. જો કે તેઓ કેટલા સમયથી આ પ્રકારે ગે ડેટિંગ એપ્લિકેશનના માધ્યમથી યુવકોને બોલાવીને પૈસા પડાવતા હતા. તે તમામ દિશામાં વાસણા પોલીસે આરોપીઓની પૂછપરછ હાથ ધરી છે.

Last Updated : Feb 20, 2023, 3:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.