અમદાવાદ: છેલ્લા ઘણા સમયથી રાજ્યના યુવાનો સરકારી ભરતીની રાહ જોઈ રહ્યા હતા. અનેક યુવાનો પોતાના પરિવારથી દૂર રહીને પણ સરકારી નોકરી માટે અલગ અલગ શહેરોમાં જઈને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. આવા યુવાનો માટે વધુ એક સારા સમાચાર છે કે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ દ્વારા 7,000 થી પણ વધારે જગ્યા પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે.
GSRTCમાં થશે ભરતીઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા કંડકટર તેમજ ડ્રાઇવરની ભરતી શરૂ કરવામાં આવી છે જેમાં ડ્રાઇવરના 4,000 થી પણ વધારે અને કંડકટરમાં 3,342થી પણ વધુ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. ડ્રાઈવર અને કંડકરની ભરતીની લેખીત પરીક્ષામાં 100 ગુણનું વૈકલ્પિક પ્રશ્નોનું પ્રશ્નપત્ર રહેશે.
3342 કંડકટરની ભરતીઃ GSRTC દ્વારા 3342 જેટલા કંડકટરની ઓનલાઇન અરજી મંગાવવામાં નો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે ઉમેદવારોએ Ojas. gujrat.gov.in ની વેબસાઈટ ઉપર પોતા ને અરજી અપલોડ કરવાની રહેશે. આ અરજી ની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી છે. જે આગામી એક મહિના સુધી અરજી કરી શકાશે. જેમાં બિન અનામતમાં સામાન્યની 872 અને મહિલાઓને 428 જગ્યા, આર્થિક રીતે નબળા એટલે કે EWS માં સામાન્ય 338 અને મહિલાઓની 164 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય 572 અને મહિલાઓની 278 જગ્યા, અનુસૂચિત જાતિની સામાન્ય 148 અને મહિલાઓને 71, અનુસૂચિત જનજાતિ ની સામાન્ય 317 અને મહિલાઓને 154 જગ્યા, માજી સૈનિકની 332 અને દિવ્યાંગની 132 જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.
4062 ડ્રાઈવર ભરતીઃ GSRTC દ્વારા ફિક્સ પગાર જગ્યાએ અન્વયે કંડક્ટરની સાથે સાથે ડ્રાઇવરની પણ અરજી મંગાવવામાં આવી છે જેમાં સંબંધિત સૂચનાઓ પણ GSRTC વેબસાઈટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે જેમાં અરજી કરનાર મોબાઈલ નંબર ઇમેલ આઇડી ફરજિયાત દર્શાવવાનો રહેશે આ અરજીની શરૂઆત આજથી શરૂ કરવામાં આવી છે.બિન અનામતમાં સામાન્યની 1084 અને મહિલાઓને 1084 જગ્યા, આર્થિક રીતે નબળા એટલે કે EWS માં સામાન્ય 312 અને મહિલાઓની 151 જગ્યા, સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે સામાન્ય 711 અને મહિલાઓની 348 જગ્યા, અનુસૂચિત જાતિની સામાન્ય 184 અને મહિલાઓને 89, અનુસૂચિત જનજાતિ ની સામાન્ય 184 અને મહિલાઓને 89 જગ્યા, માજી સૈનિકની 404 જેટલી જગ્યા ઉપર ભરતી કરવામાં આવશે.
પાંચ વર્ષ સુધી ફિક્સ પગારઃ પસંદગી પામનાર ડ્રાઇવર અને કંડકટરને પાંચ વર્ષ સુધી માસિક 18500 ફિક્સ પગારથી કરાર આધારિત નિમણૂક કરવામાં આવશે. જેમાં ભથ્થા કે અન્ય લાભો સિવાય કોઈ પણ લાભ મળશે નહીં પાંચ વર્ષ બાદ તેમની સેવાથી સંતોષકારક રીતે પૂરું થાય તો ડ્રાઇવર કે કંડકટર કક્ષાને વર્તમાન જે મૂળ પગાર અમલમાં હોય તે નિયમ મુજબ પગાર આપવામાં આવશે.
વય મર્યાદાઃ ડ્રાઇવર અને કંડક્ટરની વય મર્યાદાની વાત કરવામાં આવે તો ઓછામાં ઓછી 25 વર્ષ હોવી જરૂરી છે. જેમાં બિનઅનામત વર્ગ માટે 34 વર્ષ જ્યારે મહિલાઓ માટે 39 વર્ષ અનામત વર્ગના લોકોને પુરુષોમાં 39 વર્ષ અને મહિલાઓને 44 વર્ષ જ્યારે માજીસૈનિકને પુરુષમાં 45 અને મહિલાઓમાં પણ 45 વર્ષની ઉંમર હોવી જરૂરી છે. ઉમેદવાર ભારતનો નાગરિક નેપાળ નાગરિક અને તિબેટનો નિર્વાસ જે ભારતના કાયમી વસવાટ કરવાના ઈરાદાથી 1 જાન્યુઆરી 1962 પહેલાં ભારતમાં આવેલ હોવા જોઈએ.
શૈક્ષણિક લાયકાતઃ ડ્રાઇવર અને કંડકટરની ભરતીમાં 12 પાસ જરૂરી છે આ ઉપરાંત ડીપ્લોમા કિસ્સામાં ધોરણ 10 પછી ત્રણ વર્ષનો અન્ય કોર્સ કરેલો હશે તે માન્ય ગણવામાં આવશે ઉમેદવાર ઓનલાઇન અરજી કરતી વખતે ધોરણ 12 અથવા ધોરણ 12 થી પાસની માર્કશીટના કુલ ઉપરથી ટકા કાઢીને અરજી કરવાની રહેશે. જેની પરીક્ષા પદ્ધતિ વાત કરવામાં આવે તો 100 ગુણમાં વૈકલ્પિક પ્રશ્નો પૂછવામાં આવશે જેમાં ડ્રાઇવરની ભરતીમાં સામાન્ય જ્ઞાન 30 ગુણ , રોડ સેફટી અને ઓટો મિકેનિક 20 ગુણ,ગુજરાતી ભાષાને વ્યાકરણ 20 ગુણ, અંગ્રેજી ભાષાને વ્યાકરણ 10 ગુણ અને અંક ગણિત 20 ગુણ એમ કુલ મળીને 100 ગુણ નું પેપર રહેશે આ ઉપરાંત ભરતી પ્રક્રિયા વખતે 100 ગુણ માંથી મેળવેલ ગુણના 40 ટકા તેમજ 50 ગુણ ઓટોમેટીક ડ્રાઇવિંગ ટેસ્ટના રહેશે જેમાં પાસ થવા માટે 37 માર્ક્સ લેવા ફરજિયાત રહેશે.
100 ગુણના વૈકલ્પિક પ્રશ્નો પુછાશેઃ કંડકટરની ભરતીમાં 100 ગુણના વૈકલ્પિક પ્રશ્નો રહેશે જેમાં એક કલાક નો સમય આપવામાં આવશે જેમાં સામાન્ય જ્ઞાન ગુજરાતનો ઇતિહાસ ભૂગોળ અને ગુજરાતના વર્તમાન બનાવવાનું 20 ગુણ, રોડ સેફ્ટીના 10 ગુણ, ગુજરાતી વ્યાકરણ 10, અંગ્રેજી વ્યાકરણ 10 ગુણ, કવોન્ટીટેટિવ એટીટ્યુડ અને ટેસ્ટ ઓફ રીજનીંગ 10 ગુણ, ટિકિટ અને લગેજના ભાડા ની ગાણિતિક પ્રશ્નો 10 ગુણ મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક જાણકારી ના પ્રશ્નોના 10 ગુણ અને કોમ્પ્યુટર ઉપયોગી પાયાની જાણકારી ના એમ કુલ મળીને 100 ગુણનું પ્રશ્નપત્ર રહેશે.