આ વર્ષે એટલે નવેમ્બર 2018થી નવેમ્બર 2019ની વચ્ચે ઘણી સફળ ફિલ્મો રીલીઝ થઇ. જેમાંથી કેટલીક ફિલ્મોને GIFAમાં નોમિનેશન મળ્યું છે. ગયા વર્ષે 70 કરતા પણ વધુ ફિલ્મો રીલીઝ થયેલી જેની સરખામણીએ આ વર્ષે ઓછી ફિલ્મો રિલીઝ થઇ પણ સફળતાનો રેશિયો વધુ રહ્યો. ઘણા નવા ફિલ્મ મેકર્સે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પગદંડો જમાવી દીધો છે.
આ એવૉર્ડની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઘણા સમયથી ગુજરાતી ફિલ્મોના કલાકારોની માગ હતી કે ગુજરાતી ફિલ્મોને અને તેના ટેક્નિશિયનો તથા કલાકાર કસબીઓને પ્રોત્સાહિત કરવા ગુજરાતમાં કોઈ ફંક્શન થતા નથી. તેને જોતા હેતલ ઠક્કર અને અરવિંદ વેગડાએ આ બીડું ઝડપ્યું છે. ગુજરાતી ફિલ્મોને તેઓ ઉચ્ચ ફલક પર લઈ જવા માગતા હતા. જેથી આ વર્ષે પણ અમદાવાદ ખાતે GIFA (ગુજરાતી આઇકોનીક ફિલ્મ ઍવોર્ડ)નું તેઓએ સફળ આયોજન કર્યુ છે. જે આગામી 25 ડિસેમ્બરે યોજાશે.