- દવાખાનામાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે
- જખવાડા ગામના સરપંચ દ્વારા ગ્રામજનો માટે આરોગ્ય સેવા શરૂ કરાઇ
- એમ્બ્યુલન્સ, ઓક્સિજન સાથેની વ્યવસ્થા સરપંચ દ્વારા ઉભી કરવામાં આવી
અમદાવાદ : જ્યારે કોરોના એ કાળો કહેર વર્ષાવ્યો છે. ત્યારે દવાખાનામાં દર્દીઓની લાંબી કતારો જોવા મળે છે અને દર્દીઓને બહુ જ હેરાનગતિ ભોગવવી પડે છે અને તેમ છતાં દર્દીને દાખલ થવાનું હોય તો દવાખાનામાં બેડ પણ મળતા નથી. ત્યારે અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના જખવાડા ગામના સરપંચ દ્વારા ગ્રામજનો માટે આરોગ્ય સેવા શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ સરપંચ મનોજસિંહ ગોહિલે પુરુ પાડ્યું છે.
પ્રાથમિક શાળામાં જનરલ OPD શરૂ કરી અને પ્રાઇવેટ ડોક્ટર OPD સંભાળી રહ્યા
ગ્રામજનોને સારવાર અર્થે બહાર જવુંના પડે અને ગ્રામજનોને ગામમાં જ મેડિકલ સુવિધા મળી રહે તે હેતુથી સરપંચ મનોજ સિંહ ગોહિલ દ્વારા જખવાડા ગામ ની પ્રાથમિક શાળામાં જનરલ OPD શરૂ કરી અને પ્રાઇવેટ ડોક્ટર OPD સંભાળી રહ્યા છે. દર્દીઓ માટે બેડની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તપાસ અર્થે આવતા દર્દીઓને સરપંચ દ્વારા ફ્રુટ પણ આપવામાં આવે છે.
આ પણ વાંચો : રાજકોટ સમરસ હોસ્ટેલમાં દર્દીઓ માનસિક તાણ ન અનુભવે તે માટે કાઉન્સિલર ટીમની અનોખી સેવા
રોજના અંદાજિત 45થી 50 દર્દીઓ આ સેવાનો લાભ લે
રોજના અંદાજિત 45થી 50 દર્દીઓ આ સેવાનો લાભ લે છે. કોઈ દર્દીની હાલત ગંભીર હોય અને તેને કોઈ મોટી હોસ્પિટલમાં દાખલ કરવા પડે તેમ હોય તેવા સંજોગોમાં પહેલા તો એમ્બ્યુલન્સ ગોતવી તે મોટો પ્રશ્ન છે. એમ્બ્યુલન્સ મળે તો ભાડું બહુ કહે અને દર્દીનો સમય અને રૂપિયા બેઉ વેડફાય છે. તેથી એમ્બ્યુલન્સ, ઓક્સિજન સાથેની વ્યવસ્થા સરપંચ દ્વારા ઉભી કરવામાં આવી છે. જેથી દર્દીને હાલાકી ભોગવવી પડે નહિ.
આ પણ વાંચો : વલસાડ સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડની આરોગ્ય પ્રધાને મુલાકાત લીધી
ગામની અંદર જનરલ OPD શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ
અત્યારે જ્યારે ચારે બાજુ કોરોના નો કાળો કહેર કોઈ કોઈનું નથી આવા સમયમાં લોકો એકબીજાથી દૂર રહે છે. માનવતા મરી પરવારી છે. ત્યારે સરપંચ મનોજસિંહ ગોહિલે પોતાના ગ્રામજનોની સેવા કરવા ગામની અંદર જનરલ OPD શરૂ કરી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. ગ્રામજનોને નિ:શુલ્ક સેવા કરી સેવાનો અલખ જગાવ્યો છે. ધન્ય છે આવા સરપંચ ને કે જે પોતાના ગામ માટે જે કરવું પડે તે કરવા વગર સ્વાર્થે તત્પર છે. ગ્રામજનોએ સરપંચની કામગીરીની પ્રશંસા કરી તેમને બિરદાવ્યા છે અને મનોજસિંહ ગોહિલ નુ કહેવું છે કે માનવસેવા તે જ સાચી પ્રભુસેવા છે.