વકીલ ગુપ્તાએ વધુમાં જણાવ્યું હતું કે, ગૌરવ દહીંયાંના લીનુંસિંહ સાથે લગ્ન થયા નથી અને જે બાળક ગૌરવનું હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. એ ખોટું છે. ગૌરવના વકીલે ભવિષ્યમાં જરૂર પડશે તો ડી.એન.એ ટેસ્ટની તૈયારી પણ બતાવી છે. પહેલી પત્ની સાથે ગૌરવના તલાક બાદ લિંનુંસિંહ સાથે લગ્ન કરવાના હતા પરંતુ મહિલાનું વર્તન યોગ્ય ન હોવાથી લગ્ન થઈ શક્યા ન હતા.
ઉલ્લેખનીય છે કે, લિંનુંસિંહ દ્વારા દિલ્હીના માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ કરવામાં આવી હતી કે, ગૌરવ દહિયા પરણિત હોવા છતાં ગુપ્ત રીતે જાણ કર્યા વગર તેની સાથે લગ્ન કરી લીધા હતા. જે મુદ્દે મહિલાએ લેખિત ફરિયાદ કર્યા બાદ કેસની તપાસ ગાંધીનગર પોલીસને સી.સી માર્ક કરવામાં આવ્યું હતું અને તેના આધારે થતી તપાસને રદ કરવા હાઇકોર્ટમાં રીટ દાખલ કરવામાં આવી હતી.