ETV Bharat / state

ચાંદખેડામાં બેરોજગારી દૂર કરતા અનોખા ગણપતિની સ્થાપના

અમદાવાદઃ વર્તમાન સમયમાં દેશમાં બેરોજગારી અને મંદી એક મોટો મુદ્દો છે. મોટી-મોટી કંપનીઓ આજે બંધ થવાની તૈયારી પર હોવાથી સામાન્ય પટ્ટવાળા કે, ક્લાર્કની નોકરી માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયાં છે. ત્યારે અમદાવાદના ચાંદખેડામાં લોકોની નોકરીની અરજી સ્વીકારતા અનોખા ગણપતીની સ્થાપના કરવામાં આવી છે. તો ચાલો જાણીએ બેરોજગારી દુર કરતા ગણપતિ વિશે...

ganpatis special feature
author img

By

Published : Sep 2, 2019, 8:15 PM IST

Updated : Sep 9, 2019, 8:31 AM IST

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં સતત બીજા વર્ષે ભગવાન ગણેશને બિરાજમાન કરવામાં આવ્યા છે. જ્યાં બેરોજગાર લોકો વિઘ્નહર્તાને નોકરી માટે અરજી આપે છે. પ્રથમ દિવસે જ 50 લોકોએ ભગવાનના ચરણે નોકરીની અરજી મૂકી ગણપતીને રીઝવવાની પહેલ કરી છે.

બેરોજગારી દુર કરતા અનોખા ગણપતિની માન્યતા...

ગત્ વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિતે ગણપતી ભગવાનને બિરાજમાન કરવામાં આવ્યા હતા અને નોકરી માટેની અરજીઓ ભગવાનના ચરણે મૂકવામાં આવી હતી. તેમાંથી મોટા પ્રમાણમાં લોકોને સારી જગ્યાએ નોકરી લાગી ગઈ છે. તર્ક અને આસ્થામાં મેળ નહી આવતો, પરંતુ જો શ્રધ્ધાથી ભગવાનના ચરણે અરજી મૂકવામાં આવે તો તેનો સારો પ્રતિસાદ મળે છે તેવું ભક્તોનું કહેવું છે.

Intro:(નોંધ - આ સ્ટોરીના વિઝુઅલ વ્રરેપ અને બાઈટ એફટીપીથી એડિટ કરીને મોકલી છે, જેને સાથે મર્જ કરી શકાય)

ભગવાન ગણપતિને વિઘ્નહર્તા માનવામાં આવે છે અને લોકોના દુખ -દર્દ દુર થાય તેવા હેતુ સાથે તેમની સ્થાપના કરી પૂજા કરવામાં આવે છે.. દેશમાં બેરોજગારી અને મંદી એક મોટો મુદો છે, મોટી - મોટી કંપનીઓ આજે બંધ થવાની તૈયારી પર છે જ્યારે સામાન્ય પટાવાળા કે કલાર્કની નોકરી માટે લાખોની સંખ્યામાં ફોર્મ ભરાયાં છે ત્યારે અમદાવાદાના ચાંદખેડા વિસ્તારમાં સતત બીજા વર્ષે ભગવાન ગણેશને બિરાજમાન કરવામાં આવ્યા છે જ્યાં બેરોજગાર લોકો તેમને નોકરી માટે અરજી આપે છે.. પહેલાં દિવસે 50 લોકોએ ભગવાનના ચરણે પોતાની અરજી મૂકી છે.....Body:નોકરી અપાવતા ગણપતિને સોસાયટીમાં બિરાજમાન કરનાર અને વ્યવસાયે ડોક્ટર સુનિલ શાહે ઈ.ટી.વી ભારત સાથેની ખાસ વાતચીત દરમ્યાન જણાવ્યું હતું કે સ્વતત્રતાં સમયથી જ બેરોજગારી મોટો મુદો છે અને મંદીના સમયમાં તેનો વધારો થયો હોવાથી લોકો નોકરીની શોધ કરી રહ્યાં છે ત્યારે બપ્પા વિધ્નહર્તા હોવાથી તેમની પોકાર સાંભળશે અને બેરોજગારીમાંથી મૂક્તિ મળશે તેવી આશા સાથે ભગવાનની સ્થાપના કરી છે....

ગત વર્ષે પણ ગણેશ ચતુર્થી નિમિતે ભગવાનને બિરાજમાન કરાયા હતા અને ત્યારે પણ નોકરી માટેની અરજીઓ ભગવાનના ચરણે મૂકવામાં આવી હતી અને આજે તેમાથી મોટા પ્રમાણમાં લોકોને સારી નોકરી લાગી છે...તર્ક સાથે વાત મેળ નહિ ખાય પરતું જો શ્રધ્ધાથી અરજી ભગવાનના ચરણે મૂકવામાં આવે તો તેનો સારો પ્રતિસાદ મળતો હોવાનું શાહે જણાવ્યું હતું..Conclusion:બેરોજગાર લોકો વધું સાથે જોડાય અને ભગવાનના ચરણે પોતાના દુખ અને રોજગારી લગતી સમસ્યાઓ મૂકે અને તેમાં ફાયદો મળે તેવી આશા સાથે આજે પહેલાં દિવસ સ્થાપના સમયે અરજી મૂકવામાં આવી હતી....
Last Updated : Sep 9, 2019, 8:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.