સતત પ્રદૂષિત થતા નદી તળાવના પાણીને બચાવવા માટે હવે ઇકો ફ્રેન્ડલી ગણપતિ તરફ લોકોનો ક્રેઝ વધ્યો છે. શહેરમાં આ વર્ષે ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિઓ સ્થાપવાનો ટ્રેડ અને ઘરે જળમાં જ મૂર્તિ વિસર્જનનો ટ્રેડ વધ્યો છે. આ વર્ષે શાળા અને કોલેજો તેમજ ઘરે ઘરે, સોસાયટીઓ તેમજ સંસ્થાઓમાં કુદરતી તત્વોનો ઉપયોગ કરી વિઘ્નહર્તા દેવની મૂર્તિઓનું અલગ અલગ સ્વરૂપમાં સર્જન કરવામાં આવ્યું છે.
ત્યારે શહેરમાં એક પરિવારે પર્યાવરણને ધ્યાનમાં રાખીને ગણપતિ માટે વેસ્ટમાંથી બેસ્ટની થીમ પસંદ કરી છે, જેમાં તેમણે નેચરલ ફૂલો તથા વપરાઈ ગયેલા બોક્સમાંથી ગણપતિની થીમ તૈયાર કરી છે. આ પરિવાર છેલ્લા 15 વર્ષથી ગણપતિ લઇ આવે છે અને છેલ્લા 5 વર્ષથી ઇકો ફ્રેન્ડલી ગણપતિની સ્થાપના એકથી દોઢ દિવસ માટે કરે છે. જેનું વિસર્જન પણ તેઓ ઘરની બહાર જ કરે છે.
![અમદાવાદ,વેસ્ટમાંથી બેસ્ટ,થીમ ,ગણપતિ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4326289_amdavad.jpg)
જે ફૂલો ગણપતિને ચઢાવમાં આવે છે તેનું વિસર્જન પણ તેઓ નદીમાં નથી કરતા તેવુ તેમનું માનવું છે કે તેવુ કરવાથી નદી પ્રદુષિત થાય છે. એટલે એ ફૂલો પણ તેઓ જમીનમાં જ અર્પણ કરે છે