ગણેશ મહોત્સવને લઇ શહેરના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા યુવક મંડળો દ્વારા શહેરના ગુલબાઇ ટેકરા, બાપુનગર સહિતના વિસ્તારોમાંથી ગણેશ ભકતોએ દાદાની મૂર્તિઓ ખરીદી દુંદાળા દેવ ગણપતિજીની વાજતે-ગાજતે, ફટકડાની આતશબાજી અને અબીલગુલાલની છોળો વચ્ચે શાહી સવારી કાઢી પોતપોતાના વિસ્તારોના પંડાલ-શામિયાણામાં વિવિધ સ્વરૂપોની આકર્ષક મૂર્તિઓનું વિધિવત રીતે સ્થાપન કરવામાં આવ્યું હતું. દાદાની વિશાળ રેલી, સરઘસ અને શાહી સવારી દરમ્યાન અબીલ-ગુલાલ અને રંગોની છોળો અને ડીજેના તાલ વચ્ચે ગણેશભક્તો થીરકતા જોવા મળ્યા હતા.અમદાવાદ શહેરમાં આ વખતે આશરે ચારેક હજારથી વધુ સ્થળોએ ગણપતિદાદાની મૂર્તિઓનું સ્થાપન કરાયું છે. તો, સેંકડો ગણેશભક્તોએ દાદાની નાની-મોટી આકર્ષક મૂર્તિઓની પોતાના ઘર-નિવાસસ્થાનમાં પધરામઈ અને સ્થાપન કરી પૂજા-ભકિતનો પ્રારંભ કર્યો હતો.
ગણેશ કુંજ યુવક મંડળ, ધારણીધર દ્વારા આ વર્ષે વિંગ કમાન્ડર અભિનંદન સિંઘની થીમ પર ગણપતિ બનાવમાં આવ્યા છે જ 3 ફટ ઊંચા માટીના ગણેશજીની છે.શહેરના વિવિધ પંડાલોમાં પીઓપી કરતાં માટીની મૂર્તિનો ક્રેઝ વધ્યો છે. ત્યારે આ મંડળ દ્વારા બનાવેલ ગણેશજી શહેરમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
આ મંડળના યુવકો દ્વારા 6 મહિનાથી આ થીમ ની તૈયારી કરવામાં આવી હતી. દર વર્ષે બધા ભેગા મળીને થીમ પર ગણપતિ બનાવે છે. ગત વર્ષે ચંદ્રયાન થીમ હતી જ્યારે એના આગળના વર્ષે પઢેગા ઇન્ડિયા થીમ હતી. અહીંયા રોજ 200 થી 250 જેટલા ભક્તો દર્શન માટે આવતા હોય છે.