અમદાવાદ: અમદાવાદની સાબરમતી જેલમાં પાકા કામના કેદી અતિક અહેમદને લેવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ આવી પહોંચી છે. હત્યા કેસમાં અતિક અહેમદ નું નામ ખુલતા યુપી પોલીસ અમદાવાદ અતિકને લેવા માટે આવી હતી. ટ્રાન્સફર વોરંટ ની પ્રક્રિયા પૂરી થયા બાદ અતિકને ફરીથી ઉત્તર પ્રદેશ લઈ જવાશે. આ કેસમાં ઉત્તર પ્રદેશ પોલીસ એ તપાસ કરશે કે પ્રતિકની આ કેસમાં શું ભૂમિકા હતી. એમના પરિવારજનો કે બીજા કોઈ સાગરીતની મદદ લેવામાં આવી હતી કે કેમ? તેના પરિવારજનોને પણ ઉત્તર પ્રદેશ પોલીસ શોધી રહી છે. હવે અતીક અને તેના પુત્ર અલી સહિત 13 વિરુદ્ધ બીજી એફઆઈઆર નોંધવામાં આવી છે. પ્રયાગરાજની ધુમાનગંજ પોલીસે આ કેસ નોંધ્યો છે. પોલીસ હવે અતીકને પ્રયાગરાજ લાવવાની તૈયારી કરી રહી છે. કહેવામાં આવ્યું છે કે અતીકને લાવવાની આખી પેટર્ન પહેલા જેવી જ હશે.
બોડી કેમેરાથી સજજ: અતિકની તમામ ક્રિયા પ્રતિક્રિયા નિહાળી શકાય એ માટે પોલીસ બોડી કેમેરાથી સજજ થઈ છે. જેથી અમદાવાદથી પ્રયાગરાજ સુધીના રોડ ઉપર આરોપી શું કરે છે તેની તમામ ગતિવિધિ રેકોર્ડ થઈ શકે. પ્રયાગરાજના સાબીર નામના વ્યક્તિએ અતિક સામે પોલીસ ફરિયાદ કરી છે. જેના પગલે ઉત્તર પ્રદેશ પોલીસે આ કામગીરી કરી છે. ઉમેશપાલની થયેલી હત્યાના કેસમાં માફિયા અતિક અહેમદને ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને ઉત્તરપ્રદેશ લઈ જવા માટે યુપી પોલીસનો કાફલો અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચ્યો છે.
આ પણ વાંચો Gangster Atiq Ahmed: અતિક અહેમદને લઈને UP પોલીસ અમદાવાદથી પ્રયાગરાજ રવાના
ઉમેશ પાલની હત્યા: રાજુ પાલ હત્યા કેસના મુખ્ય સાક્ષી ઉમેશ પાલની થોડા દિવસો પહેલા જાહેરમાં ગોળી અને બોંબનો મારો ચલાવીને હત્યા નિપજાવવામાં આવી હતી. જે કેસમાં અતિક અહેમદ સહિત અનેક લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, ત્યારે તે કેસમાં અતિ અહેમદનું નામ પણ ફરિયાદમાં સામેલ હોવાથી ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં બંધ અતિક અહેમદને ટ્રાન્સફર વોરંટથી ઉત્તરપ્રદેશ લઈ જવા માટે સાબરમતી સેન્ટ્રલ જેલ ખાતે પહોંચી છે. મહત્વનું છે કે 2007માં ઉમેશ પાલ અપહરણ કેસમાં અતિક અહેમદને થોડા દિવસો પહેલા જ ત્યાંની કોર્ટમાં રજૂ કરવામાં આવતા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. ત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં અતિ અહેમદ પાકા કામના કેદી તરીકે બંધ હતો. ત્યારે તેને ફરી એકવાર ઉત્તર પ્રદેશ લઈ જવાની તૈયારીઓ પોલીસે કરી છે.
આ પણ વાંચો Gangster Atiq Ahmed : અતિક અહેમદને લેવા યુપી પોલીસ અમદાવાદની સેન્ટ્રલ જેલ પહોંચી
ઉત્તર પ્રદેશ જવા માટે રવાના: બપોરે 2:00 વાગે આસપાસ ઉત્તર પ્રદેશ પોલીસ માફિયા અતિક અહેમદને લઈને અમદાવાદથી ઉત્તર પ્રદેશ જવા માટે રવાના થશે અને ઉત્તર પ્રદેશમાં લઈ જઈ તેની ધરપકડ કર્યા બાદ નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે. ઉમેશ પાલ હત્યા કેસમાં સામેલ અતિક અહેમદના પરિવારજનો હાલ વોન્ટેડ હોય તેઓની સામે પણ ઇનામ પોલીસ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે ઉમેશ પાલ હત્યા કેસના અતિક અહેમદની કયા પ્રકારે સંડોવણી હતી. તેમજ તેના પરિવારના સભ્યો હત્યા કેસમાં કઈ રીતે સામેલ છે. તે તમામ પાસા ઉપર ઉમેશપાલની પૂછપરછ યુપી પોલીસ દ્વારા કરવામાં આવશે.
ટ્રાન્સફર વોરંટ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં સાબીર નામના ફરિયાદીએ ફરિયાદ નોંધાવ્યા બાદ યુપી પોલીસ ટ્રાન્સફર વોરંટ સાથે સાબરમતી જેલ પહોંચી હતી. અતિક સાબરમતી જેલથી પ્રયાગરાજ સુધી બાય રોડ ચુસ્ત પોલીસ કાફલા સાથે પહોંચશે. આપેલા જ્યારે પ્રયાગરાજમાં કેસની સુનવણી વખતે કોર્ટે અતિકને આજીવન કેદની સજા ફટકારી હતી. એની સાથે અન્ય ત્રણ આરોપીઓને પણ દોષિત જાહેર કર્યા હતા. યુપી પોલીસ તાજેતરમાં થયેલી ફરિયાદને લઈને તેને બીજા પ્રશ્નો પૂછી શકે છે. આ પૂછપરછ માંથી બીજી નવી હકીકત પણ આ કેસ સંબંધિત સામે આવી શકે છે. આ સાથે એના ભાઈ અશરફને પણ બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી શકે છે જે બંનેની આકરી ઢબે પૂછપરછ બાદ મોટા ખુલાસા સામે આવશે.