જસ્ટીસ એસ.એચ. વોરાની કોર્ટમાં લિનું સિંહના વકીલ મિતેષ ખમબોલિયાએ રજુઆત કરી હતી કે, દિલ્હીમાં જે ગુનો બન્યો તેના મેસેજ દહિયા દ્વારા ગાંધીનગરથી મોકલવામાં આવ્યા છે. જેથી તેની તપાસ ગાંધીનગર પોલીસ દ્વારા કરવમાં આવી જોઈએ. જો કે કોર્ટે મહત્વનું અવલોકન કરતા કહ્યું કે, બે સ્થળે એક સાથે તપાસ થઈ શકે નહિ. જેના જવાબમાં લિનુંસિંહના વકીલે દિલ્હીમાંથી ફરિયાદ રદ્દ કરવાની તૈયારી બતાવી હતી. જો કે કોર્ટે મહિલા દ્વારા મૂળ ફરિયાદ દિલ્હીમાં કરાઈ હોવાથી આ કેસની આગળની તપાસ દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવશે તેવો આદેશ કર્યો હતો.
આ મુદ્દે ગૌરવ દહિયાના વકીલે એસ.વી.રાજુએ દલીલ કરી હતી કે, દહિયા વિરૂધ દિલ્હીમાં જે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેની તપાસ બાકી હોવાથી ગાંધીનગર પોલીસ તપાસ કરી શકે નહિ. મહિલા દ્વારા પહેલી ફરિયાદ અલીગઢમાં કરવામાં આવી હતી. જોકે આરોપી દહિયા હાજર ન રહેતા ગાંધીનગરમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. દહિયાનું મૂળ રહેઠાણ ગાંધીનગર હોવાથી દિલ્હી પોલીસે ગાંધીનગર પોલીસને તપાસ સોંપવા માટે માત્ર CC માર્ક કર્યું હોવાની રજુઆત કરી હતી. બે સ્થળે એક જ કેસની સંમકાલિન તપાસ થઈ શકે નહિ. આ મુદ્દે સરકારી વકીલ મિતેષ અમિને દલીલ કરી હતી કે, દહિયાએ તપાસમાં સહયોગ કરવાની જરૂર ન હોય તો ગાંધીનગર પોલીસ તપાસ માટે દહિયાને ફરજ પાડી શકે નહિ.
નોંધનીય છે કે, દહિયા દ્વારા ગાંધીનગરમાં દાખલ કરાયેલી ફરિયાદમાં સહયોગ કરવાનો કોર્ટે હુકમ કર્યો છે. દહિયાએ ગાંધીનગર સેક્ટર 7 પોલીસ સ્ટેશન સમક્ષ ફરિયાદ કરી છે કે, લિનું સિંહ કઈ પણ કરી શકે છે તેનો ભય છે.દિલ્હીની મહિલાએ દહિયા પર આક્ષેપ કર્યો છે કે પરણિત હોવા છતાં દગો આપીને તેની સાથે લગ્ન કર્યા હતા અને તેનાથી 8 મહિનાનું બાળક છે. મહિલાએ બાળકના DNA તપાસની પણ તૈયારી બતાવી હતી. મહિલા આ અંગે દિલ્હી સેક્ટર - 6 પોલીસને લેખિત ફરિયાદ કરી હતી જેને તપાસ માટે ગાંધીનગર પોલીસને તબ્દીલ કરવામાં આવી હતી.