જેથી હવે કોઈપણ શૈક્ષણિક સંકુલમાં પ્રવેશ કરવો હશે તો ફરજિયાત હેલમેટ પહેરવુ પડશે. બીજી તરફ સ્પષ્ટપણે જણાવ્યુ છે કે, જો કોઈ સંસ્થામાં નિયમોનું ઉલ્લંઘન થતુ હશે તો પ્રતિ દિવસે 500 રુપિયા લેખે દંડ પણ ફટકારવામાં આવશે. આ અંગે DEO કચેરીના અધિકારીઓ દ્વારા ઓચિંતી રેડ પણ પાડવામાં આવશે તેવુ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.
DEO એ પરિપત્રમાં જણાવ્યું છે કે, રોડ સેફ્ટી કમિટીને ગુજરાત રોજ સેફટી ઓથોરીટી એક્ટ-૨૦૧૮ની કલમ-૧૭માં જણાવ્યાં મુજબ કોઈપણ વિદ્યાર્થી કે કર્મચારી જો શૈક્ષણિક સંકુલમાં હેલમેટ પહેર્યા વિના પ્રવેશ કરશે તો તેની સંપૂર્ણ જવાબદારી સ્કૂલ સંચાલકની રહેશે. જેથી નિયમનો ભંગ કરવા બદલ જે તે શૈક્ષણિક સંકુલને પ્રતિ દિવસ 500 રુપિયા તેમજ વધુમાં વધુ 25,000 રુપિયાની મર્યાદાથી વધે નહી તેવી જોગવાઈ કરવામાં આવી છે.
હેલમેટ વિના કોઈ વ્યક્તિ કે કર્મચારી સ્કૂલમાં પ્રવેશે નહી તેના માટે એન્ટ્રીમાં જ 'No Helmet No Entry' નું બેનર્સ લગાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. જો કે, આ અંગે એવા સવાલો પણ ઉઠ્યાં છે કે, અમદાવાદની શાળાઓ દ્વારા સ્કૂલના નોટિસ બોર્ડ પર સ્કૂલની ફી, વર્ગ શિક્ષકના નામ અને સંબંધીત બોર્ડની વિગતો દર્શાવવામાં ભારે ઉદાસનીતા દાખવી રહી છે, તો પછી હેલમેટ અંગેનુ બેનર્સ લગાવશે કે કેમ તે જોવાનુ રહ્યું.