ETV Bharat / state

ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં? - ઈટીવી ભારત

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી અમદાવાદ ખાતે આવેલા સાબરમતી આશ્રમની મુલાકાત લીધી હતી જેમાં ટ્રમ્પે ગાંધીજીનું ચરખાનો ઉપયોગ કર્યો હતો જેમાં પ્રશ્ન કર્યો હતો કે ચરખા ઉપયોગ કરવાથી દોરી તૂટી તો નહીં જાયને જેના જવાબમાં ગાઈડે જણાવ્યું હતું કે વધું મજબૂત થશે.

ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં?

author img

By

Published : Feb 24, 2020, 4:00 PM IST

અમદાવાદઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો કાંતતા ગાઈડ લતાબેનને પ્રશ્ન કર્યો હતો કે શું આ દોરી તૂટી નહી જાય ને... જેના જવાબમાં લતાબહેને કહ્યું કે ચરખાના ઉપયોગથી દોરી વધુ મજબૂત થશે. તેમની પત્ની મિલેનિયા ટ્રમ્પ અને પુત્રી પણ સાબરમતી આશ્રમમાં હાજર હતાં.

ગાંધી આશ્રમ : ટ્રમ્પે ચરખો ફેરવતાં પૂછ્યું, દોરી તૂટશે તો નહીં?
ટ્રમ્પે સાબરમતી આશ્રમની વિઝિટર બૂકમાં લખ્યું હતું કે આ શાનદાર મુલાકાત બદલ મારા મિત્ર અને વડાપ્રધાન મોદીનો આભાર વ્યક્ત કરું છુ. સાબરમતી આશ્રમના સેક્રેટરી અમૃતલાલ મોદીએ જણાવ્યું હતું કે ટ્રમ્પને અમે ચરખો ભેટમાં આપ્યો હતો. ટ્રમ્પ તેમના પરિવાર સાથે લગભગ 20 મિનિટ ગાંધી આશ્રમમાં રોકાયા હતાં..ઉલ્લેખનીય છે કે સાબરમતી આશ્રમની મુલાકાત બાદ ટ્રમ્પ વડાપ્રધાન મોદી સાથે મોટેરા સ્ટેડિયમ જશે અને ત્યાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં 1 લાખ 10 હજાર જેટલા લોકોને સંબોધશે અને ત્યાર પછી આગરા જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.