ETV Bharat / state

Ahmedabad Crime: એક કા ડબલની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફેરવનારો રફૂચક્કર આરોપી ઝડપાયો

અમદાવાદમાં એક કા ડબલના નામે વેપારી સાથે કરોડોની છેતરપિંડી કરનારો આરોપી ઝડપાયો છે. નિકોલ પોલીસે આ આરોપીની ધરપકડ કરી હતી. જોકે, હવે પૂછપરછમાં મોટા ખુલાસા થવાની શક્યતા છે.

Ahmedabad Crime: એક કા ડબલની લાલચ આપી કરોડો રૂપિયાનું ફૂલેકું ફરાવનારો રફૂચક્કર આરોપી ઝડપાયો

author img

By

Published : Feb 28, 2023, 4:22 PM IST

અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું આવ્યું સામે

અમદાવાદઃ અમદાવાદમાં છેતરપિંડી સહિતના ગુનાઓની સંખ્યા વધી રહી છે. ત્યારે નિકોલ પોલીસે એક કા ડબલની લોભામણી લાલચો આપીને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાના ગુનામાં સામેલ આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ મારૂતિ ફાઈનાન્સ તેમ જ અન્ય એક કંપનીના નામે લોકોને રોકાણ કરવાના બહાને કરોડો રૂપિયા લીધા હતા. આ મામલે ગુનો નોંધાતા અગાઉ 2 આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : ગાડીઓની લે વેચમાં વળતર આપવાના નામે 2 કરોડથી વધુની ઠગાઈ આચરનાર ઝડપાયો

વેપારીએ નોંધાવી હતી ફરિયાદઃ નિકોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા છેતરપિંડીના ગુનામાં સામેલ શૈલેષ બાળધા નામના આરોપીની 6 મહિના બાદ ધરપકડ કરવામાં આવી હતી. આરોપીએ પોતાના સાગરિતો સાથે મળીને કરોડો રૂપિયાની ઠગાઈ એકના ડબલ કરવાની લાલચે આચરી હતી. આ મામલે કન્સ્ટ્રક્શનનો વેપાર કરતાં વેપારીએ ફરિયાદ નોંધાવી હતી.

ફાઈનાન્સના નામે છેતરપિંડીઃ શહેરના નિકોલ પોલીસ સ્ટેશનમાં 25 ઓગસ્ટ 2022એ કન્સ્ટ્રક્શનનો વેપાર કરતા અરવિંદ કપોપરા નામના વેપારીએ ફરિયાદ નોંધાવી હતી, જેમાં એકના ડબલ પૈસા કરવાની લોભામણી લાલચ આપવામાં આવી હતી. તેમ જ ગુનાહિત કાવતરૂં રચીને મારૂતિ પ્લાસ્ટિક, મારૂતિ એક્ઝિમ, પી. મારૂતિ એક્ઝિમ અને મારૂતિ ફાઈનાન્સના નામથી ઑફિસ ખોલી ધંધામાં અંદાજે 2.62 કરોડ રૂપિયાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું. ઉપરાંત અન્ય 3 સાહેદો પાસેથી 60 લાખ રૂપિયાનું રોકાણ કરાવી ડબલ રકમ કે મૂળ રકમ પરત ન આપીને છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે હર્ષદ પાનસૂરિયા, યોગેશ પટેલ, શૈલેષ બાળધા તેમ જ તેના મળતિયાઓ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. જોકે, આ મામલે અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.

અનેક લોકો સાથે છેતરપિંડી આચરી હોવાનું આવ્યું સામેઃ આ મામલે ઝડપાયેલા આરોપીએ સાગરિતો સાથે મળીને અનેક લોકો સાથે આ જ પ્રકારે છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું. વર્ષ 2016 થી ધીરે-ધીરે ચેકથી અને રોકડ પૈસા લીધા બાદ તે પૈસા પરત આપીને વિશ્વાસ કેળવી આરોપીઓએ વધુ પૈસાની માંગણી કરી હતી અને જે બાદ મોટી રકમમાં રોકાણ કરાવીને આરોપીઓ ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા. આ સમગ્ર મામલે હાલ તો નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની પ્રક્રિયા હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Ahmedabad Crime : વિઝા પરમીટના આધારે ઠગાઈ આચરનાર ગેંગના બે આરોપી સુરતથી ઝડપાયા

આરોપીઓની પૂછપરછમાં મોટા ખુલાસાની શક્યતાઃ આ અંગે આઈ ડિવિઝનના એસીપી કૃણાલ દેસાઈએ જણાવ્યું હતું કે, ઑગસ્ટ મહિનામાં નોંધાયેલા ગુનામાં અગાઉ 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી., જ્યારે હાલમાં પકડાયેલો આરોપી ઘણા મહિનાથી નાસતોફરતો હોવાથી આરોપીઓ દ્વારા છેતરપિંડીમાં મેળવેલી રકમનું શું કરવામાં આવ્યું તે તમામ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીના રિમાન્ડ મેળવીને પુછપરછ હાથ ધરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.