ETV Bharat / state

31 જાન્યુઆરીથી ફ્રન્ટલાઈન કોરોના વેક્સિનેશન : જિલ્લા કલેક્ટર, SP અને મ્યુનિસિપલ કમિશનર લેશે કોરોના વેક્સિન - 31 January

16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. પ્રથમ તબક્કામાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને રસીકરણ કરાયા બાદ હવે બીજા તબક્કા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 31 જાન્યુઆરીથી રાજ્યમાં વેક્સિનેશનનું બીજું ચરણ શરૂ થશે.

કોરોના વેક્સિનેશન
કોરોના વેક્સિનેશન
author img

By

Published : Jan 30, 2021, 9:07 PM IST

  • 31 જાન્યુઆરીથી કોરોના વેક્સિનેશનનો ફેઝ 2 શરૂ થશે
  • ફ્રન્ટલાઈન કોરોના વોરિયર્સને આપવામાં આવશે કોરોના વેક્સિન
  • રાજ્યના પોલીસ વડા ગાંધીનગર સિવિલ ખાતે લેશે કોરોના વેક્સિન

ગાંધીનગર : 16 જાન્યુઆરીથી સમગ્ર દેશમાં કોરોના માટેની રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ તબક્કામાં મેડીકલ અને પેરામેડીકલ સ્ટાફને રસીકરણ કરાયા બાદ હવે બીજા તબક્કા તરફ ગુજરાત આગળ વધી રહ્યું છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે 31 જાન્યુઆરીથી ગુજરાતમાં વેક્સિનેશનનું બીજું ચરણ શરૂ થશે. જેમાં તમામ જિલ્લાના કલેક્ટર્સ, પોલીસ કમિશનર, SP કક્ષાના અધિકારીઓ કોરોના વેક્સિન લેશે.

ગુજરાતમાં 1.30 લાખ પોલીસ કર્મીઓ

ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સમાં પોલીસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાતમાં પોલીસ, હોમગાર્ડ જવાન સહિતના તમામ કર્મચારીઓની ગણતરી થાય છે. જેમાં કુલ 1.30 લાખ કર્મચારીઓને કોરોના વેક્સિન આપવામાં આવશે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા રવિવારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે કોરોના વેક્સિન લેશે.

કોરોના રસીકરણના કેન્દ્રોમાં કરાયો વધારો

રાજ્યના આરોગ્ય વિભાગના ઉચ્ચ સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્યમાં કોરોના રસીકરણના કેન્દ્રમાં પણ વધારો કરવામાં આવ્યો છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારે વેક્સિનેશનની પ્રક્રિયા ઝડપી બનાવવા માટે 500 સેન્ટર વધારવામાં આવ્યા છે. અત્યાર સુધી કુલ 161 સેન્ટર પર આપવામાં આવતી હતી. ત્યારે હવે વધુ 500 જેટલા સેન્ટર પર વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવશે.

1.50 કરોડ લોકો 50 વર્ષથી વધુ લોકોને

બીજા તબક્કામાં 50 વર્ષથી ઉપરના લોકો અને 50 વર્ષથી નીચે, પરંતુ ગંભીર બિમારીથી પિડાતા હોય, તેવા લોકોને રસીકરણ આપવાની શરૂઆત કરવામાં આવશે. ત્યારે આ અંતર્ગત ગુજરાત રાજ્યમાં કુલ 1.5 કરોડથી વધુ લોકોનું રજિસ્ટ્રેશન પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે આ તમામ લોકોને આરોગ્ય વિભાગ દ્વારા જાણ કર્યા બાદ સમય ફાળવવામાં આવશે. જે બાદ રસીકરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.