અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, શાકભાજી વેચનારા ફેરિયાઓ, દુકાનોદારો, સુપરમાર્કેટ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર માટે 1 મે થી દુકાનદાર માસ્ક વગર જણાશે તો તેમને દંડ થશે અને તેમના લાયસન્સ પણ રદ કરાશે. ફેરિયાનું લાયસન્સ 3 મહિના રદ કરાશે અને તેમને રૂા. 2000 સુધીનો દંડ કરવામાં આવશે. કરિયાણાની માલિકો, દૂધ ડેરી વગેરે દુકાનદારો જો નિયમોને ભંગ કરશે તો તેમને 5000નો દંડ અને શોપ એન્ડ એસ્ટાબ્લિસમેન્ટનું લાયસન્સ 3 મહિના માટે રદ કરાશે. સુપરમાર્કેટ 50000નો દંડ થશે અને 3 મહિના સુધી લાયસન્સ રદ કરવામાં આવશે.
વિજય નહેરાએ આંકડાકિય માહિતી આપતાં જણાવ્યું હતું કે, 164 કેસ નવા નોંધાયા છે. ગઈકાલથી કોરોના પોઝિટિવ કેસનો આંકડો ઘટી રહ્યો છે. ગઈકાલે 19 લોકોના મોત એ ખૂબ જ ગંભીર વાત છે. તે ચિંતાજનક છે. પણ સામે લોકો સાજા પણ થઈ રહ્યાં છે.
1લી મેથી દુકાનદારોએ માસ પહેરવું ફરજિયાત, માસ્ક વગર લાઈસન્સ રદ અને દંડ થશે: વિજય નહેરા - 1 મે
ગુજરાતમાં કોરોના વાયરસ મામલે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર બની ચૂક્યું છે ત્યારે 3જી મેથી લોકડાઉન ખુલવા જઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા ડિજિટલ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી કે 1લી મેથી ફેરિયા, કરિયાણા,દૂધ-શાકભાજીના દુકાન, સુપરમાર્કેટ તમામ લોકોએ માસ્ક, સેનેટાઈઝર અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું ફરજિયાત છે. નહીં તો 3 મહિના માટે લાયસન્સ રદ કરી દેવામા આવશે અને રૂા. 50,000 સુધીનો દંડ કરવામાં આવશે.