ETV Bharat / state

Ahmedabad Crime News : વિધવા સહાયના નામે કોઈ મદદ કરવાનું કહે તો ચેતી જજો, જાણો આ ચોંકાવનારા કિસ્સા વિશે - Fraud modus operandi exposed

વિધવા સહાયના નામે છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીનો પર્દાફાશ થયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવી મહિલાની ધરપકડ કરી છે જેણે વિધવા સહાય અપાવવાના બહાને શહેરોમાં લઈ જઈ વૃદ્ધ મહિલાઓના દાગીના ફેરવી લઈ છેતરપિંડી આંચરી હતી.

Fraud modus operandi exposed in the name of widow support

author img

By

Published : Jan 22, 2023, 6:45 PM IST

વિધવા સહાયના નામે કોઈ મદદ કરવાનું કહે તો ચેતી જજો

અમદાવાદ: જો કોઈ તમારા ઘરના વડીલોને અથવા તો તમારા સ્વજનોને વિધવા સહાય આપવાનું કહે તો ચેતી જજો. કારણ કે વિધવા સહાયના નામે છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચે એક એવી મહિલાની ધરપકડ કરી છે, જેણે અત્યાર સુધીમાં અગણિત મહિલાઓને વિધવા સહાય અપાવવાના બહાને અલગ અલગ શહેરોમાં લઈ જઈ વૃદ્ધ મહિલાઓના દાગીના ફેરવી લઈ છેતરપિંડી આંચરી હતી.

આરોપીની ધરપકડ: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ મામલે સૈયદા બીબી ઉર્ફે સલમા પઠાણ મૂળ આણંદની રહેવાસી મહિલાની ધરપકડ કરી છે. તાજેતરમાં જ સૈયદાબીબી એ અમદાવાદમાં સાબરમતી વિસ્તાર અને કારંજ પોલીસ સ્ટેશનમાં વિધવા મહિલાઓને પોતાના શિકાર બનાવીને દાગીના પડાવી લીધા હતા. ત્યારે ભુજમાં પણ આ જ મોડસ ઓપરેન્ડીથી એક વિધવા મહિલાને ભોગ બનાવી હોવાની ફરિયાદ ભુજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સૈયદાબીબી વિરુદ્ધ નોંધાઈ હતી.

25થી ગુના અત્યારસુધીમાં નોંધાયા: ક્રાઈમ બ્રાન્ચે ચોક્કસ બાતમીના આધારે સૈયદાબીબી પઠાણની અમદાવાદના ઢાળની પોળ પાસેથી ધરપકડ કરી હતી. પકડાયેલ આરોપી મહિલાની પૂછપરછ કરતા તેને કબૂલ્યું હતું કે અમદાવાદના ભદ્રકાળી માતા મંદિર પાસે પણ એક વિધવા મહિલાને સહાય અપાવવાની બાને તેના દાગીના ઉતરાવી લીધા હતા. સૈયદાબીબીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો આ મહિલા આરોપી કોઈપણ વિધવા મહિલાને સહાય અપાવવાના બહાને અન્ય જિલ્લામાં હોટલમાં કે ઘરમાં બેસાડીને અધિકારી ઇન્સ્પેક્શનમાં આવશે ત્યારે ગરીબ હોવાનું દેખાડવાના બહાને ફરિયાદીના દાગીના ઉતરાવી સાચવવાના બહાને દાગીના લઈ ફરાર થઈ જતી. એટલું જ નહીં પોલીસે ગુનાહિત ઇતિહાસ ચકાસતા અત્યાર સુધીમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં 25થી પણ વધુ ગુનાઓ તેના વિરુદ્ધ નોંધાયેલા છે. અને ત્રણ વખત પાસા હેઠળ સજા પણ ભોગવી ચુકયાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો Surat Crime News: નવી સિવિલ હોસ્પિટલમાં નવજાત બાળકીને તરછોડીને માતા ફરાર

પોલીસની લોકોને ચેતવણી: હાલ તો પોલીસે ત્રણ ગુનાનો ભેદ ઉકેલી મહિલાઓને આવા છેતરપિંડી કરતા શખ્સોથી ચેતવ્યા છે. ત્યારે અન્ય કોઈ મહિલાઓ પણ ભોગ બની હોય તો નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરી ફરિયાદ નોંધાવા અપીલ કરી છે. હવે જોવાનું રહ્યું કે વધુ તપાસ બાદ સૈયદાબીબીના અન્ય કેટલા કૌભાંડો સામે આવે છે.

આ પણ વાંચો GST Scam: સુરત ઇકો સેલ પોલીસે 2706 કરોડના GST કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર ઉસ્માનગનીની કરી ધરપકડ

પોલીસ તપાસ શરૂ: આ અંગે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ બી.એસ સુથારે જણાવ્યું હતું કે મહિલા ગુનાહિત ભૂતકાળ ધરાવતી હોય અને અગાઉ પણ તે અનેક ગુના આચરી ચૂકી હોય તેને ઝડપીને તેની સામે કારંજમાં નોંધાયેલા ગુના સંદર્ભે સોંપવામાં આવી છે. આગળની તપાસ પોલીસે હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.