અમદાવાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Election 2022)આડે હવે માંડ દોઢ મહિનાનો સમય બાકી રહ્યો છે, તે અગાઉ ભારતીય જનતા પાર્ટીએ (Bharatiya Janata Party)15 રાજ્યોમાં પ્રભારી નિમણૂંક કરતી જાહેરાત કરી છે, તેમાં ગુજરાતના પૂર્વ સીએમ વિજય રૂપાણીને પંજાબ અને ચંદીગઢના પ્રભારી(Vijay Rupani in charge of Punjab and Chandigarh) બનાવાયા છે. એટલે કે વિજય રૂપાણીની ચૂંટણીમાંથી (Vijay Rupani)બાદબાકી કરી નાંખી છે, તેમને ધારાસભ્યની ટિકીટ નહી મળે. તેઓ હવે ચૂંટણી લડી નહી શકે.
પંજાબમાં કુલ 117 બેઠકોમાંથી ભાજપને 2 બેઠક વિજય રૂપાણીને પંજાબની (Former Gujarat CM Vijay Rupani)સૌથી મોટી જવાબદારી સોંપાઈ છે, અને ભાજપ પાર્ટી માટે સૌથી કઠિન કામ સોંપાયું છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી 2022માં યોજાઈ હતી, જેમાં કુલ 117 બેઠકોમાંથી આમ આદમી પાર્ટીને 92 બેઠક સાથે સ્પષ્ટ બહુમતી સાથેનો મેન્ડેટ મળ્યો હતો. કોંગ્રેસને માત્ર 18 બઠક અને ભાજપને માત્ર 2 જ બેઠક મળી હતી.
2017માં ભાજપને 3 બેઠક મળી પંજાબ વિધાનસભાની 2017ની ચૂંટણીના પરિણામની વાત કરીએ તો કોંગ્રેસને 77 બેઠક મળી હતી, આપને 20 અને ભાજપને 3 બેઠક મળી હતી. આમ છેલ્લા 10 વર્ષમાં પંજાબમાં ભાજપ કયાંય ચિત્રમાં જ નથી. જો કે તેના અનેક કારણો હશે. પણ વિજય રૂપાણીને આવા પંજાબની ખૂબ મોટી અને કઠિન જવાબદારી સોંપાઈ છે.
લોઢાના ચણા ચાવવા બરાબર કામ પંજાબમાં ભાજપ માટે પ્રચાર કરવો લોઢાના ચણા ચાવવા બરાબર છે. વિજય રૂપાણીએ પંજાબમાં ભાજપ માટે પ્રચાર કરવો પડશે. કેન્દ્રમાં મોદી સરકારની યોજનાઓના શું લાભ થયા છે, તેની વાત ઘેરઘેર જઈને કરવી પડશે. વિજયભાઈ માટે ખૂબ જ મહેનતનું કામ પાર્ટીએ સોંપ્યું છે. જે સ્ટેટમાં ભાજપનું નમોનિશાન નથી, ત્યાં પાર્ટીને બેઠી કરવાની છે. અને શા કારણથી પાર્ટી હારી રહી છે, તેના કારણો શોધીને તેના ઉપાયો કરવા પડશે, ત્યારે વિજય રૂપાણી સફળ થશે.
રાજકીય રમત રમાઈ છે કે શું? પંજાબમાં હવે ચૂંટણી ફેબ્રુઆરી 2027માં આવશે, ત્યાં સુધીનો સમય વિજય રૂપાણીને મળ્યો છે, પણ તેઓ હાલ તો સત્તાથી દૂર રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બિલકુલ નજીક છે, તેઓ હવે ચૂંટણી લડશે નહી અને ધારાસભ્યની ટિકીટ પણ નહી મળે તે નક્કી થઈ ગયું છે. એટલે સવાલ એ છે કે વિજય રૂપાણીને ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ગુજરાતથી દૂર કરી દેવાયા છે કે પછી તેમને પંજાબની જવાબદારી સોંપીને રાજકીય રમત રમાઈ ગઈ છે.