● પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહના નિધન પર 300 જેટલા વ્યક્તિઓ અંતિમ દર્શને પહોંચ્યા
● જુદ-જુદા ક્ષેત્રના લોકીએ અર્પી શ્રદ્ધાંજલિ
● કોંગ્રેસના ધારાસભ્યો રહ્યા હાજર
અમદાવાદઃ માજી મુખ્ય પ્રધાનને ઘેર શ્રદ્ધાંજલિ પાઠવવા મોટી સંખ્યામાં તેમના ચાહકો પહોંચ્યા છે. જેમાં કોંગ્રેસના નેતાઓ, કાર્યકરો ઉપરાંત જાહેર જીવનની નામાંકિત વ્યક્તિઓનો પણ સમાવેશ થાય છે.
પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીને શ્રદ્ધાંજલિ પાઠવતા પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા
પૂર્વ મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીનું અવસાન થયું છે, ત્યારે તેમના નિવાસ સ્થાને તેમને શ્રદ્ધાંજલિ પાઠવવા કોંગ્રેસના દિગ્ગજ નેતા ઉપરાંત ઘણા મહાનુભાવો આવ્યા હતા. જેમાં પૂર્વ મુખ્ય પ્રધાન સુરેશ મહેતા આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, માધવસિંહ પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. માધવસિંહે તેમને પુસ્તકો પણ વાંચવા આપ્યા હતા. આ ઉપરાંત તેઓ રમૂજવૃત્તિ વાળા દ્રઢ રાજકીય નેતા હતા.
વિક્રમ ઠાકોરે માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી
વિક્રમ ઠાકોરે જણાવ્યું હતું કે, માધવસિંહ હવે આપણી વચ્ચે નથી. તેમને સમાજ માટે ખૂબ સારા કાર્યો કર્યા હતા. તેઓ માધવસિંહનું સન્માન કરે છે. ઈશ્વર માધવસિંહની આત્માને શાંતિ આપે.
અન્ય જાણીતા ચેહરાઓએ પણ માધવસિંહને શ્રદ્ધાંજલિ આપી
આ ઉપરાંત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડીયા, બનાસકાંઠાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, કરણી સેનાના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે પણ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.