- પ્રાચીન સંસ્કૃતિ અને જ્ઞાન-વિજ્ઞાનના પ્રચાર-પ્રસારના પ્રયાસો
- જીટીયુ અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાશે ભારતીય વારસાના 12 જેટલા શોર્ટટર્મ કોર્સ શરૂ
- ભારતના 21 રાજ્યો સહિત અન્ય 5 દેશોમાંથી કુલ 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો
અમદાવાદઃ તાજેતરમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) અને ભીષ્મ ઈન્ડિક ફાઉન્ડેશનના સંયુક્ત પ્રયાશે ભારતીય પ્રાચીન સંસ્કૃત્તિ , ઈતિહાસ અને ભારતીય વારસાના 12 જેટલા શોર્ટટર્મ કોર્સ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં ભારતના 21 રાજ્યો સહિત અન્ય 5 દેશોમાંથી કુલ 889 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.
વિદ્યાર્થીઓને અન્ય કોર્સનું જ્ઞાન મળે તે પ્રણાલી વિકસાવી
કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલી નવી શિક્ષણ નીતિમાં વિદ્યાર્થીના સર્વાંગી વિકાસના હેતુસર શિક્ષણ પ્રણાલીમાં પરિવર્તન કરવામાં આવ્યું છે. જે દરેક શાખાના વિદ્યાર્થીઓને અન્ય શાખાનું પણ જ્ઞાન મળી રહે તે બાબતે યોગ્ય પ્રણાલી વિકસાવવામાં આવી છે.પ્રોફેસર ડૉ. નવીન શેઠ કુલપતિએ મીડિયાને જણાવ્યું હતું કે હાલના સમય મુજબ દરેક યુનિવર્સિટીએ બહુઆયામી અભિગમ અપનાવીને વિદ્યાર્થીના જ્ઞાનમાં વધારો કરતાં આપણા ઈતિહાસ , સંસ્કૃત્તિ અને વારસાને ઉજાગર કરે તેવા કોર્સ શરૂ કરવા જોઈએ.
વિવિધ અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓનો પ્રવેશ
તાજેતરમાં શરૂ કરવામાં આવેલા અભ્યાસક્રમોમાં સ્ટડી ઑફ વેદાસ , પ્રાચીન ભારતીય વાસ્તુકલા , ભારતીય કલા , સ્ટડી ઑફ પુરાણ , પ્રાચીન રાજનીતિક વ્યવસ્થા , વૈદિક સંસ્કૃત્તિ , સ્ટડી ઑફ ઉપનિષદ , ભારતીય સંસ્કૃત્તિ ,પ્રાચીન ભારતીય વિજ્ઞાન , પ્રાચીન ભારતીય સાહિત્ય અને ખગોળશાસ્ત્રમાં સૌથી વધુ યુવાઓએ પ્રવેશ મેળવ્યો છે. ઉલ્લેખનીય છે કે ,ભારત ઉપરાંત સાઉદી અરેબિયા, ઓસ્ટ્રેલિયા, કુવૈત અને ટાન્ઝાનિયા દેશોના વિદ્યાર્થીઓ પણ કૌટીલ્યનું અર્થશાસ્ત્ર , વેદ , ઉપનિષદ અને ભારતીય કલાના કોર્સમાં પ્રવેશ મેળવ્યો છે.
આ પણ વાંચોઃ ઘરમાં ટોયલેટ ન હોવાના કારણે થયા છૂટાછેડા
આ પણ વાંચોઃ ST BUS હડતાલ સમેટાઈ : સરકારે કર્મચારીઓની માંગ સ્વીકારી