પીરાણા ગણેશનગરનજીક બપોરના સમયે લાકડાના ગોડાઉનમાં મોટી આગ લાગી છે. આગ વધુ પ્રસરતા આસપાસના મકાનો પણ આગની ઝપેટમાં આવી ગયા છે. આગના સમાચાર મળતા સ્થાનિકો ઘરની બહાર નીકળી ગયા હતા જેથી કોઈ જાનહાની થઈ નથી. આગ વધુ પ્રસરતા ફાયર વિભાગ દ્વારા બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે. ફાયરના અનેક જવાનો અને ફાયરની 45 જેટલાફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચ્યા છે.
આગ લાગવામાં ગેસનો બાટલો બ્લાસ્ટ થયાનો અવાજ આવ્યાની જાણકારી ફાયર અધિકારી દ્રારા આપવામાં આવી છે.
ફાયર અધિકારીએ જણાવ્યુ હતું કે, અત્યાર સુધી 6થી 7 લાખ લીટર જેટલા પાણીનો મારો ચલાવવામાં આવ્યો છે. આ આગ ઓલાવવાનું કાર્ય આખી રાત ચાલી શકે છે. વધુંમાં તેમને જણાવ્યું હતું કે, સવાર સુધીમાં આગ કાબૂમાં આવી શકશે તેવુ અનુમાન છે.
ફાયરના જવાનોને અંદર જવા માટે 6 જેટલા JCBનો સહારો લેવામાં આવ્યો છે. JCB દ્વારા સળગતા કાટમાળને દૂર કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા પણ પીરાણા વિસ્તારનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આગના સમાચાર મળતાની સાથે એમ્બયૂલેન્સ પણ પહોંચી છે.
ફાયર વિભાગના ચીફ અધિકારીના જણાવ્યા અનુસાર આગને કાબૂમાં લાવવા માટેહજુ સમય લાગી શકેછે. આગે વિકરાળ સ્વરૂપ લીધું હોવાથી તેના પર કાબૂ મેળવવા હજુ 3થી 4 કલાક જેટલો સમય લાગી શકે છે. પોલીસ દ્વારા પણ પીરાણા વિસ્તારનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આગના સમાચાર મળતાની સાથે એમ્બયૂલેન્સ પણ પહોંચી છે.