ETV Bharat / state

FRCના કાયદાને લઈને પ્રાઈવેટ સ્કૂલોમાં ફીની ઉઘાડી લૂંટ - FEE

અમદાવાદઃ ગુજરાતમાં જ્યારથી FRCનો કાયદો લાવવામાં આવ્યો છે, ત્યારથી ફીને લઈને ક્યાંકને ક્યાંક અસમંજસતા જોવા મળી રહી છે. સ્કૂલો દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે, અને સરકાર દ્વારા ફીનો જે સ્લેબ નક્કી કરવામાં આવ્યો છે. તેના કરતા વધારે ફી લેવામા આવી રહી છે, ત્યારે અમદાવાદના ગોતા ખાતે આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં પણ મનફાવે તેમ ફી ઉધરાવવામાં આવી રહી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 9, 2019, 4:15 PM IST

અમદાવાદના ગોતા ખાતે આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મનફાવે તેમ ફી ઉગરાવવામાં આવી રહી છે તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. ગ્લોબલ સ્કૂલના વાલીઓએ આ અંગે અનેકવાર શિક્ષણ પ્રધાનને રજૂઆત પણ કરી તેમજ ટ્વીટર ઉપર પણ આ અંગે રજૂઆત કરી તેમ છતાં સ્કૂલ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. આ ઉપરાંત જે વાલીઓએ સ્કૂલ દ્વારા માંગવામાં આવેલ ફી ભરી ન હતી, તેવા બાળકોને સ્કૂલ દ્વારા એક રૂમમાં પુરી દઈ પંખા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા. આવા આક્ષેપો પણ બાળકો અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. ત્રાસી ચૂકેલા વાલીઓ બાળકો સાથે ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવા પહોંચ્યા હતા, પણ ત્યાં પણ તેમને નિરાશાનો સામનો કરવો પડ્યો હતો.

ફી વધારતા વાલીઓમાં રોષ

CMને મળવા આવેલ વાલીઓને કમલમ ખાતે બંદોબસ્ત માટે હાજર રહેલી પોલીસ દ્વારા કમલમની બહાર મોકલવામાં આવ્યા હતા. જેથી તેઓ મુખ્ય પ્રધાન વિજય રુપાણીને મળી શક્યા ન હતા. CMની નજરમાં આ વાત આવતા જ CM દ્વારા પ્રવકતા ભરત પંડ્યાને વાલીઓને મળવા જણાવાયું હતું. જેથી ભરત પંડયા વાલીઓને મળ્યાં અને તેમની રજુઆત સાંભળી હતી. ત્યાર બાદ ભરત પંડયા દ્વારા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહને ટેલિફોનિક વાત કરી વાલીઓને આવતી કાલનો સમય લઈને શિક્ષણ પ્રધાન સમક્ષ રજુઆત કરવા કહેવામાં આવ્યું હતું.

R_GJ_AMD_02_09_APRIL_2019_GLOBAL_SCHOOL_VALI_RAJUAAT_STORY_YASH_UPADHYAY_AMD

ગુજરાતમાં એફ આર સી નો જ્યારથી કાયદો લાવવામાં આવ્યો ત્યારથી ફી ને લઈને ક્યાંક ને ક્યાંક અસમંજસતા જોવા મળી રહી છે.....સ્કૂલો દ્વારા પોતાની મનમાની કરવામાં આવી રહી છે અને સરકાર દ્વારા ફી નો જે સ્લેબ નાક્કી કરવામાં આવ્યો છે તેના કરતા વધારે ફી સ્કૂલો દ્વારા ઉગરાવવામાં આવી રહી છે.....

અમદાવાદના ગોતા ખાતે આવેલી ગ્લોબલ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા મનફાવે તેમ ફી ઉગરાવવામાં આવી રહી છે તેવો વાલીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.....ત્યારે ગ્લોબલ સ્કૂલના વાલીઓએ આ અંગે અનેકવાર શિક્ષણ પ્રધાન ને રજૂઆત પણ કરી તેમજ ટ્વીટર ઉપર પણ આ અંગે રજૂઆત કરી તેમ છતાં સ્કૂલ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી આ ઉપરાંત જે વાલીઓએ સ્કૂલ દ્વારા માંગવામાં આવેલ ફી ભરી ન હતી તેવા બાળકોને સ્કૂલ દ્વારા  એક રૂમ માં પુરી દઈ પંખા પણ બંધ કરી દેવામાં આવ્યા હતા આવા આક્ષેપો પણ બાળકો અને વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા.... જે ને લઈને ત્રાસી ચૂકેલા વાલીઓ બાળકો સાથે ભાજપ કાર્યાલય કમલમ ખાતે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીને રજૂઆત કરવા પહોંચ્યા હતા પણ ત્યાં પણ તેમને નિરાશા નો સામનો કરવો પડ્યો હતો....

સી એમ ને મળવા આવેલ વાલીઓ ને કમલમ ખાતે બંદોબસ્ત માટે હાજર રહેલી પોલીસ દ્વારા કમલમ બહાર મોકલવામાં આવ્યા હતા જેથી તેવો મુખ્ય પ્રધાન વિજય રૃપાણી ને મળી શક્યા ન હતા પણ સી એમ ની નજરમાં આવતા સી એમ દ્વારા પ્રવકતા ભરત પંડ્યાને વાલીઓ ને મળવા જણાવ્યુ હતું જેથી ભરત પંડયા વાલીઓને મળ્યાં અને તેમની રજુઆત સાંભળી હતી ત્યાર બાદ ભરત પંડયા દ્વારા શિક્ષણ પ્રધાન ભુપેન્દ્ર સિંહ ને ટેલિફોનિક વાત કરી વાલીઓને આવતી કાલ નો સમય લઈ ને શિક્ષણ પ્રધાન સમક્ષ રજુઆત કરવા કહેવામાં આવ્યું હતું   

હવે આવતી કાલે શિક્ષણ પ્રધાન ને મળ્યા બાદ શું નિરાકરણ આવે છે તે તો આવનાર સમય જ બતાવશે......સાથે વાલીઓનો પ્રશ્ન એ પણ છે કે આવી સ્કૂલો સામે કોઈ પગલાં ભરવામાં આવશે કે કેમ ?   

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.