અમદાવાદઃ જિલ્લાના ધોલેરા ખાતે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે. તે વિસ્તારમાં ખેડૂતોને કોઈ પણ જાણ કે નોટિસ આપ્યા વિના L એન્ડ T કંપનીએ ખેડૂતોના ઉભા પાકને નુકસાન કરી રોડ અને ગટરનું કામ ચાલુ કર્યું છે. ત્યારે ધોલેરા સરના ખેડૂતોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે. જો કે, આ કામ પહેલા ફેન્સીંગ તારની વાડને દુરસ્ત કરવામાં આવી હતી, અને પોલીસ પ્રોટેક્શન દ્વારા કામ હાથ ધરવામાં આવ્યું છે. ખેડૂતોને આ વાતની જાણ રવિવારના રોજ થતા તેમણે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું.
![ધોલેરા સર ખાતે કાર્યરત L&T કંપની દ્વારા ઉભા પાકને નાશ કરતા ખેડૂતોમાં રોષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-01-story-slug-photo-story-gj10035_11102020132113_1110f_1602402673_73.png)
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે કેન્દ્ર અને રાજ્ય સરકારે ખેડૂતોને કોઈપણ જાણ કે નોટિસ આપ્યા વિના કામ ચાલુ કરી દીધું છે. ત્યારે ખેડૂતો કહે છે કે અમારો પ્રશ્ન હાઈકોર્ટમાં પડતર છે. છતા યોગ્ય નિકાલ આવ્યા વિના ધોલેરા સર ખાતે સર્વે નંબર 18થી રોડ અને ગટરનું કામ કરી રહેલ L એન્ડ T કંપની કેવી રીતે કામગીરી કરી શકે છે.
![ધોલેરા સર ખાતે કાર્યરત L&T કંપની દ્વારા ઉભા પાકને નાશ કરતા ખેડૂતોમાં રોષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-01-story-slug-photo-story-gj10035_11102020132113_1110f_1602402673_367.png)
આ અંગે ખેડૂતોનો પ્રશ્નો હાઈકોર્ટમાં પડતર છે, છતા L એન્ડ T કંપની કેવી રીતે કામગીરી કરે છે? તે અંગે એક યક્ષ પ્રશ્ન બની રહ્યો છે. સરકાર એકબાજુ ખેડૂતોને પગલે સરાહનીય વાત કરે છે તો બીજી બાજુ સતત અવગણના કરવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતો કહે છે કે 'જાન દેંગે મગર જમીન નહીં દેંગે', જય જવાન જય કિસાનના નારા સાથે ખેડૂતો ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. જો ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્ને યોગ્ય હકારાત્મક નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ખેડૂતોએ આંદોલન કરવા ચીમકી આપી રહ્યા છે.
![ધોલેરા સર ખાતે કાર્યરત L&T કંપની દ્વારા ઉભા પાકને નાશ કરતા ખેડૂતોમાં રોષ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-ahd-01-story-slug-photo-story-gj10035_11102020132113_1110f_1602402673_729.png)