ફેની વાવાઝોડાને કારણે અનેક લોકોના સ્થળાંતર કરવામાં આવ્યું છે. અત્યારે ઓડિશા, આંધ્ર પ્રદેશ અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારની સ્થિતિને ધ્યાનમાં રાખીને રેલ્વે અને હવાઇમાર્ગ ખોરવાયો છે જેને પગલે કેટલીક ટ્રેનો અને વિમાનો રદ કરવાનો નિર્ણય કર્યો છે. આગામી 4 દિવસ સુધી હજુ પ્રશાસને રદ કરવાનો નિર્ણય કર્યો છે.
ટ્રેન અને વિમાની સેવા રદ થવાના કારણે ગુજરાતમાંથી ફરવા જનારા ટુરિસ્ટરોએ વેકેશનના સમયમાં હેરાન થવાનો વારો આવ્યો છે. કેટલાક લોકોએ અગાઉથી નક્કી કર્યા મુજબ વેકેશનમાં ઓડિશા, આંધ્ર પ્રદેશ તથા પશ્ચિમ બંગાળ ફરવા જવાનું નક્કી કર્યું હતું તેમને વાતાવરણને ધ્યાનમાં રાખીને રદ કરવું પડ્યું છે. અંદાજિત 1500 જેટલા ટુરિસ્ટરોએ પોતાની ટુર કેન્સલ કરવી પડી છે. પ્રશાસન દ્વારા પર્યટકોની અને મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે.