ડૉ. સુધીર શાહની આ લાઈબ્રેરીમાં ધ્યાન ઉપરના 250 પુસ્તકો, મૃત્યુ ઉપરના આશરે 25 પુસ્તકો, આયુર્વેદના 30 મોટા ગ્રંથો, જૈન ધર્મના આશરે 1000 પુસ્તકો આવેલા છે. ડૉ. સુધીર શાહના પરિવારમાં તેમના પત્ની ચેતનાબેન તથા બે દીકરીઓ પણ ડૉક્ટર છે., તે બધા દરરોજ નિયમિત પુસ્તકોનું વાંચન કરે છે. તે લોકોનું માનવું છે કે, પુસ્તકોથી તેમનું ખૂબ ઘડતર થયું છે. તેમને પુસ્તકોમાંથી જીવન સંબંધી માર્ગદર્શન ખૂબ જ મળ્યું છે. તેમનું કહેવુ છે કે, આ માટે તેઓતેમના પિતા અને દાદાના તેઓ ઋણી છે કે, જેના લીધે તેમને વાંચનનો અને પુસ્તકોનો વારસો મળ્યો છે.
પુસ્તકો તે જ મનુષ્યના સાચા મિત્રો છે માર્ગદર્શક છે અને ગુરુ સમાન છે. એક સારુ પુસ્તક આખા જીવનની દિશા બદલી શકે છે. ડૉક્ટર સુધીર બહુમુખી પ્રતિભા ધરાવે છે. તેઓ એક સારા વક્તા, ગાયક, સંગીતના જાણકાર અને એક સારા લેખક પણ છે. તેમણે 8 પુસ્તકો મેડિકલ ક્ષેત્રમાં લખ્યાં છે. એક પુસ્તક ધ્યાન ઉપર લખ્યું છે અને હવે એક પુસ્તક હેપીનેસ ઉપર લખી રહ્યા છે.