ETV Bharat / state

Fake PMO official Kiran Patel: વૈભવી ગાડીઓમાં ફરનારો મહાઠગ કિરણ પટેલ ક્રાઈમ બ્રાન્ચમાં આવતા ઘૂંટડીયે બેસ્યો, સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી - Gujarat Police Takes Custody of Kiran Patel

જમ્મુ કશ્મીરમાં આર્મી જવાનો સાથે ફરીને રોફ જમાવતો કિરણ ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં આવી ગયો. કાશ્મીરની ખુલ્લી હવામાં ઊડતો મહાઠગ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના હાથમાં આવતાં ઘૂંટણીએ પડ્યો છે. આરોપીને તેનો અસલી ચહેરો બતાવવા તેને હવાઈ મારફતે નહિ પણ સરકારી ગાડીમાં 36 કલાકની મુસાફરી કરીને લવાયો છે.

fake-pmo-official-kiran-patel-as-gujarat-police-takes-custody-of-kiran-patel

author img

By

Published : Apr 8, 2023, 4:20 PM IST

સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલને લઈને ક્રાઈમ બ્રાન્ચની ટીમ શુક્રવારે મોડી રાત્રે અમદાવાદ આવી પહોંચી હતી. પૂર્વ પ્રધાનના ભાઈનો શીલજનો 15 કરોડનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરનારા કિરણ પટેલ અને તેની પત્ની માલિનીએ નકલી ડોક્યુમેન્ટ્સ ઊભા કર્યા હતા. એમાં ક્રાઇમ બ્રાન્ચે અગાઉ માલિનીની ધરપકડ કરી હતી. જ્યારે કિરણ પટેલને જમ્મુ-કાશ્મીર પોલીસ પાસેથી ટ્રાન્સફર વોરંટના આધારે અમદાવાદ લવાયો હતો. હવે ક્રાઈમ બ્રાન્ચ ઠગ કિરણ પટેલને કોર્ટમાં રજૂ કરી 14 દિવસના રિમાન્ડ માગશે. 22 માર્ચ 2023ના રોજ ફરિયાદી જગદીશ ચાવડાએ આપેલી છેતરપિંડીની ફરિયાદમાં હાલ કિરણની ધરપકડ કરાઈ છે.

સિંહની જેમ ફરનાર હવે બની ગયો બિલાડી: કિરણ પટેલ એક બે વાર નહિ પણ ચારેક વાર કશ્મીર જઈ ચુક્યો હોવાનું સામે આવતા તેની સાથે અન્ય કોણ કોણ હતું તેની તપાસ કરાશે. કિરણ પટેલ PMO ના અધિકારી તરીકે ઓળખ આપતો હોવાના મામલે અન્ય કોઈ અરજી કે ફરિયાદ આવશે તો તે પણ લઈ હવે કાર્યવાહી કરાશે. સાથે જ કિરણ પટેલના સોશિયલ મીડિયાથી લઈ એની ડિગ્રીથી લઈ એની પ્રોપર્ટી તમામની તપાસ કરાશે. કિરણ તેના નામની આગળ ડોક્ટર પણ લખાવતો હતો, તે બાબતે તપાસ કરતા એ કોમ્પ્યુટર એન્જિનિયર હોવાનું જણાવી તે એક એડ કંપનીમાં પણ કામ કરતો હોવાનું જણાવતા તેની પણ તપાસ કરાશે. જો તેની કોઈ ડિગ્રી ખોટી હશે તો એના વિરૂદ્ધ અલગથી ગુના દાખલ કરવામાં આવશે.

આ પણ વાંચો Fake PMO Kiran Patel Case: પાંચ મોટા ગુના અંતર્ગત કિરણ પટેલની થશે તપાસ

તપાસના ધમધમાટ: આરોપીએ બીજી કઈ કઈ જગ્યાએ ગુનો કર્યા છે, જે બંગ્લો પચાવી પાડ્યો છે તેમાં તેને શું શું કર્યું હતું? કેવી રીતે પચાવી પાડ્યો? તેના પૈસા ક્યાંથી આવ્યા? તેમાં 35 લાખ છે, જે ફરિયાદી પાસે લીધા છે, એનો ક્યાં-ક્યાં ઉપયોગ કર્યો છે? સાથે જ એને જે ખોટી ઓળખાણ આપી છે. એને શું શું આધાર પૂરાવા, ખાટો આધાર પૂરાવા ભેગા કર્યા છે? તે તમામ બાબત ની હાલ તપાસ કરાશે. કિરણ પટેલની પત્ની માલિનીએ પોતે ભાગીદાર હોવાનું જણાવ્યું તે બાબતના રોલ પણ આઇડેન્ટિફાઈ કરાશે. મહાઠગ કિરણ પટેલના રિમાન્ડ પૂર્ણ થયા બાદ તેને પરત કાશ્મીર પોલીસને પણ કબજો સોંપવામાં આવશે અનેક લોકો સામે રોફ જમાવનાર અને એક સમયે મર્સિડીઝ અને ઓડી જેવી લક્ઝુરિયસ કારમાં ફરતા કિરણ પટેલને પોલીસના ડબ્બામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ લઈને આવ્યો હતો. ત્યારે હાલ તો તેના ચહેરા પરનો નૂર માયુસીમાં ફેરવાઈ ગયો છે.

આ પણ વાંચો Maharashtra Politics: 'અજીત દાદા નોટ રિચેબલ'ની અફવાનું પવારે કર્યું ખંડન, કહ્યું- તબિયત અસ્વસ્થ હતી

અન્ય ગુના પણ થઇ શકે છે દાખલ: આ અંગે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના DCP ચૈતન્ય મંડલીકે જણાવ્યું હતું કે કિરણ પટેલના રિમાન્ડ મેળવી અલગ અલગ બાબતો પર તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે અને જ્યાં જરૂર લાગશે ત્યાં તેની સામે અન્ય ગુના પણ દાખલ કરવામાં આવશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.