ETV Bharat / state

Fake Pmo Officer: PMOનો અધિકારી બની કાશ્મીરમાં કળા કરનાર ક્રાઈમ બ્રાન્ચની કાળકોઠરીમાં, કોણ છે માસ્ટર માઇન્ડ?

જમ્મુ કાશ્મીરમાં પીએમઓના અધિકારી હોવાનું કહ્યું સુરક્ષા કવચ ભોગવનાર મહાઠગ કિરણ પટેલ હવે અમદાવાદની ક્રાઈમ બ્રાન્ચમાં ગુનાઓનો હિસાબ કિતાબ આપશે. કિરણ પટેલને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં લેવામાં આવશે એ પછી બીજી પૂછપરછ શરૂ થશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ રિમાન્ડ માટેની કાયદાકીય મંજૂરી બાદ આ કેસમાં કેટલા ચૂકવવાના ખુલાસો થશે. તપાસ એજન્સી જુદાજુદા પાસા ઉપર ઊંડી તપાસ કરીને મોટો પ્લાન ઉઘાડો પાડી શકે છે.

કિરણ પટેલને લાવી ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રિમાન્ડ મેળવી અનેક મુદ્દાઓ પર પૂછપરછ હાથ ધરાશે

author img

By

Published : Apr 4, 2023, 12:48 PM IST

અમદાવાદ: પીએમઓના ડાયરેક્ટર બનીને વીવીઆઈપી મહેમાનગતિ માણનાર કિરણ પટેલ હવે ક્રાઈમ બ્રાન્ચમાં પોતાના કરેલા પાપનો ઘડો ફોડશે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં એને લાવીને કાયદેસરની કામગીરી કરાશે. કિરણ પટેલ સાથે રહેલા એના સાગરિતો પણ કાયદાના રડારમાં આવી ચૂક્યા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ તેની આખરી પૂછપરછ કરીને આ કેસના સંબંધિત વધુ ખુલાસાઓ કરી શકે છે.

ગુનો દાખલ: મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચમાં પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવી હતી. જેમાં શીલજ ખાતે આવેલો તેઓનો કરોડોનો બંગલો રીનોવેશનના નામે લઈને લાખો રૂપિયા ફરિયાદી પાસે લીધા બાદ તે બંગલો પોતાનો હોય તેમ બંગલાની બહાર પોતાની નેમ પ્લેટ લગાવી હતી. અને વાસ્તુ પૂજા કરી તેનું આમંત્રણ કાર્ડ છપાવી લોકોને આપી ફરિયાદીનો બંગલો પોતાનો હોવાનો દાવો કરવા મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ: મહાઠગ કિરણ પટેલ છેલ્લા અમુક મહિનાઓથી જમ્મુ કાશ્મીરમાં આંટાફેરા કરી રહ્યો હતો. પોતે પ્રધાનમંત્રી કાર્યાલયમાં ડાયરેક્ટર જેવા ઉંચા હોદા ઉપર હોવાની ઓળખાણ આપી જમ્મુ કાશ્મીરના ઉચ્ચ અધિકારીઓ તેમજ અલગ અલગ વેપારીઓ સાથે મીટીંગો કરી હતી. તેમજ IAS IPS અધિકારીઓ સાથે પણ બેઠકો કરીને અલગ અલગ પ્રોજેક્ટ અંગે મોટી મોટી વાતો કરી હતી. જોકે ગુપ્તચર એજન્સીના અહેવાલ બાદ જમ્મુ કાશ્મીર પોલીસને જાણ થઈ હતી કે કિરણ પટેલ કોઈપણ સરકારી કચેરી સાથે સંકળાયેલો નથી અને તે બોગસ સરકારી અધિકારી બનીને વૈભવી સુવિધાઓ મેળવી રહ્યો છે. જેથી તેની સામે ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી હતી અને હાલ તે જમ્મુ કાશ્મીરની જેલમાં બંધ છે.

આ પણ વાંચો Ahmedabad Crime : ઉછીના પૈસા પરત માંગતા શખ્સે વેપારી પર જાનથી મારી નાખવાનો કર્યો પ્રયાસ, જૂઓ CCTV

ગુનેનારનું જીવન વિતાવશે: મહત્વનું છે કે રવિવારે જ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બાય રોડ જમ્મુ કશ્મીર ખાતે કિરણ પટેલની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરવા માટે અમદાવાદથી રવાના થઈ હતી. ત્યારે હાલ ક્રાઈમ બ્રાન્ચને ટીમ જમ્મુ કાશ્મીર ખાતે પહોંચી ગઈ છે. ટ્રાન્સફર વોરંટની તમામ પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ગણતરીના કલાકોમાં જમ્મુ કશ્મીરથી બાય રોડ અમદાવાદ આવવા માટે રવાના થશે. ગુરૂવાર સુધીમાં કિરણ પટેલ અમદાવાદ શહેરની ક્રાઈમ બ્રાન્ચ કચેરીમાં પહોંચી જશે. હવાઈ મુસાફરી, ફાઈવ સ્ટાર હોટલમાં રોકાણ અને બુલેટ પ્રુફ ગાડીમાં ફરનાર કિરણ પટેલ હવે પોલીસની ગાડીમાં મુસાફરી, જેલની કોઠરીમાં રોકાણ કરી ગુનેનારનું જીવન વિતાવશે.

આ મુદ્દાઓ પર કિરણ પટેલની તપાસ: શીલજનો બંગલો પચાવી પાડવાનો પ્રયાસ કરવા મામલે, મણિનગરમાં સરકારી આઈકાર્ડ બનાવવા અંગે, નરોડામાં નોંધાયેલા છેતરપીંડીના ગુના મામલે, વડોદરામાં ગરબા આયોજનના નામે, ઠગાઈ મામલે, ઘોડાસરના મકાન માલિકને 4 વર્ષનું ભાડુ ન આપી છેતરપીંડી કરવા અંગે તપાસ થઇ શકે છે. આ ઉપરાંત બાયડમાં થયેલી છેતરપીંડી મામલે આગામી દિવસોમાં કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ સામે અન્ય ફરિયાદ પણ નોંધાઈ શકે છે. તેવામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ખાતે કિરણ પટેલને લાવીને કોર્ટમાં રજૂ કરી 15 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવશે. રિમાન્ડ દરમિયાન તેણે કરેલી ઠગાઈ મામલે તેણે કોની કોની મદદ લીધી, અન્ય કોઈ સાથે ઠગાઈ કરી છે કે કેમ તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Ahmedabad Crime : ઈલેક્ટ્રીક વાયરની ચોરી કરવાની ટ્રિક જાણીને પોલીસ ચોંકી ઉઠી

માલિની પટેલની ધરપકડ: કિરણ પટેલની ક્રાઈમ પાર્ટનર માલીની પટેલને ક્રાઈમ બ્રાન્ચે ઝડપીને રિમાન્ડ મેળવ્યા હતા. જે રિમાન્ડ પૂર્ણ થતા હાલ તેને અમદાવાદની સાબરમતી મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવી છે. તેવામાં આગામી દિવસોમાં જમ્મુ કાશ્મીર પોલીસ પણ ટ્રાન્સફર વોરંટી માલિની પટેલની ધરપકડ કરશે. માલીની પટેલ કિરણ પટેલ સાથે જમ્મુ કાશ્મીરમાં અવારનવાર ગઈ હતી. તેની સામે પણ ત્યાં ગુનો દાખલ થયો હોવાના કારણે જમ્મુ કાશ્મીર પોલીસ તેની આખરી પૂછપરછ કરશે.જે આગામી દિવસોમાં હાથ ધરાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.