ETV Bharat / state

FAAએ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ ખોલવા હાઇકોર્ટમાં PIL દાખલ કરી

ગુજરાતના ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશન (FAA)એ રાજ્યમાં શૈક્ષણિક સંસ્થાઓ ખોલવાની માગ સાથે હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી છે. FAAના વકીલ જુહી તલાટીએ યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજ્ય સરકાર સમક્ષ દાખલ કરાયેલી PIL અંગે જાણકારી આપી હતી.

PIL
PIL
author img

By

Published : Sep 6, 2020, 2:01 PM IST

અમદાવાદઃ ફેડરેશન ઓફ એકેડેમીક એસોસિએશન ગુજરાતની 20,000થી વધુ શૈક્ષણિક સંસ્થાઓ તથા નાના-મધ્યમ કોચિંગ ક્લાસિસનું પ્રતિનિધિત્વ કરે છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, મહેસાણા, વલસાડ, ભરૂચ, જામનગર, હિંમતનગર સહિતના અન્ય શહેરોન શૈક્ષણિક મંડળોએ પણ FAAનું સભ્યપદ પ્રાપ્ત કર્યું છે. FAA ગુજરાતના શૈક્ષણિક સમૂહોના ઉત્કર્ષ માટે નિરંતર સેવાઓ પ્રદાન કરે છે. તથા તમામ પ્રકારના સામાજિક કાર્યોમાં પણ કાર્યરત છે. ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ માટે તે વિનામૂલ્યે શિક્ષણ પણ ઓફર કરે છે. 10 લાખથી વધુ પરિવારોની પ્રત્યક્ષ-પરોક્ષ આજીવિકા FAA સાથે સંકળાયેલી અથવા તેના ઉપર નિર્ભર છે.

કોરોના મહામારીને કારણે શૈક્ષણિક સંસ્થાઓ ખોલવા અંગે પ્રવર્તતી અનિશ્ચિતતાઓ અંગે હાઇકોર્ટમાં વકીલ જુહી તલાટીએ દાખલ કરેલી અરજીમાં શૈક્ષણિક સંસ્થાઓ પુનઃશરૂ કરવાની મંજૂરી આપવા વિનંતી કરાઇ છે. કારણકે રાજ્યમાં પહેલેથી જ અન્ય બિઝનેસ કાર્યરત થઇ ગયાં છે.

FAAએ શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ ખોલવા હાઇકોર્ટમાં PIL અરજી કરી દાખલ

આ અંગે જુહી તલાટીએ જણાવ્યું હતું કે, મહામારીના મુશ્કેલ સમયમાં આપણે વિદ્યાર્થીઓને માર્ગ ઉપર ફરવા અને કેફેમાં બેસવાની મંજૂરી આપીએ છીએ. તો શિક્ષણ ઉપર નિયંત્રણો કેમ? આપણા જીડીપીની માફક ભવિષ્ય પણ નબળું પડશે તેવી સ્થિતિમાં આપણે પુનઃવિચાર કરવો જરૂરી છે.

જાહેર હિતની અરજી વિશે માહિતી આપતાં FAA ગુજરાતના પ્રેસિડેન્ટ વિજય મારૂએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તમામ બિઝનેસ ધીમે-ધીમે કાર્યરત થયાં છે. ત્યારે સરકાર માત્ર શૈક્ષણિક સંસ્થાઓ અને કોચિંગ ક્લાસિસ શરૂ કરવાના જ વિરોધમાં છે. અમે સરકારને વિદ્યાર્થીઓના ભવિષ્યને જોતાં પુનઃવિચાર કરવા ઘણીવાર વિનંતી કરી છે, પરંતુ સરકાર તરફથી કોઇપણ પ્રતિસાદ ન મળતાં અમે PIL કરવાનો નિર્ણય કર્યો છે.

FAA ગુજરાતના મીડિયા સલાહકાર હેમાંગ રાવલે જણાવ્યું હતું કે, લોકડાઉનને કારણે છેલ્લાં છ મહિનામાં કોચિંગ ક્લાસિસની સ્થિતિ કપરી બની છે. તથા સંસ્થાઓના માલીકો પાસે કર્મચારીઓને પગાર ચૂકવવાના પણ નાણા નથી. તેના કારણે છેલ્લાં કેટલાંક દિવસોમાં ઘણાં લોકોને આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. વિરોધપક્ષોની માગ પહેલાંથી અમે કોચિંગ ક્લાસિસ ખોલવા બાબતે મુખ્યપ્રધાન, શિક્ષણ પ્રધાન જિલ્લા કલેક્ટર અને કમિશનર ઓફ પોલીસને વિનંતી કરી છે, પરંતુ અમને કોઇ સહયોગ મળ્યો નથી. આથી આખરે અમે ન્યાય મેળવવા હાઇકોર્ટમાં અરજી કરવાનો નિર્ણય કર્યો છે. અને અમને ન્યાય મળવાની આશા છે. અમે ખાતરી આપીએ છીએ કે સરકારના કોવિડ-19 સંબંધિત તમામ નિયમો અને દિશાનિર્દેશોનું અમે સખ્તાઇથી પાલન કરીશું.

FAAના વાઇસ પ્રેસિડેન્ટ રાજેન્દ્ર ઠક્કરે ઉમેર્યું હતું કે, અમને સરકાર તરફથી કોઇપણ સહયોગ મળ્યો નથી. અમે આત્મનિર્ભર હોવાની સાથે-સાથે લોકોને રોજગાર પણ પ્રદાન કરીએ છીએ.”

જનરલ સેક્રેટરી પ્રકાશ કરમચંદાનીએ જણાવ્યું હતું કે, અમે ઇન્કમટેક્સ, જીએસટી સહિતના તમામ ટેક્સ ચૂકવીએ છીએ. કોચિંગ ઇન્ડસ્ટ્રી વાણિજ્યિક પ્રવૃત્તિ છે ત્યારે સરકાર અમારા ઉપર ધ્યાન આપે તે જરૂરી છે.

આ કાર્યક્રમમાં ઝંકૃત આચાર્ય, સમીર દુર્વે, મિલન શાહ, એસ.આઇ. ત્રિવેદી પણ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.