અમદાવાદ : TMC સાંસદ મહુઆ મોઇત્રા કરેલા નિવેદનથી જૈન સમાજમાં ભારે આક્રોશ (Outrage in Jains over TMC MP Statement) જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં જૈન સમાજ દ્વારા કલેકટરને આવેદન આપવામાં આવ્યું છે કે, TMC ના સાંસદ મહુઆ મોઇત્રા જો જાહેરમાં માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલનની (Movement of Jain Community in Ahmedabad) ચીમકી આપવામાં આવી છે.
કોઈપણ ધર્મ વિશે નું અપમાન ન કરે તેવી માંગણી
ભારતની લોકસભાના TMC સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદનથી (Statement by TMC MP Mahua Moitra) જૈન યુવાઓ પર આપતીજનક અને નિમ્નકક્ષાના, બેજવાબદાર કરેલા નિવેદનોથી જૈનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે ભવિષ્યમાં કોઈ પણ રાજકીય પક્ષ પોતાના હિત સાધવા સંસદ જેવા લોકશાહીના પવિત્ર મંદિરનો ઉપયોગ કરી કોઈપણ ધર્મ વિશે નું અપમાન ન કરે તેવી માંગણી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ તૃણમુલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાના નિવેદન સામે જૈન સમાજમાં રોષ, સમાજની માફીની માંગ
જૈનોને લગતી અભદ્ર ટિપ્પણી દૂર કરે
જૈન સમાજના આગેવાનો દ્વારા કલેકટર કચેરી ખાતે ભારે સૂત્રોચ્ચાર (Ahmedabad Collector Jain Samaj) કર્યા હતા. આ ઉપરાંત જાહેરમાં માફી માંગે અને સંસદના સ્પીકર લોકસભામાં જૈનોને લગતી આવી અભદ્ર ટિપ્પણી દૂર કરવામાં આવે તેવા નિવેદન સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ TMCના સાંસદ મહુઆ મોઈત્રાના નિવેદનને લઈ સુરત જૈન સમાજ દ્વારા કલેકટર કચેરીએ રજૂઆત કરી