અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરે (પશ્ચિમ) અશાંતધારા 1991ના સેક્શન 5 A અને ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમમુવેબલ પ્રોપર્ટીના 9 A મુજબ પાલડી વર્ષા ફલેટ ખરીદનાર 10 જેટલા લોકો વિરૂદ્ધ 13મી જુલાઈના પાલડી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ દાખલ કરવામાં આવી હતી. પાલડી ઈન-ચાર્જ સર્કલ તરીકે કામ કરતા દેવેન્દ્ર શાહ દ્વારા ડેપ્યુટી કલેક્ટરના આદેશથી પોલીસ ફરિયાદ દાખલ કરાવામાં આવી હતી. પોલીસ ફરિયાદ અને ધરપકડ અટકાવવા 10 જેટલા અરજદાર દ્વારા હાઈકોર્ટમા રિટ દાખલ કરવામાં આવી હતી.
અરજદાર વતી વકીલ મોંહમદ હકીમે કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી કે, પાલડી વર્ષા ફલેટ મુદ્દે ખરીદનાર અને વેચનાર વચ્ચેના વેંચાણ કરારને રદ કરતા અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરના આદેશ પરની અપિલ હજી સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં(SSRD)પેન્ડિગ હોવાથી ફલેટ ખરીદનાર લોકો વિરૂધ પોલીસ ફરિયાદ કે તેમની ધરપકડ કરી શકાય નહિ. ફલેટ ખરીદનાર અને વેંચનાર વચ્ચે સર્વસંમતિ અને યોગ્ય બજારભાવે કરાર હોવા છતાં ડેપ્યુટી કલેક્ટરે કેટલાક અસામાજીક તત્વોના આદેશથી કરાર રદ્દ કર્યો હતો. જેની અપિલ (SSRD)સમક્ષ પેન્ડિંગ હોવાથી ધરપકડ કે ફરિયાદનો સવાલ થતો જ નથી.પાલડી વર્ષા ફલેટમાં કુલ 56 ફલેટ આવેલા છે. જે પૈકી 13ની અશાંતધારાના કાયદા પ્રમાણે અગાઉથી પરવાનગી ન લેવામાં આવી હોવાની સપષ્ટતા પણ કરી હતી.
- પાલડી વર્ષા ફલેટ મુદ્દે હાઈકોર્ટમાં અગાઉ થયેલી સુનાવણીની વિગતો આ પ્રમાણે છે...
ઉલ્લેખનીય છે કે અગાઉ હાઈકોર્ટના જજ એ.વાય. કોગ્જે પણ અશાંતધારા સાથે સંકળાયેલી પાલડી વર્ષા ફલેટના વેંચાણ કરારને રદ્દ કરતા અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરના આદેશ પર અપિલ પેન્ડિંગ હોવાથી મુદ્દાના ગુણદોષમાં જવાનો ઇન્કાર કર્યો હતો.રિટનો સરકાર તરફથી એડીશનલ એડવોકેટ જનરલ પ્રકાશભાઇ જાનીએ સૈદ્ધાંતિક વિરોધ કરતાં જણાવ્યું હતું કે,આ વિસ્તાર અશાંતધારા હેઠળ આવે છે. વિવાદીત ફ્લેટ માટે કલેક્ટરની પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હતી. જે કોઇ ખરીદ-વેચાણ થયા છે તે સ્વૈચ્છાથી થયા છે. જેના કોઇ પુરાવા નથી.અરજદારની આ સમગ્ર મામલે એવી રજૂઆત હતી કે,બે મુદ્દા સમગ્ર પ્રકરણમાં મહત્ત્વના છે કે ખરીદ-વેચાણ સ્વૈચ્છાએ થયા છે કે કેમ, અને વેચાણકર્તાને યોગ્ય બજારભાવ મળ્યો છે કે કેમ, જ્યારે વેચનાર અને ખરીદનાર બંનેની ઇચ્છા હોય અને તેમણે તંત્ર પાસેથી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી હોય ત્યારે થર્ડ પાર્ટી તરીકે રાજ્ય સરકારે તેમાં હસ્તક્ષેપ કરવાનો કોઇ પ્રશ્ન રહેતો નથી.
આ ઉપરાંત આ વિસ્તારના ઇતિહાસને ટાંકતા અરજદારોએ અશાંત ધારાના કાયદાના અમલીકરણ ઉપર પણ પ્રશ્ન ઉઠાવ્યા હતા. જો કે, હાઇકોર્ટે અરજદારોની દાદ મંજૂર નહીં કરતાં રિટનો નિકાલ કર્યો હતો.અરજદારના વકીલે જણાવ્યું કે, જ્યારે અમદાવાદ ડેપ્યુટી કલેક્ટરે આદેશ આપીને અમારા વેંચાણ કરારને રદ્દ જાહેર કર્યો હતો, ત્યારે અમે સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટમાં તેને પડકારતી અરજી કરી હતી.જે બાદ મનાઈ હુકમને સ્ટે કરી દેવામાં આવ્યો હતો.ત્યારબાદ સ્પેશયલ સેક્રેટરી રિવેન્યુ ડિપાર્ટમેન્ટે અમારી અપિલને ડિસ્પોઝ જાહેર કરતા અમે હાઈકોર્ટમાં અપિલ કરી હતી.. જો કે SSRDએ હાઈકોર્ટમાં જણાવ્યું કે અમે ભુલથી અરજી ડિસ્પોઝ બતાવી દીધી છે જો કે હજી પણ આ કેસ પેન્ડિંગ છે. કોઈ પણ કરારમાં ખરીદનાર અને વેચનારની સંમતિ અને પુરતો ભાવ આપવામાં આવે જરૂરી છે જો કે કેસમાં બંને શર્તનું પાલન થયા હોવા છતાં વેંચાણ કરારને રદ કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો.
અગાઉ ડેપ્યુટી કલેક્ટર પાસે રેટ્રોસ્પેકટિવ પરવાનગી ન આપતા હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેમાં સુનાવણી પૂર્ણ થતાં અગામી દિવસોમાં કોર્ટ ચુકાદો આપે એવી શક્યતા વ્યકત કરવામાં આવી રહી છે.અંશાતધારાના કાયદા 1991 પ્રમાણે કેટલાક સંવેદનશીલ વિસ્તારમાં એક ધર્મના લોકો અન્ય ધર્મના લોકોને મકાન કે સંપતિ વહેચી શકતા નથી. કાયદો અને વ્યવસ્થા જળવાય અને કોમી તંગદિલીન ઉભી ન થાય તેના માટે રાજ્ય સરકાર દ્વારા કાયદો ઘડવામાં આવ્યો હતો.