આજે પણ ધાર્મિકલાલ પંડ્યાના આખ્યાનમાં તેમના અવાજનો રણકો નવયુવાનને શરમાવે તેવો છે. હાલ 87 વર્ષની ઉંમરે પણ આખ્યાનનું રસપાન એટલી જ ભક્તિ અને શ્રદ્ધાથી કરે છે કે બસ તમે સાંભળ્યા જ કરો…
ધાર્મિકલાલ પંડ્યા મુળ વડોદરાના છે. તેમની માતાનું નામ શારદાબહેન અને પિતાનું નામ ચુનીલાલ ગોવિંદલાલ પંડ્યા છે. તેમનો જન્મ વડોદરામાં 11 ઓગસ્ટ 1932માં થયો હતો. ધાર્મિકલાલ પંડ્યાએ ખૂબ સંઘર્ષ વેઠીને તેમના પિતા ચુનીલાલ પંડ્યા પાસેથી આ માણભટ્ટની કળા શીખ્યા છે. તેઓ તેમના પિતાશ્રીને તેમને ગુરુ માને છે. તેમણે એવી કોઈ તાલીમ પણ મેળવી નથી. પ્રભુ કૃપાથી અને અભ્યાસથી તે માણ વગાડીને આખ્યાન તેમજ કથા કરી રહ્યા છે. ડિજિટલના યુગમાં નવયુવાનો કથા સાંભળવા આવે છે, તે જોઈને તેઓ હર્ષની લાગણી અનુભવે છે.
ધાર્મિકલાલ પંડ્યાને આખ્યાન રજૂ કરતા લાઈવ જોવા અને સાંભળવા એક લ્હાવો છે. તેઓ તાંબા અને કાંસામાંથી બનેલી ગાગર(માણ) પર આગળીઓ વડે સંગીત પ્રસ્તુત કરે છે અને સાથે તેઓ મુખે કથાનું રસપાન કરાવે છે. ત્યારે શ્રોતાગણ ભક્તિભાવ સાથે તેમાં ડૂબી જાય છે.
માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાના કહેવા પ્રમાણે માણભટ્ટની આ કળા વધુ પ્રચલીત થશે. આ કળા લુપ્ત થવાના આરે નથી. આવા આધુનિક વિચારો ધરાવતા માણભટ્ટ ધાર્મિકલાલ પંડ્યાની ETV Bharat સાથે ખાસ મુલાકાત...