ETV Bharat / state

છ મનપામાં કોની બનશે સરકાર જાણો ETV BHARATનો વિશેષ અહેવાલ - constituencies

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન પૂર્ણ થયું છે. ધારણા કરતાં આ વખતે ખૂબ ઓછુ મતદાન નોંધાયું છે. જે બાબત છ મહાનગરપાલિકાના ઉમેદવારો માટે અને તમામ રાજકીય પક્ષો માટે ચિંતાનો વિષય બન્યો છે. રાજકીય પક્ષો અને રાજકીય વિશ્લેષકો માથુ ખંજવાળી રહ્યાં છે કે, કોને ફાયદો કે કોને નુકસાન થશે? છ મનપામાં કોની બનશે સરકાર? જુઓ ETV BHARATનો વિશેષ અહેવાલ...

Election Civil Poll 2021
Election Civil Poll 2021
author img

By

Published : Feb 21, 2021, 9:17 PM IST

Updated : Feb 22, 2021, 11:21 AM IST

  • 6 મહાનગરપાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન
  • અમદાવાદમાં સૌથી ઓછું મતદાન
  • જામનગરમાં સૌથી વધું મતદાન

અમદાવાદ : સવારે 7 કલાકથી સાંજના 6 કલાક સુધી છ મહાનગરપાલિકામાં સરેરાશ 45.64 ટકા મતદાન થયું છે. 2015માં મહાનગરપાલિકામાં કુલ 46.50 ટકા મતદાન નોંધાયું હતું, જ્યારે 2010માં 44.12 ટકા મતદાન નોંધાયું હતું. ગત ટર્મ કરતાં આ વખતે 2021માં મતદાન ઓછું નોંધાયું છે. શહેરીજનો મતદાન કરવા આવતાં નથી, તેનો દાખલો છે. તેમાં પણ ઉચ્ચ અમીર વર્ગને સ્થાનિક સમસ્યાઓ નાની લાગે છે, જેથી તેમને મત આપતા નથી.

છ મનપામાં મતદાનની ટકાવારી

  • સરેરાશ મતદાન 45.64 ટકા
  • જામનગર - 53.64 ટકા
  • ભાવનગર - 49.47 ટકા
  • રાજકોટ - 50.75 ટકા
  • વડોદરા - 47.99 ટકા
  • સુરત - 45.51 ટકા
  • અમદાવાદ - 42.51 ટકા

ભાજપના ત્રણ નિયમોને કારણે ઓછુ મતદાન?

બીજી તરફ ભાજપે મ્યુનિસિપલ કોર્પોરેશનને ટિકિટ આપવામાં ત્રણ નિયમો નક્કી કર્યા હતા, જેમાં 60 વર્ષથી ઉપરનાને ટિકિટ નહીં, ત્રણ ટર્મ ચૂંટણી લડ્યા હોય તેને ટિકિટ નહીં, સગામાં કે પરિવારજનને ટિકિટ નહીં. ભાજપના આ ત્રણ નિયમોને કારણે કોર્પોરેટર(કાઉન્સલર) તરીકે તદ્દન નવા ચહેરા આવ્યા, જેને ટિકિટ નથી મળી તેવા સિનિયર કોર્પોરેટર્સ નિષ્ક્રિય રહ્યા હતા. ભાજપનો મોટાભાગનો કાર્યકર વર્ગ નવા નિયમોને કારણે નારાજ જોવા મળ્યો હતો. જે કારણે ભાજપ મતદારોને મતદાન મથક સુધી લાવવામાં સફળ રહ્યો નથી. હા બીજુ અતિમહત્વનું પરિબળ એ કે, પેજ કમિટીઓ બનાવ્યાં બાદ પણ ભાજપ મતદારોને બૂથ પર મતદાન કરવા લાવવામાં નિષ્ફળ નિવડી છે. તેની અસર મતદાનની ટકાવારી પર દેખાય છે.

ઉચ્ચ અમીર વર્ગને સ્થાનિક સમસ્યામાં રસ નથી

ત્રીજુ કારણ એ હોઈ શકે કે, શહેરીજનોને સ્થાનિક સમસ્યામાં રસ નથી. બીજુ ચૂંટણી પ્રચારમાં પણ સ્થાનિક સમસ્યાના મુદ્દાઓ રહ્યા નહી અને ભાજપે માત્ર વિકાસની વાત કરી, રાષ્ટ્રવાદની વાત કરી, કેન્દ્રની યોજનાઓ અને કામોને પ્રજા સમક્ષ રજૂ કરી, તો સામે પક્ષે કોંગ્રેસના વચનો અને વાયદાઓ પ્રજા સુધી પહોંચ્યા નથી. આમ આદમી પાર્ટીનું ગેરંટી કાર્ડ ગુજરાતીઓના ગળે ઉતર્યું નથી. દિલ્હીનું ફ્રી મોડલ ગુજરાતીઓ સ્વીકારી શકતા નથી. આમ આવા બધા મુદ્દાઓને કારણે છ મહાનગરપાલિકામાં મતદાન ઓછું નોંધાયું છે.

સ્થાનિક ચૂંટણીમાં નવા વિકલ્પ છતાં મતદાન ઘટ્યું

મતદાન ઓછુ થાય તો કોને ફાયદો અને કોને નુકસાન થાય, તેવું વિશ્લેષણ કરીએ તો દર વખતે ગુજરાતમાં ચૂંટણી થાય ત્યારે માત્ર બે જ વિકલ્પ મળતાં હતાં, ભાજપ અને કોંગ્રેસ. પણ 2021ની આ ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી AIMIM ચૂંટણી લડી છે. એટલે કે રાજકીય સમીકરણો બદલાયા છે. ચાર પાર્ટીઓમાં મતોનું વિભાજન થશે.

મુસ્લિમ મતદારોનો ઝોક કોના તરફી રહ્યો?

અત્યાર સુધી મુસ્લિમ મતદારો હતા તે કોંગ્રેસની વોટ બેંક હતી, પણ ઓવૈસીની પાર્ટી આવ્યા બાદ મુસ્લિમ મતદારોના મત AIMIMના ઉમેદવારોને જશે. ઓવૈસીની પાર્ટીએ કોંગ્રેસને ટાર્ગેટ બનાવીને પ્રચાર કર્યો છે, અત્યાર સુધી કોંગ્રેસે કાંઈ કર્યું નથી. આ સંજોગોમાં કોંગ્રેસના મત કપાશે, અને તે ઓવૈસીની પાર્ટીના મુસ્લિમ ઉમેદવારોને મળશે. બીજી તરફ ભાજપથી જે લોકો નારાજ છે, તેમને આમ આદમી પાર્ટીમાં જોડાયા છે અને આપ દ્વારા તો ત્યાં સુધી પ્રચાર કરવામાં આવ્યો હતો કે ભાજપ અને કોંગ્રેસ બન્ને મળેલા છે, કોંગ્રેસનો ઢંઢેરો ભાજપ ઓફિસમાં તૈયાર થાય છે. કેજરીવાલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, ગુજરાત એક મોકો આપે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રોડ શોને ભવ્ય સફળતા મળી હતી, પણ તે મતદાર EVMમાં કયા પક્ષ સામે બટન દબાવે છે, તેના પર મદાર છે. એટલે કે ભાજપના મત કપાશે તે આમ આદમી પાર્ટીને જશે. રાજકીય તજજ્ઞોનના મતે છ મહાનગરપાલિકામાંથી રાજકોટ અને સૂરત આ બે મહાનગરપાલિકામાં આશ્રર્યજનક પરિણામ આવશે, એટલે કે રાજકોટ અને સૂરતમાં ભાજપને માર પડશે. પણ સરકાર ભાજપની જ બનશે.

છ મનપામાં કોની સરકાર આવશે?

છ મહાનગરપાલિકામાં ભાજપના ઉમેદવારો જીતશે તો પણ તેમને ખૂબ ઓછા માર્જિનથી જીતશે. તેમજ વૉર્ડદીઠ કેટલીય પેનલ તૂટશે, તે નક્કી છે. સૂરત ડાયમંડ અને ટેક્સટાઈલ માર્કેટનું હબ છે, જેથી ત્યાં ગુજરાત બહારના રાજ્યના મજૂરો વધુ છે એટલે કે પરપ્રાંતીયોએ આમ આદમી પાર્ટીને મત આપ્યો છે. પરિણામે સૂરતના પરિણામ ચોંકાવનારા હશે. રાજકોટ અને સૂરત સિવાયની 4 મહાનગરપાલિકામાં ભાજપની સત્તા ફરીથી આવશે. સામાન્ય રીતે છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા કરતાં રાષ્ટ્રવાદ, વિકાસ, હિન્દુત્વના મુદ્દા વધુ ચાલ્યા છે, પરિણામે મોટાભાગના મતદારોનો ઝોક ભાજપ તરફી રહે તે સ્વભાવિક છે, પણ ભાજપની નીતિરીતીથી નારાજ થયેલાઓ અન્ય વિકલ્પ તરફ વળ્યાં છે. તે પણ ચોક્કસ છે. 23 ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ જ સાચી ખબર પડશે કે મતદારોનો ઝોક કઈ તરફ છે.

ભરત પંચાલ, બ્યૂરો ચીફ (ETV BHARAT ગુજરાત)

Last Updated : Feb 22, 2021, 11:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.