ETV Bharat / state

ગોવાના પણજીમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંધવીએ કર્યું ઉદ્દઘાટન

ગોવાના પણજી(Panaji of Goa) ખાતે ગુજરાતની નેમ સાકાર કરવા 21 નવેમ્બરના રોજ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જ્યાં બિન-નિવાસી ગુજરાતીઓની(Non-resident Gujarati) સંખ્યા વધારે હતી ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત”(sadakal Gujarat) કાર્યક્રમ યોજયો હતો.

ગોવાના પણજીમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંધવીએ કર્યું ઉદ્દઘાટન
ગોવાના પણજીમાં સદાકાળ ગુજરાત કાર્યક્રમ યોજાયો, રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંધવીએ કર્યું ઉદ્દઘાટન
author img

By

Published : Nov 23, 2021, 7:11 AM IST

  • ગોવાના મુખ્યપ્રધાન અને ગુજરાતના ગૃહ રાજય તેમજ બિન-નિવાસી ગુજરાતી પ્રભાગ પ્રધાને કર્યું ઉદ્ઘાટન
  • બિન નિવાસી ગુજરાતીઓ સાથે જીવંત સંપર્ક જાળવવા યોજાય છે કાર્યક્રમ
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉજવણીની શરૂઆત કરી હતી

અમદાવાદ : જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાતની નેમ સાકાર કરવા ગોવાના પણજી(Panaji of Goa) ખાતે 21 નવેમ્બર રવિવારના રોજ નવી પેઢીને પોતાના મૂળ સાથે જોડવાના આશયથી, જ્યાં બિન-નિવાસી ગુજરાતીઓની(Non-resident Gujarati) સંખ્યા વધારે હતી ત્યાં પોતાના વતનનો અહેસાસ કરાવવાનાં હેતુથી “સદાકાળ ગુજરાત” (sadakal Gujarat) કાર્યક્રમ યોજયો હતો. જેમાં ગોવાના મુખ્યપ્રધાન ડૉ. પ્રમોદ સાવંત(CM Dr. Pramod Sawant) મુખ્ય મહેમાન તરીકે અને ગુજરાતના ગૃહ રાજય અને બિન-નિવાસી ગુજરાતી હર્ષ સંઘવી(HM of Gujarat Harsh Sanghvi) સમારંભના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહી ઉદ્દઘાટન કર્યું હતું.

સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા 6 મહાનુભાવોનું સન્માન કરાયું

આ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત સરકારની કામગીરીઓ,સિદ્ધિ અને અદ્યતન વિકાસ અંગેની શોર્ટ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા વિસ્તારના બિન-નિવાસી ગુજરાતી કે જેઓ દ્વારા ગોવા રાજ્યમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય, કે સમાજ સેવાલક્ષી કામગીરી કરી હોય તેવા 6 મહાનુભાવોનું ગોવા રાજ્યના મુખ્યપ્રધાન ડૉ.પ્રમોદ સાવંત અને ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષના ગૃહ હર્ષ સંઘવીના હસ્તે સન્માન(sadakal Gujarat Program) કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ અંતર્ગત સ્થાનિક બિન-નિવાસી ગુજરાતીના યુવા ભાઇ-બહેનો તરફથી સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યા હતા. ત્યારબાદના સેશનમાં ગુજરાત રાજ્યમાંથી આમંત્રિત કચ્છ, અમરેલી અને અમદાવાદ જિલ્લાના અગ્રણીઓ ઉપસ્થિત રહી વિવિધ વિષયો પર જૂથ ચર્ચા કરવામાં આવી હતી.

બિન-નિવાસી ગુજરાતી અને અન્ય તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડી રાખવા પ્રયાસ

હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગોવા અને ગુજરાત ઘણી બાબતોમાં સામ્યતા ધરાવે છે. ગોવામાં રહેતા બિન-નિવાસી ગુજરાતીઓ ગુજરાતને ભુલ્યાં નથી. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ)PM Narendra Modi) જ્યારે ગુજરાતનાં મુખ્યપ્રધાન હતા ત્યારે બિન-નિવાસી ગુજરાતીઓને વતન સાથે સાંકળવા પહેલ કરી હતી. તેના ભાગરૂપે ગુજરાતના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના(CM Bhupendra Patel) માર્ગદર્શન હેઠળ અને વિવિધ રાજયોમાં આવા કાર્યક્રમોનું આયોજન કરી યુવા બિન-નિવાસી ગુજરાતી અને અન્ય તમામ ગુજરાતીઓને ગુજરાત સાથે જોડી રાખવા પ્રયાસ કરીએ છીએ.

આ પણ વાંચોઃ નેપાળના વડાપ્રધાને કહ્યું- યોગ અને આયુર્વેદથી વિશ્વને ફાયદો થયો

આ પણ વાંચોઃ ગુજરાત સરકાર પર સુપ્રીમ કોર્ટ લાલઘૂમ, કોરોના મૃત્યુના કેસમાં વળતર મામલે લગાવી ફટકાર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.