ETV Bharat / state

Electric charging station: પશ્ચિમ રેલવેએ પહેલું ઈલેક્ટ્રીક ચાર્જિગ સ્ટેશન બનાવ્યું, અમદાવાદ રેલ્વે સ્ટેશનને મળી ભેટ - Electric charging point

પશ્ચિમ રેલવેમાં સૌપ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશનમાં(Ahmedabad Railway Station ) ફોર વ્હીલર અને ટુ-વ્હીલર માટેના ચાર્જિગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ખાનગી કંપની નિર્મિત આ ચાર્જિંગ સ્ટેશનનું(Electric charging station) અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ અને અમદાવાદ મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વર્તમાનમાં મોટા શહેરોમાં જુદી જુદી જગ્યાએ આવા ચાર્જિગ સ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે.

Electric charging station: પશ્ચિમ રેલવેમાં પહેલું ઈલેક્ટ્રીક ચાર્જિગ સ્ટેશન અમદાવાદ રેલ્વે સ્ટેશન પર બન્યું

author img

By

Published : Feb 16, 2022, 2:15 PM IST

અમદાવાદઃ વિશ્વમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની અછતને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. બીજી તરફ પ્રદૂષણને કારણે પર્યાવરણને નુકસાન થતા હવે વિશ્વના તમામ દેશો ઈલેક્ટ્રીક વાહનો વાપરવા ઉપર જોર આપી રહ્યા છે. ભારત સરકાર પણ તેમાં આગળ વધી રહી છે. તે જ ઉપલક્ષ્યમાં આજે પશ્ચિમ રેલવેમાં સૌપ્રથમ વખત અમદાવાદ રેલવે સ્ટેશનમાં (first electric charging in the Western Railway)ફોર વ્હીલર અને ટુ-વ્હીલર માટેના ચાર્જિગ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

ઇલેટ્રીક ચાર્જીંગ પોઈન્ટ

અમદાવાદ પોલીસ કમિશ્નરના હસ્તે ઉદ્ઘાટન

ખાનગી કંપની નિર્મિત આ ચાર્જિંગ સ્ટેશનનું (Electric charging station)અમદાવાદ શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ (Police Commissioner Sanjay Srivastava)અને અમદાવાદ મંડળના ડિવિઝનલ રેલવે મેનેજર તરુણ જૈન દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. સરકાર દ્વારા વર્તમાનમાં મોટા શહેરોમાં જુદી જુદી જગ્યાએ આવા ચાર્જિગ સ્ટેશન ઉભા કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે શહેરના સૌથી વ્યસ્ત અમદાવાદ(કાલુપુર)રેલવે સ્ટેશન ઉપર ઈલેક્ટ્રોનિક વેહિકલનું ચાર્જિગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃ હુઆએ આ વર્ષના અંત સુધીમાં ઈલેક્ટ્રિક કાર બનાવવાની તૈયારીમાં

અન્ય કઈ જગ્યાએ ચાર્જીંગ સ્ટેશન ઉપલબ્ધ

આ ચાર્જિંગ સ્ટેશનમાં ઇલેટ્રીક રીક્ષા અને કાર ચાર્જ કરી શકાશે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક ગાડીને બુક કરી શકાશે, તે માટેની એપ પણ ઉપલબ્ધ છે. અહીં વાહનને ચાર્જ કરવાનો દર પ્રતિ યુનિટ 16 રૂપિયા રહેશે. આ ચાર્જિગ સ્ટેશન 24 કલાક કાર્યરત રહેશે. ચાર્જિગ સ્ટેશન સ્ટેશન પર ઇલેક્ટ્રિકલ વેહિકલ બનાવતી ગાડીઓ અને રીક્ષાનું ચાર્જિંગ થઈ શકશે. અમદાવાદ રેલ્વે સ્ટેશન ઉપરાંત સાબરમતી આંબલી-બોપલ, વડોદરા તથા ગાંધીનગર ખાતે ચાર્જિંગ સ્ટેશન કાર્યરત છે.
આ પણ વાંચોઃ સુરતમાં પર્યાવરણની જાળવણી માટે 150 ઈલેક્ટ્રીક બસ દોડશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.