ETV Bharat / state

હાઇકોર્ટની ટકોર બાદ ચૂંટણી પંચે પક્ષકાર ધવલ જાની વિરુદ્ધ પગલાં લેવા મુખ્ય સચિવને લખ્યો પત્ર - haikort

અમદાવાદઃ કાયદા પ્રધાન ભુપેન્દ્ર ચુડાસમાની જીતને પડકારતી અરજી મામલે બુધવારે ચૂંટણી પંચ દ્વારા પક્ષકાર બનાવાયેલા ધવલ જાની અને વિનિતા બોહરા સામે કાયદાકીય પગલાં લેવા માટે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પત્ર લખ્યા હોવા મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં એફિડેવિટ રજૂ કરાયું હતું. મહિલા નિરીક્ષક વિનિતા બોહરા તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા સમયની માંગ કરવામાં આવી હતી. આ મામલે વધુ સુનાવણી 8મી મેના રોજ હાથ ધરવામાં આવશે.

હાઇકોર્ટની ટકોર બાદ ચૂંટણી પંચે પક્ષકાર ધવલ જાની વિરુદ્ધ પગલાં લેવા મુખ્ય સચિવને પત્ર લખ્યો
author img

By

Published : May 1, 2019, 5:23 PM IST

જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચૂંટણી પંચ તરફથી વકીલ શાહે પક્ષકાર ધવલ જાની અને વિનિતા બોહરા વિરુદ્ધ કાર્યવાહીના પગલાં લેવાં અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પરિપત્ર લખી જાણ કરી હોવાની દલીલ કરી હતી. જેની સામે હાઇકોર્ટે કહ્યું કે, અમે આવું કોઈ સબમિશન કરવાની ફરજ પાડી ન હતી. ચૂંટણી પંચે આ અંગે હાઇકોર્ટમાં વધુમાં કહ્યું કે, મત ગણતરીની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવે છે તે મામલે પરિપત્ર દેશના તમામ રાજ્યના મુખ્ય સચિવને મોકલી દીધા છે.

ભુપેન્દ્ર ચુડાસમાની ઈલેક્શન પીટીશન મામલે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ચાલતી રિર્ટનિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની અને ભુમિકા શંકાસ્પદ લાગતા હાઈકોર્ટે ધવલ જાની વિરૂધ નોટીસ કાઢી છે. તેમજ આગામી સુનાવણી દરમિયાન પક્ષકાર તરીકે હાજર રહી તેમના પર લગાડવામાં આવેલા આક્ષેપ મુદે જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો. આ મામલે વધુ સુનાવણી આગામી 16મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે.

આ કેસમાં છેલ્લી ત્રણ મુદતથી રિર્ટનિંગ ચૂંટણી અધિકારી ધવલ જાનીની જુબાની ચાલી રહી હતી. જેમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા છે. ધોળકા વિધાનસભા બેઠક પર રિર્ટનિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ જુબાનીમાં કહ્યું હતું કે, 429 પોસ્ટલ બેલેટ મત ચૂંટણી પંચના નિયમો વિરૂધ્ધ હોવાથી તેમને રદ્દ જાહેર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી ભાજપના ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મત જેટલા ઓછા માર્જિનથી વિજય થયો હતો.

હાઈકોર્ટમાં આ મામલે રજુ કરાયેલા સીસીટીવી કેમરામાં પણ ધવલ જાની કોઈ વ્યકિત સાથે 3-4 વખત વાતચીત કરતા નજરે પડ્યાં હતા .એટલું જ નહિ હરિફ કોંગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા મતોની ફરીવાર ગણતરી કરવાની માંગને પણ સ્વીકારવામાં ન આવી હોવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યો છે. જો કે, આ મામલે ધવલ જાનીએ પોતાના બચાવમાં હાઈકોર્ટ સમક્ષ ચુંટણી પંચ પાસેથી ફોનના ઉપયોગની પરવાનગી લીધી હોવાનું જણાવ્યું હતું. જ્યારે ફરીવાર મત-ગણતરી માટે નિયમ મુજબ લેખિતમાં રજુઆત ન કરતા અશ્વિન રાઠોડની માંગ સ્વીકારવામાં આવી ન હતી.

અરજદાર અશ્વિન રાઠોડનો આક્ષેપ છે કે, આચારસંહિતા લાગુ થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ કે જે રિર્ટનિંગ ઓફિસર બનવાપાત્ર હતા તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે હટાવી ધવલ જાનીની નિમણુંક કરવામાં આવી હતી. અશ્વિન રાઠોડનો બીજો આક્ષેપ છે કે, ચૂંટણી પંચના નિયમો પ્રમાણે પહેલાં પોસ્ટલ બેલેટની મતગણતરી કર્યા બાદ ઈવીએમની મત-ગણતરી કરવામાં આવી છે. જો કે, ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે. તેમજ ઓછા માર્જિનનું અંતર જાણ્યા બાદ પોસ્ટલ બેલેટની મત-ગણતરી શરૂ કરવામાં આવી હતી.

R_GJ_AHD_05_HC_TAKOR_BAD_CHUTNI_PAKSHKAR_DHAVAL_JANI_PAGLA_MUKHYA_SACHIV_NE_PATRA_LAKHYU_PHOTO STORY_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

હેડિંગ - હાઇકોર્ટની ટકોર બાદ ચૂંટણી પંચે પક્ષકાર ધવલ જાની વિરુદ્ધ પગલાં લેવા મુખ્ય સચિવને પત્ર લખ્યો...

ધોળકા વિધાનસભા કાયદા મંત્રી ભુપેન્દ્ર ચુડાસમની જીતને પડકારતી અરજી મામલે બુધવારે ચૂંટણી પંચ દ્વારા પક્ષકાર બનાવેલા ધવલ જાની અને વિનિતા બોહરા સામે કાયદાકીય પગલાં લેવા મુદ્દે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પત્ર લખ્યા હોવા મુદ્દે જસ્ટિસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં એફિડેવિટ રજૂ કર્યું હતું...મહિલા નિરીક્ષક વિનિતા બોહરા તરફથી કોઈ વકીલ હાજર ન રહેતા સમયની માંગ કરવામાં આવી હતી.. આ મામલે વધુ સુનાવણી 8મી મે ના રોજ હાથ ધરવામાં આવશે....

જસ્ટિસ પરેશ ઉપધાયની કોર્ટમાં બુધવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી જેમાં ચૂંટણી પંચ તરફથી વકીલ શાહે પક્ષકાર ધવલ જાની અને વિનિતા બોહરા વિરુદ્ધ કાર્યવાહીના પગલાં લેવાં અંગે ગુજરાત અને રાજસ્થાનના મુખ્ય સચિવને પરિપત્ર લખી જાણ કરી હોવાની દલીલ કરી હતી... જેની સામે હાઇકોર્ટે કહ્યું કે અમે ચૂંટણીને આવો કોઈ સબમિશન કરવાની ફરજ પાડી ન હતી... ચૂંટણી પંચે આ અંગે હાઇકોર્ટમાં વધુમાં કહ્યું કે મત-ગણતરીની પ્રક્રિયા અને કઈ રીતે કરવામાં આવે છે એ મામલે પરિપત્ર દેશના તમામ રાજ્યના મુખ્ય સચિવને મોકલી દીધા છે....

ભુપેન્દ્ર ચુડાસમાની ઈલેક્શન પીટીશન મામલે જસ્ટીસ પરેશ ઉપાધ્યાયની કોર્ટમાં ચાલતી રિર્ટનિંગ ઓફિસર ધવલ જાનીની જુબાની અને ભુમિકા શંકાસ્પદ લાગતા હાઈકોર્ટે ધવલ જાની વિરૂધ નોટીસ કાઢી છે અને અગામી સુનાવણી દરમ્યાન પક્ષકાર તરીકે હજાર રહી તેમના પર લગાડવામાં આવેલા આક્ષેપ મુદે જવાબ રજુ કરવાનો આદેશ કર્યો હતો....આ મામલે વધું સુનાવણી અગામી 16મી એપ્રિલના રોજ હાથ  ધરવામાં આવશે.

આ કેસમાં છેલ્લી ત્રણ મુદતથી રિર્ટનિંગ ચુંટણી અધિકારી ધવલ જાનીની જુબાની ચાલી  રહી હતી જેમાં તેઓ હાઈકોર્ટ સમક્ષ યોગ્ય ખુલાસો ન કરી શકતા હાઈકોર્ટે તેમને પક્ષકાર બનાવી દીધા છે. ધોળકા વિધાનસભા બેઠક પર રિર્ટનિંગ ઓફિસર તરીકે કાર્યરત ધવલ જાનીએ જુબાનીમાં કહ્યું હતું કે 429 પોસ્ટલ બેલેટ મત  ચુૂંટણી પંચના નિયમો વિરૂધ હોવાથી તેમને રદ જાહેર કર્યા હતા..ઉલ્લેખનીય છે કે આ બેઠક પરથી ભાજપના ભુપેન્દ્રસિંહ ચુડાસમાનો 327 મત જેટલી પાતળી માર્જિનથી  વિજય થયો હતો....

હાઈકોર્ટમાં આ મામલે  રજુ કરાયેલા સીસીટીવી કેમરામાં પણ ધવલ જાની કોઈ વ્યકિત સાથે 3 - 4 વાર વાતચીત કરતા નજરે પડ્યાં હતા..એટલું જ નહિ હરિફ  કોગ્રેસી ઉમેદવાર અશ્વિન રાઠોડ દ્વારા મતોની ફરીવાર ગણતરી કરવાની માંગને પણ સ્વીકારવામાં ન આવી હોવાનો તેમના પર આક્ષેપ કરવામાં આવ્યું છે.જોકે આ મામલે ધવલ જાનીએ પોતાના બચાવામાં હાઈકોર્ટ સમક્ષ ચુંટણી પંચ પાસેથી  ફોનના ઉપયોગની પરવાનગી લીધી હોવાનું જણાવ્યું હતું...જ્યારે ફરીવાર મત-ગણતરી માટે નિયમ મુજબ લેખિતમાં રજુઆત ન કરતા એશ્વિન રાઠોડની માંગ સ્વીકારવામાં આવી ન હતી.

અરજદાર અશ્વિન રાઠોડનો આક્ષેપ છે કે આચારસંહિતા લાગુ થયા બાદ ધોળકાના ડેપ્યુટી કલેક્ટર ગૌરાંગ પ્રજાપતિ કે જે રિર્ટનિંગ ઓફીસર બનવાપાત્ર  હતા તેમ છતાં તેમને ગેરકાયદેસર રીતે  હટાવી ધવલ જાનીની નિમણુંક કરવામાં આવી હતી. અશ્વિન રાઠોડનો બીજો આક્ષેપ છે કે ચુંટણી પંચના નિયમો પ્રમાણે પહેલાં પોસ્ટલ બેલેટની  મતગણતરી કર્યા બાદ ઈવીએમની મત-ગણતરી કરવામાં આવ્યા છે જોકે ધોળકા વિધાનસભા બેઠકમાં નિયમનો ભંગ કરવામાં આવ્યો છે અને પાતળી માર્જિનનો અંતર જાણયા બાદ પોસ્ટલ બેલેટની મત-ગણતરી શરૂ કરવામાં આવી હતી..
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.