ETV Bharat / state

અમદાવાદમાં સાયલેન્સરની ચોરી કરી કીમતી પદાર્થ દિલ્હી વેંચતી ગેંગ ઝડપાઈ - Ahmedabad Crime News

અમદાવાદ આણંદમાં ઈકો ગાડીના સાઇલેન્સરની ચોરી (silencer theft in Ahmedabad) કરતી ગેંગ ઝડપાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. આ ગેંગ અમદાવાદમાંથી સાઇલેન્સરની ચોરી કીમતી પદાર્થ ઉત્તર પ્રદેશ તેમજ દિલ્હી વેચતાની હકિકત સામે આવી છે. (Eeco Car silencer theft in Ahmedabad)

196 ચોરી : શહેરમાં સાયલેન્સરની ચોરી કરી કીમતી પદાર્થ દિલ્હી વેંચતી ગેંગ ઝડપાય

author img

By

Published : Nov 25, 2022, 1:35 PM IST

અમદાવાદ : શહેર તેમજ જુદા જુદા વિસ્તારમાં ઈકો ગાડીના સાઇલેન્સરની (Eeco Car silencer) ચોરી કરતી ગેંગને ઝડપીને 65 જેટલા ગુનાનો ભેદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉકેલો છે. સનાથલ બ્રિજ પાસેથી બાતમીના આધારે આસિફ ઉર્ફે રૂપાલ વોરા, ઉમેશ મિયા મલેક તેમજ સરફરાજ સફો માલિકને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી ઈકો કારના 15 સાયલેન્સર, લોખંડના સળિયા, હથોડી અને બલેનો કાર એમ કુલ 15 લાખ 53 હજાર 600 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. (Eeco Car silencer theft in Ahmedabad)

અમદાવાદ આણંદ જિલ્લામાં સાયલેન્સરની ચોરી કરી તરખાટ મચાવનાર ગેંગ ઝડપાઈ

શું છે સમગ્ર મામલો આરોપીઓ પોતાના સાગરીતો સાથે અમદાવાદ શહેર તેમજ આણંદ જિલ્લામાં રાત્રીના સમયે પાર્ક કરેલી ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરી તેમાંથી નીકળતો કીમતી પદાર્થ જેમાં પ્લેટીનિયમ, પેલેડિયમ તેમજ સોડિયમ ધાતુના કણો નીકળતા હોય તે મેળવવા માટે આ ચોરી કરતા હોવાનું ખુલ્યું છે. આરોપીઓ આ પદાર્થ કાઢીને ઊંચી કિંમતે ઉત્તર પ્રદેશના આઝમગઢના રહેવાસી નવાબ તેમજ ફૈઝાન નામના માણસો મારફતે દિલ્હી ખાતે અન્ય વ્યક્તિઓને વેચતા હોવાની હકીકત સામે આવી છે. (silencer theft in Ahmedabad)

196 સાઇલેન્સરની ચોરીના ગુનાઓ પકડાયેલા આરોપીઓ અમદાવાદ અને આણંદ જિલ્લામાં ઇકો કારના સાઇલેન્સરની ચોરી કરી તેમાંથી કીમતી માટી કાઢી ખાલી કરેલા સાઇલેન્સરને બીજી વખત ચોરી કરવા જાય ત્યારે તે ગાડીમાં લગાવીને ફરાર થઈ જતા હતા. પકડાયેલા આરોપીઓ તેમજ તેના બીજા પાંચ જેટલા મળતીયાઓએ ભેગા મળીને ફેબ્રુઆરી 2022થી અત્યાર સુધી અમદાવાદ શહેરના સાબરમતી નદીથી પશ્ચિમ વિસ્તારના કુલ 196 સાઇલેન્સરની ચોરીના ગુનાઓ કર્યા હોવાનું તપાસમાં ખુલ્યું છે. તેમજ આણંદ જિલ્લા ખાતે બોરસદ, કરમસદ, પેટલાદ વિસ્તારમાંથી આશરે 10થી વધુ સાઇલેન્સરની ચોરીના ગુના કર્યા હોવાની કબૂલાત કરી છે. (Ahmedabad Crime News)

ચોરીના ગુનાની લાઈન પકડાયેલા આરોપીઓની તપાસમાં સામે આવ્યું કે, આસીફ ઉર્ફે રૂપાલ વોરા 2016થી ઢોર ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સેટેલાઈટ તેમજ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પકડાયો હતો. તેમજ 2020માં આણંદ જિલ્લાના ખંભાત પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં, વિદ્યાનગર, વીરસદ, બોરસદ, પેટલાદ, ભાદરણ, બોરસદ ટાઉન પોલીસ સ્ટેશનમાં સાઇલેન્સર ચોરીના 19 જેટલા ગુનામાં ઝડપાયો હતો. વર્ષ 2021માં બોરસદ, આણંદ, ચાંગોદર, બગોદરા અને કોઠ પોલીસ સ્ટેશનમાં સાઇલેન્સર ચોરીના ગુનામાં ઝડપાયો હતો અને નવેમ્બર 2021માં જેલમાંથી છૂટ્યા બાદ ફરીવાર તેણે સાઇલેન્સરની ચોરી શરૂ કરી હતી. (Ahmedabad Police)

તરખાટ મચાવનાર ગેંગ પોલીસના કબ્જે પકડાયેલો અન્ય આરોપી સરફરાજ ઉર્ફે સફો મલેક 2017માં સેટેલાઈટ વસ્ત્રાપુર એલિસબ્રિજ તથા ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ઘરફોડ ચોરીના ગુનામાં તેમજ 2019માં વાસદ પોલીસ સ્ટેશન ખાતે બકરા ચોરીના ગુનામાં ઝડપાયો હતો. આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય ત્રણ આરોપીઓને ઝડપીને આ ગુનામાં તેઓની સાથે સામેલ અન્ય સાગરિતોને પકડવાની તજવીજ તેજ કરી છે. મહત્વનું છે કે રાજ્યમાં ઇકો ગાડીના સાયલેન્સરની ચોરી કરીને તરખાટ મચાવનાર ગેંગ ઝડપાતા પોલીસે રાહતનો શ્વાસ લીધો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.