ETV Bharat / state

આ દાદા સતત ત્રણ પેઢીથી બનાવે છે ઇકો ફ્રેન્ડલી ગણપતિની અવનવી મૂર્તિ - ઇકો ફ્રેન્ડલી

આ વર્ષે ગણેશજીના સ્વાગતની ખૂબ જ ધામધૂમથી તૈયારીઓ સાથે વિઘ્નહર્તા ગણેશજીનું આગમન થઈ ચૂક્યું છે. આ વખતે ઇકો ફ્રેન્ડલી ગણેશખૂબ જોવા મળી રહ્યા છે. ત્યારે વાત કરીશું અમદાવાદનાએ પંડાલાની કે જેમાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવવામાં આવે છે. જે શહેરમાં સતત ત્રણ પેઢીથી ઇકો ફ્રેન્ડલી અવનવી પ્રકારની મૂર્તિઓ બનવવામાં આવે છે. Ganesha Idol, Eco Friendly Ganesh Idol, GANESH CHATURTHI 2022

સતત ત્રણ પેઢીથી બનેવા છે ઇકો ફ્રેન્ડલી અવનવી માટીના ગણપતિની મૂર્તિ

author img

By

Published : Sep 1, 2022, 6:14 PM IST

અમદાવાદ ગણેશ ચતુર્થી હિન્દુ ધર્મનો ખૂબ જ પવિત્ર( GANESH CHATURTHI 2022)તહેવાર છે. આ વર્ષે ગણેશજીના સ્વાગતની ખૂબ જ ધામધૂમથી તૈયારીઓ સાથે વિઘ્નહર્તા ગણેશજીનું આગમન થઈ ચૂક્યું છે. આ વખતે ઘરે ઘરે પણ ઇકો ફ્રેન્ડલી ગણેશ (Eco Friendly Ganesh Idol )ખૂબ જોવા મળી રહ્યા છે, ત્યારે આપણે વાત કરીશું અમદાવાદના સૌથી મોટા પંડાલ જ્યાં ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ બનાવવામાં આવે છે.

સંપૂર્ણ રીતે માટીની મૂર્તિઓ અમદાવાદ શહેરના મીઠાખળી વિસ્તારમાં આવેલો આ પંડાલએ સૌથી મોટો માટીની ગણેશજીની પ્રતિમાઓનું સર્જન કરે છે. સતત ત્રણ પેઢીથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની અવનવી પ્રકારની મૂર્તિઓ અહી બનવવામાં (ECO FRIENDLY GANESH IDOL AT Ahmedabad)આવે છે. આ પંડાલની ત્રીજી પેઢીના મૂર્તિકાર અંકુશભાઈએ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેમને ત્યાં છેલ્લા ત્રણ પેઢીથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓનું સર્જન કરવામાં આવે છે. જે સંપૂર્ણ રીતે માટીમાંથી જ આ મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે.

ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિ

ઇકો ફ્રેન્ડલી ગણપતિ માટીમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવતી હોય છે તેને ખાસ વિશેષતા અને ફાયદાઓ હોય છે કે માટીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાનથી બચાવે છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ પાણીમાં ઝડપથી ઓગળી જાય છે જેથી પાણીમાં દૂષિત થવાનો કે કોઈપણ પ્રકારની બીમારી ફેલાવવાનો પણ ડર રહેતો નથી. પીઓપીની જે મૂર્તિ હોય છે તેની સરખામણીમાં માટીની મૂર્તિઓ (Ganesh Idol )કોઈપણ પ્રકારના હાનિકારક કેમિકલમાંથી બનતી નથી. તેમ જ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીના પર રંગ કરવામાં આવે છે તે પણ સંપૂર્ણ રીતે કુદરતી હોય છે. આ પંડાલમાં જે મૂર્તિઓ બનાવવામાં આવે છે તેની ખાસ વિશેષતા એ છે કે , જેવા પ્રકારના ગણેશજીનો ફોટો તમે આપો છો એવા જ આબેહૂબ તેવી ગણેશજીની મૂર્તિને ભંડારવામાં આવે છે. આ કળા વિશેષ કરીને આ પંડાલના મુખ્ય મૂર્તિકાર વિજય નાયક જે છે તેઓ ખૂબ જ સુંદર રીતે આવી પ્રતિમાઓનું સર્જન કરે છે.

આ પણ વાંચો સૌથી મોટી ઈકોફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિમાં દેખાશે રાષ્ટ્રભક્તિ, ધર્મભક્તિ અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ

ત્રીજી પેઢી સુધી ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવે અંકુશભાઈએ તે પણ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણ પેઢીથી અમદાવાદમાં સ્થાયી થયેલા છે. મૂળ વતન મહારાષ્ટ્ર કુડાલ ગામથી તેઓ અહીં આવીને વસ્યા હતા. આજથી 84 વર્ષ પહેલા તેમના દાદાને ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવવાનો વિચાર આવ્યો હતો તે દિવસથી લઈને આજ દિન સુધી તેમના પુત્ર વિજય નાયક અને ત્રીજી પેઢી સુધી ઇકો ફ્રેન્ડલી ગણેશજી મૂર્તિ બનાવવામાં આવી રહી છે.

ગણેશજીની પ્રતિમાઓને કંડારવામાં આવે આ તમામ માટેની મૂર્તિ બનાવવા માટે અંદાજિત ત્રણથી 15 દિવસનો સમય લાગતો હોય છે. ગણેશની મૂર્તિ બનાવવા માટે થઈને દરિયાકાંઠે રહેલી ખાંડમાં 100 થી 150 ફૂટ ઊંડાણમાંથી નીકળતી જે માટી હોય છે તેને ગ્રાઇન્ડ કરીને મૂર્તિના નિર્માણમાં ઉપયોગ લેવામાં આવતો હોય છે, અને તેને પાણીમાં મિશ્ર કરીને ત્યારબાદ તેનો ઉપયોગ ગણપતિની મૂર્તિ બનાવવામાં થાય છે. ગણપતિની મૂર્તિ બનાવવા માટે સૌથી અઘરું કામ તેને ખૂબ જ ઝીણું ઝીણું નકશીકામ હોય છે જેને ખૂબ જ બારીકાઈ પૂર્વક અને પુરા ખંત થી ગણેશજીની પ્રતિમાઓને કંડારવામાં આવે છે. આટલો સમય માંગતો હોવા છતાં પણ તમામ કારીગરો દ્વારા શ્રદ્ધા અને આસ્થા સાથે તમામ મૂર્તિઓનું સુંદર રીતે નિર્માણ કરવામાં આવે છે.

આ પણ વાંચો અમદાવાદના રાજાએ સ્થાપના સ્થળ સુધી કરી ગજરાજની સવારી

દગડું શેઠ સ્વરૂપની માંગ અમદાવાદ શહેરમાં 10 થી 15 ફૂટના સાર્વજનિક ગણેશ જે માટીના બનેલા હોય છે તે મળે છે. તમામ ગણેશજી અહીંથી જ બનાવવામાં આવે છે, અને વસ્ત્રાપુર નરોડા પોલીસ ચોકી, લાલ દરવાજા સહિતના તમામ વિસ્તારોમાં જોવા મળતા માટીના ગણેશની બનાવટ આજ પંડાલ માંથી થઈ હોય છે. આ વખતે બજારમાં જે પણ ગણેશજીના સ્વરૂપની માંગ છે તેવું પૂછતા તેમણે જણાવ્યું હતું કે આ વખતે સૌથી વધારે, દગડું શેઠ જે સ્વરૂપ છે ભગવાનનું તે સૌથી વધારે જોવા મળે છે. અને સાથે સાથે આ વખતે વિવિધ પ્રકારના થીમ આધારે પણ ગણેશજી બનાવવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.