- રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે લીધી ગીરસોમનાથ જિલ્લાની મુલાકાત
- અમદાવાદ રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ અંગે નાયબ મુખ્યપ્રધાને આપી પ્રતિક્રિયા
- ડોક્ટર્સ હડતાળ છોડી નિયત સ્થળે હાજર થાય પછી જ સરકાર વાત કરશેઃ નીતિન પટેલ
ગીર સોમનાથઃ રાજ્યના નાયબ મુખ્યપ્રધાન જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. તે દરમિયાન તેમણે મંદિરમાં દર્શન પણ કર્યા હતા. તો બીજી તરફ તેમણે અમદાવાદમાં રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ડોક્ટર્સ હડતાળ છોડે અને નિયત સ્થળે હાજર થાય પછી જ સરકાર તેમની સાથે વાતચીત કરશે. અને ડોક્ટર બની ગયા પછી રેસિડેન્ટ ડોક્ટર્સે હોસ્ટેલમાં રોકાવવાનો કોઈ હક નથી. આ સાથે જ નાયબ મુખ્યપ્રધાને તબીબોના આ હડતાળને ગેરવ્યાજબી અને અયોગ્ય જણાવી હતી.
આ પણ વાંચો- રેસીડેન્ટ તબીબોની હડતાલ ગેરવ્યાજબી, ચર્ચા કરવા સરકાર તૈયાર : નીતિન પટેલ
પ્રવેશ લેતી વખતે જે બોન્ડ સાઈન થાય છે તેમાં બધું લખેલું જ છેઃ નાયબ મુખ્યપ્રધાન
નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું હતું કે, એક વખત સરકારી મેડિકલ કોલેજમાંથી અભ્યાસ પૂરો કરીને ડોકટર બની ગયા બાદ એ ભૂતપૂર્વ વિદ્યાર્થીને હોસ્ટેલમાં રહેવાનો અધિકાર નથી. તેમ જ સરકારી કોલેજમાં મેડિકલ અભ્યાસમાં ભરતી વખતે બોન્ડ સાઈન થયેલ હોય છે, જેમાં વ્યક્તિ કાં તો સરકારના આરોગ્ય વિભાગ વતી હેલ્થ સેન્ટરમાં 1 વર્ષ નોકરી કરશે અથવા 10 લાખ રૂપિયાના બોન્ડ જમા કરાવશે.
આ પણ વાંચો- Rajkot Civil Hospital 400 ડોક્ટર હડતાળ પર, દર્દીઓ રામભરોસે, છેલ્લાં ચાર દિવસમાં 30થી વધુના મોત!
સરકાર નમતું નહીં જોખેઃ નાયબ મુખ્યપ્રધાન
નાયબ મુખ્યપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, રેસિડેન્ટ ડોકટર્સ આ શરતનો ભંગ કરીને ગેરવ્યાજબી હડતાળ કરી રહ્યા છે. આ મુદ્દે સરકાર જરા પણ નમતું જોખવાની નથી. કોરોના કાળમાં સેવા કર્યા બાદ હવે ડોકટર્સે પોતાને નિયત કરેલા હેલ્થ સેન્ટર્સ પર હાજર થવું જ પડશે. અને ત્યારબાદ શક્ય બદલી સરકાર કરી આપશે ત્યારે રેસિડેન્ટ ડોકટરો અને સરકાર વચ્ચે ચાલતો વિવાદ હજુ વધુ ભડકતો દેખાઈ રહ્યો છે. આમ, તબીબો અને સરકાર વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં નાયબ મુખ્યપ્રધાનના નિવેદન બાદ ફરી આ મામલો વધુ ગરમાયો છે.