અમદાવાદઃ છેલ્લા થોડાક દિવસોથી ભાજપના ગઢમાં જ ભાજપ વિરુદ્ધ બેનરો જોવા મળી આવ્યા હતા. નારણપુરા રેલવે ક્રોસિંગ કી નારણપુરા ગામ સુધી 10 ફૂટ સુધી રોડ ખુલ્લો જાહેરાત કરતા જ અનેક દુકાનો અને મકાનોની દિવાલ પણ તૂટતી હોવાને કારણે સ્થાનિકોએ ભારે વિરોધ કરી ભાજપ વિરુદ્ધ જ બેનરો લગાવ્યા હતા અને આખરે ભારે વિરોધ ભાર હાલ પૂરતી ડિમોલિશનની મોકૂફ કામગીરી રાખવામાં આવી છે.
આ પણ વાંચોઃ Road Cutting in Ahmedabad : ભાજપના ગઢ નારણપુરામાં લાગ્યાં વિરોધના પોસ્ટર, મામલો આવો છે
પ્રજાના કારણે નિર્ણય મોકૂફઃ નારણપુરાના ધારાસભ્ય જિતુભાઈ પટેલે જણાવ્યું હતું કેસ નારણપુરા રોડ કપાત વર્ષ 2002માં અમલીકરણ કરવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી પ્રજાની સાથે છે અને પ્રજાની સાથે રહીને કામ કરતી પાર્ટી છે. જ્યારે જ્યારે જનતાને જરૂર પડે છે ત્યારે તેમની સાથે ઊભી રહે છે, પરંતુ અહિત ધરાવતા તત્વો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, બિલ્ડર અને પાર્ટીના કેટલાક લોકો દ્વારા સાંઠગાંઠ કરીને આ રોડ કપાત કરવામાં આવી રહ્યો છે, પરંતુ જનતાના હિતમાં લઈને ફરી એક વાર આ રોડ કપાતનો મામલો હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. વર્ષ 2002થી આ રોડ કપાતનો મામલો ચાલી રહ્યો છે. ત્યારથી પણ પ્રજાની સાથે જ છે, જેના કારણે હાલ પૂરતો મોકૂફ રાખવામાં આવ્યો છે.
નારણપુરા ક્રોસિંગથી ગામ તરફનો ટીપીનો રોડ અલગઃ ધારાસભ્યે ઉંમેર્યું હતું કે, નારણપુરા ક્રોસિંગથી ગામ તરફનો ટીપીનો રોડ અલગ છે. જ્યારે ક્રોસિંગથી આશ્રમ રોડ સુધીનો ટીપી અલગ છે. હાલમાં નારણપુરા ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનો ટીપી ખૂલ્લો કરવાની વાત ચાલી રહી છે. આના કારણે ત્યાંના સ્થાનિકો વિરોધ કરી રહ્યા છે. જ્યારે આશ્રમ રોડથી નારણપુરા રેલવે ક્રોસિંગ સુધી રસ્તો ખૂબ જ સાંકડો છે, પરંતુ તે ટીપી અને ક્રોસિંગથી નારણપુરા ગામ સુધીનું ટીપી બંને અલગ અલગ હોવાથી એકસાથે ડિમોલેશન કરવામાં આવ્યું નથી.
આ પણ વાંચોઃ Water Problem: રાજકોટ છે મહાનગર પણ પાણીની સમસ્યા ગામડાથી પણ જાય એવી, 2 દિવસે એક વાર આવે છે પાણી
શું હતો સમગ્ર મામલોઃ નારણપુરા રેલવે ક્રોસિંગથી નારણપુરા ગામ સુધી કામગીરી શરૂ કરાશે. તે અંગે અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને મૌખિક હુકમ ત્યાંના રહીશો અને દુકાનદારોને આપ્યો હતો. આના કારણે સ્થાનિકોએ દ્વારા ભાજપ વિરૂદ્ધ બોર્ડ લગાવવામાં આવ્યા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, સરકાર બિલ્ડરોને ફાયદો કરાવવા માટે આ રોડ ખૂલ્લો કરાવી રહી છે. હકીકતમાં તો આ રોડ પર ન તો ટ્રાફિક જોવા મળે છે ન તો ટ્રાફિક પોલીસ. તો પછી આ રોડ ખૂલ્લો કરવાનું કોઈ કારણ સમજાતું નથી. આ રોડ કપાતના કારણે સ્થાનિકો ભારે વિરોધ કરી રહ્યા હતા, જેના કારણે ધારાસભ્યો અને સ્થાનિકોની બેઠક મળી હતી. ત્યારબાદ અંતે હાલ પૂરતો રોડ ખૂલ્લો કરવાની કામગીરી મોકૂફ રાખવામાં આવી છે.