ETV Bharat / state

Ahmedabad Drugs: અમેરિકા અને કેનેડાથી કુરિયરમાં મોકલાતો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો, ડ્રગ્સને પુસ્તકનાં પાનામાં ચોટાડીને થતી ડિલીવરી -

અમદાવાદ શહેર સાયબર ક્રાઈમ તેમજ કસ્ટમ વિભાગે સંયુક્ત તપાસ કરી વિદેશમાંથી મોકલવામાં આવેલા ડ્રગ્સનો 46 લાખથી જથ્થો ઝડપી પાડ્યો છે.

વિદેશથી અમદાવાદમાં મોકલવામાં આવતું ડ્રગ્સ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 30, 2023, 9:12 PM IST

વિદેશથી અમદાવાદમાં મોકલવામાં આવતું ડ્રગ્સ

અમદાવાદ: અમદાવાદ શહેર પોલીસ દ્વારા ફરી એકવાર ડ્રગ્સની હેરાફેરીનું મોટું રેકેટ ઝડપી પાડ્યું છે. આ વખતે કોઈ ડ્રગ્સ ડીલર કે પેડલરની ધરપકડ કરી નથી, પરંતુ વિદેશથી અમદાવાદમાં મોકલવામાં આવતું ડ્રગ્સ પકડી પાડવામાં આવ્યું છે. અમેરિકા, કેનેડા તેમજ અન્ય દેશમાંથી કુરિયરની આડમાં હાઈ ક્વોલોટી ધરાવતો ગાંજો અને કોકેઈનની અમદાવાદમાં ડિલિવરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. ખાસ વાત છે કે પુસ્તકનાં પાનામાં ડ્રગ્સને ચોટાડીને તેની ડિલીવરી કરવામાં આવી હતી.

ડાર્ક વેબથી ઓર્ડર: અમેરિકા અને કેનેડા જેવા દેશથી અમદાવાદ શહેરમાં આ ડ્રગ્સ મોકલવામાં આવતું હોવાનો ખુલાસો થયો છે. સાયબર ક્રાઈમને બાતમી મળી હતી કે ડાર્ક વેબ અને સોશિયલ મીડિયા થકી ડ્રગ્સ માફિયાઓ અન્ય દેશમાંથી ડાર્ક વેબથી ઓર્ડર આપીને આ ડ્રગ્સ મેળવાતું હતું. બાતમીના આધારે ફોરેન પોસ્ટ ઓફિસમાંથી સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગે શંકાસ્પદ પાર્સલ તપાસ કરતા 2.31 લાખની કિંમતનું 2.31 ગ્રામ કોકેઈન તેમજ 48 લાખ 39 હજારથી વધુની કિંમતનો 5.970 કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. આ મામલે સાયબર ક્રાઈમ ખાતે NDPSની કલમો હેઠળ ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે.

ડ્રગ્સનો જથ્થો ઝડપાયો
ડ્રગ્સનો જથ્થો ઝડપાયો

આ કેસમાં સાયબર ક્રાઈમ અને કસ્ટમ વિભાગે સાથે રહીને આ ડ્રગ્સ પકડી પાડ્યું છે. આ કેસમાં ડ્રગ્સ ખોટા સરનામે મોકલવામાં આવતું હતું અને એક પણ પાર્સલ પરત જે તે દેશમાં ગયું નથી એટલે ચોક્કસ કોઈ વ્યક્તિ પાર્સલ લઈ જતો હતો, જે અંગે તપાસ ચાલુ છે. - નિરજકુમાર બડગુજર, JCP, ક્રાઈમ, અમદાવાદ

પાર્સલ પર લખવામાં આવેલા સરનામાં ખોટા: આ કેસમાં મળી આવેલા તમામ 20 પાર્સલ પર લખવામાં આવેલા સરનામાં ખોટા હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. જોકે આ સમગ્ર બાબતને લઈને પોલીસે અલગ અલગ રીતે તપાસ શરૂ કરી છે. પાર્સલ જે કુરિયર કંપનીમાંથી મોકલવામાં આવતા હતા તે કંપનીની તપાસ તેમજ જે પાર્સલ અત્યાર સુધીમાં તે કુરિયર કંપનીમાંથી મોકલવામાં આવ્યા છે તે અંગેની તપાસ અને કઈ રીતે સમગ્ર ચેઈન ચાલતી હતી તે તમામ પાસા ઉપર સાયબર ક્રાઇમ એ તપાસ શરૂ કરી છે.

ખાલીસ્તાની આતંકીની સંડોવણી અંગે તપાસ: આ કેસમાં અમેરિકા અને કેનેડા સહિતના ત્રણ અલગ અલગ દેશોના નામ પણ સામે આવ્યા છે. જ્યાંથી આ ડ્રગ્સ મોકલવામાં આવતું હોય તેવામાં આ કેસમાં અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા બે વર્ષ પહેલાં પકડવામાં આવેલા ડ્રગ્સ કેસના આરોપીની સંડોવણીઓ છે કે કેમ, તેની તપાસ પણ શરૂ કરવામાં આવી છે. સાથે જ કેટલા સમયથી આ રીતે કુરિયરમાં માદક પદાર્થનો જથ્થો અમદાવાદમાં મોકલવામાં આવતો હતો તે તમામ પાસાઓ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાથે જ કેનેડાથી મોકલવામાં આવેલા ડ્રગ્સમાં ખાલીસ્તાની આતંકીની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરાઈ છે.

  1. Surat Crime : વચગાળાના જામીન પર ફરાર ડ્રગ્સ માફિયા સોડા પીવા દુકાન પર આવ્યો, ફિલ્મી ઢબે દબોચી લેતી પોલીસ
  2. Surat Crime: ઘરે બેસી મહિને કમાવવાની લાલચ પડી ભારે, ગઠિયાઓ 30 હજાર પડાવી ગયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.