ETV Bharat / state

Drugs seized from Gujarat: છેલ્લા 5 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠેથી કેટલું ડ્રગ્સ ઝડપાયું? જાણો - ડ્રગ્સ

વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ પોઈન્ટ(Drugs seized from Gujarat) બની ગયો છે. ડ્રગ્સ માફિયા નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતમાંથી એક વર્ષમાં કરોડો રૂપિયાનું ડ્રગ્સ ઝપ્ત કરવામાં આવ્યું છે. જાણીએ ક્યાંથી કેટલું ડ્રગ્સ ઝપ્ત થયું.

Drugs seized from Gujarat: ગુજરાતના દરિયાકાંઠેથી કેટલું ડ્રગ્સ ઝડપાયું? જાણો

author img

By

Published : Apr 25, 2022, 5:30 PM IST

Updated : Apr 25, 2022, 7:52 PM IST

અમદાવાદઃ કચ્છ જખૌ દરિયાઈ સીમામાંથી (Drugs Seized from Kutch)ગુજરાત ATS અને કોસ્ટગાર્ડ દ્વારા સયુંકત રીતે ઓપરેશન પાર પાડીને પાકિસ્તાની જહાજ અલહજમાંથી 56 કિલો હેરોઇન સાથે 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા 9 લોકો પાકિસ્તાની હોવાની શક્યતા હોવાથી તેઓની વધુ પુછપરછ થઈ રહી છે. આ બોટનું નામ કરાચીથી (Drugs Case in Kutch) અલહજ નામની બોટ હતી. મળતી માહિતી મુજબ 300 કરોડનું 56 કિલો ડ્રગ્સ ઝડપાયું છે.

આ પણ વાંચોઃ Heroin Seized At Kandla Port: કંડલા પોર્ટ પરથી ATS અને DRIએ ઝડપ્યું 2500 કરોડનું હેરોઇન, અફઘાનિસ્તાનથી આવ્યું હતું કન્ટેનર

ડ્રગ્સ સિન્ડિકેટનો પ્રયાસ નિષ્ફળ - ગુજરાતની દરિયાઈ સીમાનો (Drugs Seized at Jakhauni Beach in Kutch) ઉપયોગ કરીને ડ્રગ્સ ઠાલવતી ડ્રગ્સ સિન્ડિકેટનો વધુ એક પ્રયાસ સુરક્ષા એજન્સીઓએ (Drugs Syndicate) નિષ્ફળ બનાવ્યો છે. જે મુજબ ગુજરાત ATSને બાતમી મળી હતી કે, પાકિસ્તાની જહાજ અલહજમાં હિરોઈનનો જથ્થો આવી રહ્યો છે. આ બાતમીના આધારે ATSએ સુરક્ષા એજન્સીઓને સતર્ક કરીને કોસ્ટગાર્ડ સાથે સયુંકત ઓપરેશન પાર પાડ્યું હતું. આ દરમિયાન જખૌનીના દરિયાઈ સીમામાં રવિવારે રાત્રે શંકાસ્પદ જહાજ દેખાયું હતું.

વિધાનસભામાં પ્રતિબંધીત વસ્તુ ઝડપાય તેના આકડાં રજૂ થયા - આ વર્ષે વિધાનસભામાં પ્રશ્નોત્તરીકાળ દરમિયાન ભાજપ અને કોંગ્રેસ (Congress BJP In Gujarat Assembly) બંને આમને-સામને આવ્યા હતા. ગુજરાત વિધાનસભામાં રજૂ થયેલા ડેટા પ્રમાણે છેલ્લા 2 વર્ષમાં વિદેશી દારૂ (Exotic alcohol in Gujarat), દેશી દારૂ, બિયર, અફીણ, ચરસ, ગાંજો, ડ્રગ્સ, હેરોઇન, પાવડર કુલ મળીને કુલ 606,41,84,847 રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ બાબતે કોંગ્રેસ પક્ષે રાજ્ય સરકારને આડે હાથે લીધી હતી.

કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી - વૈશ્વિક સ્તરે ડ્રગ્સની હેરાફેરી માટે ગુજરાતનો દરિયા ટ્રાન્ઝિટ(Drugs seized in Gujarat in one year ) પોઈન્ટ બની ગયો છે. જો કે દેશની એજન્સીઓ અને ગુજરાત એટીએસ સતર્ક હોવાથી છેલ્લા પાંચ જ વર્ષમાં 30,000 કરોડનું ડ્રગ્સ પકડાયું છે. ડ્રગ્સ માફિયા નેટવર્ક ગોઠવીને ગુજરાતના બંદરો ઉપર કન્ટેનરમાં અન્ય સામાન સાથે ડ્રગ્સની હેરાફેરી કરે છે. ગુજરાતના બંદરથી ટ્રાન્સપોર્ટ (Transport from Gujarat port)મારફતે આ જથ્થો દેશના બીજા બંદર ઉપર પહોંચે અને ત્યાંથી વિશ્વના અન્ય દેશમાં એક્સપોર્ટ કરી દેવામાં આવે છે. આમ ગુજરાતનો ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Drugs Seized from Kutch : કચ્છ જળ સીમા પર પાકિસ્તાનની નાપાક હરકત, ગુજરાત ATSને મળી મોટી સફળતા

ગુજરાતમાં ડ્રગ્સ પકડાવાના કેસમાં દર વર્ષે વધારો થયો - 2020માં પકડાયેલા ડ્રગ્સના કુલ જથ્થાની કિંમત રૂપિયા 195 કરોડ હતી. ગુજરાત પોલીસના આંકડા પ્રમાણે 2019માં પકડાયેલા ડ્રગ્સના જથ્થાની કુલ કિંમત રૂપિયા 511.97 કરોડ હતી. જોકે, 2018માં પકડાયેલા ડ્રગ્સના કુલ જથ્થાની કિંમત આના પ્રમાણમાં ખૂબ જ ઓછી હતી. એટલે કે, માત્ર રૂપિયા 26.93 કરોડ હતી.

આ તારીખે ઝડપાયું ડ્રગ્સ

  • 20/12/2021- કચ્છના જખ્ખોના દરિયામાંથી 400 કરોડની કિંમતનું 77 કિલો ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું.
  • 15/11/2021 - મોરબીમાંથી 120 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું, જેની બજાર કિંમત 600 કરોડ આંકવામાં આવી હતી.
  • 10/11/2021 - સલાયા અને જામખંભાળિયા દરિયાઇ વિસ્તારમાંથી 11.48 કિલોની આસપાસ હેરોઈન અને 6.16 કિલોની આસપાસ એમડી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું, જેની કુલ કિંમત 350 કરોડ આંકવામાં આવી હતી.
  • 19/9/2021 - પોરબંદરમાંથી સાત ઈરાની નાગરિકોને 35 કિલો હિરોઈન સાથે ઝડપી પાડવામાં આવ્યા, જેની કિંમત 250 કરોડ હતી.
  • 7/9/2021 - કચ્છના મુન્દ્રા બંદર પરથી ઈરાનમાંથી બે કન્ટેનરોં દ્વારા મોંકલવામાં આવેલું 1,200 કિલો હેરોઇન જેની કિંમત અંદાજીત 3,600 કરોડ રૂપિયા હતી.
  • 12/8/2018 - દ્વારકાના સલાયાથી 300 કિલો હિરોઈનનો જથ્થો પકડી પાડવામાં આવ્યો.
  • 21/5/2019 - કચ્છના જખો બંદર પરથી બે બોટમાંથી 218 કિલો હેરોઇન જપ્ત કરવામાં આવ્યું.
  • 17/4/2021 - આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદે 150 કરોડના હેરોઈન સાથે ઝડપાયેલા 8 પાકિસ્તાની શખ્સો ઝડપાયા હતા.
  • 25 એપ્રિલ 2022 - 280 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 21 એપ્રિલ 2022 - કંડલા પોર્ટ પરથી 250 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 3 માર્ચ 2022 - અમદાવાદ એરપોર્ટ પરથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું
  • 13 ફેબ્રુઆરી 2022 - અરબી સમુદ્રમાંથી 800 કિલો ડ્રગ્સ ઝડપાયું
  • 15 નવેમ્બર 2021 - મોરબીમાંથી 600 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
  • 10 નવેમ્બર 2021 - દ્વારકામાંથી 65 કિલોનું ડ્રગ્સ ઝડપાયું
  • 24 ઓક્ટોબર 2021 - અમદાવાદમાંથી 25 લાખનું ડ્રગ્સ ઝડપાયું
  • 23 સપ્ટેબર 2021 - પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ જપ્ત
  • 16 સપ્ટેમ્બર 2021 - કચ્છના મુંદ્રા પોર્ટ પરથી 3000 કિલો, 21 હજાર કરોડ કિંમતનું ડ્રગ્સ હતું.

Last Updated : Apr 25, 2022, 7:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.