ETV Bharat / state

દ્રૌપદી મુર્મુજીએ સાબરમતી આશ્રમમાં ગાંધીવંદનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો - Draupadi Murmuji start her journey

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિપદનો(President of India 2022) કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવેલાં છે.જેમાં તેમણે ગાંધી આશ્રમની(Visit to Gandhi Ashram ) મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.

દ્રૌપદી મુર્મુજીએ સાબરમતી આશ્રમમાં ગાંધીવંદનાથી પ્રવાસનો પ્રારંભ કર્યો

author img

By

Published : Oct 3, 2022, 2:48 PM IST

અમદાવાદ રાષ્ટ્રપતિપદનો કાર્યભાર સંભાળ્યા પછી પહેલીવાર ગુજરાતના (Draupadi Murmu visits Gujarat ) પ્રવાસે આવેલાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ અમદાવાદમાં ગાંધી આશ્રમની મુલાકાત લઈને પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. ભારતની આઝાદીના આંદોલનમાં કેન્દ્ર સમા અને મહાત્મા ગાંધીની કર્મભૂમિ એવા સાબરમતી આશ્રમની ભૂમિમાં ગાંધી-વંદના કરીને રાષ્ટ્રપતિએ ધન્યતા અનુભવી હતી.

ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રપતિએ સાબરમતી આશ્રમ પહોંચી સૌથી પહેલા આશ્રમ પરિસરમાં આવેલી ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ(Offered floral tributes to Gandhi statue ) અર્પણ કરી હતી. ગાંધી આશ્રમની રાષ્ટ્રપતિએ આ મુલાકાત વેળાએ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

દ્રૌપદી મુર્મુએ  ગાંધી આશ્રમમાં ચરખો કાંત્યો

આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું રાષ્ટ્રપતી દ્રૌપદી મુર્મુએ મહાત્મા ગાંધીના જીવન અને આઝાદી આંદોલનના સંઘર્ષને દર્શાવતા આર્કાઇવ પ્રદર્શનને નિહાળ્યું હતું. સાથો સાથ બૃહદ આશ્રમ રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના મૉડલને નિહાળીને જાણકારી મેળવી હતી.રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના નિવાસસ્થાન હૃદયકુંજની મુલાકાત લીધી હતી અને ગાંધીજીના ચિત્રને સુતરનો હાર પહેરાવી વંદના કરી હતી તથા ગાંધી આશ્રમમાં ચરખો પણ કાંત્યો હતો.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા

અનુભૂતિને વિઝિટર્સ બુકમાં વર્ણવી રાષ્ટ્રપતિએ લખ્યું હતું કે "સાબરમતીના સંત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ પવિત્ર તપોભૂમિ પર આવીને મારામાં અવર્ણનીય શ્રદ્ધા અને પ્રેરણાનો સંચાર થયો છે. લાંબા સમય સુધી સ્વાધીનતા સંગ્રામના કેન્દ્ર રહેલા આ પરિસરમાં મને ગહન શાંતિનો અનુભવ થાય છે. આ પરિસરમાં પૂજ્ય બાપુના અસાધારણ જીવન-વૃતના અણમોલ વારસાને પ્રસંશનીય રીતે સાચવીને રખાયો છે. આ માટે હું સાબરમતી આશ્રમની સારસંભાળ રાખનારા તમામ લોકો પ્રત્યે મારી પ્રશંસા અભિવ્યક્ત કરું છું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.