અમદાવાદઃ કોરોના વાયરસના કારણે ટાસ્ક ફોર્સની રચના કરીને ડૉ. પ્રવીણ તોગડીયા દ્વારા જનહિતમાં પ્રેસ કોન્ફ્રન્સ કરીને કોરોનાથી રક્ષણ મળે તે માટે જાહેરાત કરવામાં આવી હતી. ડૉક્ટર પ્રવીણ તોગડીયાએ જણાવ્યું કે, તેમની સંસ્થા દ્વારા કેટલાંક પગલાં લેવામાં આવી રહ્યાં છે તેની માહિતી આપવા સાથે સરકાર પાસે પણ કેટલીક માગણી કરવામાં આવી હતી.
WHO દ્વારા કોરોનાને મહામારી જાહેર કરવામાં આવી છે. પહેલા છૂટાછવાયાં રોગ થતાં અને પછી એપિડેમિક અને પછી global ઇન્ડીક એટલે કે બધા દેશમાં વધારે અસર થઇ શકે તેવો છે. જેના કારણે સંપૂર્ણ દુનિયામાં ચિંતા અને અર્થતંત્ર પર પણ તેની અસર વર્તાવા માંડી છે. પહેલા તો નોટબંધી તેમ જ જીએસટી દ્વારા અર્થતંત્ર તૂટી ગયું હતું અને વળી હવે કોરોનાએ વધુ તોડ્યું છે.
ઇન્ડિયા હેલ્થ લાઈન દ્વારા કોરોના વાયરસ સામે લડવા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી છે. અલગ અલગ ટીમો દ્વારા ટાસ્ક ફોર્સ બનાવી અને ઇન્ડિયા હેલ્લાથઇન દ્વારા કોરોના કેર માટે તકેદારીના પગલાં રાખવા માટે સૂચનો કરવામાં આવ્યાં છે. લોકોને આનાથી જાગૃત કરવા માટે વધુ ચેપ ન લાગે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. કોરોના વાઇરસનું ડિટેકશન તેમ જ તપાસની મહત્વતા અને કોરોના થાય તો તેની ટ્રીટમેન્ટ અને તેના સંપર્કમાં આવતાં લોકોની દેખરેખ કરવી જેથી બીજાને ચેપ ન લાગે.
આ સાથે તેમણે મેડિકલ કિટની વ્યવસ્થા, માસ્કની વ્યવસ્થા સરકાર કરે તેવી માગણી કરી હતી. માસ્કના વધુ પડતાં નાણાં વસૂલાવાની ફરિયાદોને ધ્યાને રાખી સરકાર વાજબી ભાવે માસ્ક પૂરાં પાડે તેવી માગણી કરી હતી. ઇન્ફેક્ટેડ દર્દીના મેડિકલ ઈન્સ્યોરન્સ ભારત સરકાર કરે. ભારત સરકાર પણ અમેરિકાની જેમ સરકાર નાણાં ફાળવે અને વેપારીઓને ટેક્સમાં રાહત આપે. સાથે વ્યાપકપણે જનજાગરણ અભિયાન શરૂ થાય તેવા સેન્ટર બનાવવામાં આવે તેવી પણ માગણીઓ કરી છે.