- ડૉ. હિરલ ચતુર્વેદીએ નાનપણમાં જ પિતા અને ભાઈ ગુમાવ્યા
- તેમણે નાસીપાસ થયા વિના B.A., M.A., M.ed.અને છેલ્લે Ph.Dનો અભ્યાસ કર્યો
- હાલ અમદાવાદ ગ્રામ્ય ધંધુકા તાલુકાની બિરલા હાઈસ્કૂલમાં શિક્ષકની ફરજ બજાવે છે
અમદાવાદ: આજે વિશ્વ મહિલા દિવસ અંતર્ગત ડો. હિરલ પોતાના મંતવ્યોમાં જણાવે છે કે મહિલાઓને ખૂબ સ્ટ્રગલ કરવી પડતી હોય છે. જો તે નાસીપાસ થઈ જાય તો તે કારકિર્દી બનાવી શકતી નથી, ત્યારે કહેવું ઉચિત છે કે કોઈપણ મહિલાએ તેના રસ્તામાં આવતી મુશ્કેલીઓનો સામનો ખંતથી કરવો જોઈએ. નાસીપાસ થવું જોઈએ નહી.
આ પણ વાંચો: નારી શક્તિને સલામ: ગીરમાં સિંહણ સમી ધાક જમાવીને ફરજ અદા કરતી વનવિભાગની મહિલા કર્મચારીઓ
ડો. હિરલબેને આપી પ્રેરણા
દરેક મહિલાઓએ તેમના જીવનમાં કારકિર્દી બનાવવા માટે જીવનમાં આવી પડતી મુશ્કેલીઓનો સામનો કરી કારકિર્દી બનાવવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે. પ્રથમ એવરેસ્ટ શિખર સર કરનાર મહિલાએ પોતાનો ડાબો પગ ગુમાવ્યા બાદ પણ નાસીપાસ થયા વિના એવરેસ્ટ શિખર સર કર્યું હતું. જેનું ઉત્તમ ઉદાહરણ આપી શકાય. તમામ મહિલાઓએ જીવનમાં આવતી મુશ્કેલીઓને પાર કરી ઉચ્ચ કારકિર્દી બનાવી જોઈએ.
આ પણ વાંચો: બિઝનેસ વિમેન વીંગ દ્વારા મહિલા દિન નિમિત્તે ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો