ETV Bharat / state

Gujarat High Court News : ડોક્ટર અતુલ ચગના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી, સોમવારે સુનાવણી થશે - અતુલ ચગ

ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ ગુજરાત હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ડોક્ટર અતુલ ચગના પરિવારે હાઇકોર્ટમાં અરજી કરી છે જેનો હાઇકોર્ટ દ્વારા સ્વીકાર કરાયો છે. સોમવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

Gujarat High Court News : ડોક્ટર અતુલ ચગના પરિવારજનોએ હાઇકોર્ટમાં અરજી કરી, સોમવારે સુનાવણી થશે

author img

By

Published : Mar 11, 2023, 4:43 PM IST

અમદાવાદ : વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાનો કેસ ગુજરાત હાઇકોર્ટના દ્વારે પહોંચ્યો છે. ડોક્ટર અતુલ ચગના આત્મહત્યા કેસમાં પરિવારજનોએ હવે હાઇકોર્ટમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટ દ્વારા આ અરજીનો સ્વીકાર કરવામાં આવ્યો છે. પરિવારજનો દ્વારા હાઇકોર્ટમાં દાદ માંગવામાં આવી છે. સોમવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

વેરાવળ પોલીસ પર આક્ષેપ : ડોક્ટર અતુલ ચગના પરિવાર દ્વારા કરવામાં આવેલી આ પિટિશનમાં પોલીસ પરિવારના લોકોની ફરિયાદ ન લેતી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એફઆઇઆર દર્જ કરાવવા જતા પણ પોલીસ કોઈપણ પ્રકારની સહાય આપતી નથી એવો પણ આ પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પિટિશન કોર્ટમાં દાખલ થતા જ સોમવારે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો Doctor Atul Chag Suicide Case: ડોક્ટરના પરિવારે HCમાં કન્ટેમ્પ્ટ ઑફ કોર્ટની અરજીની પ્રક્રિયા શરૂ કરી

અરજી હાઇકોર્ટમાં દાખલ : મહત્વનું છે કે પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કે સહયોગ આપવામાં ન આવતા પરિવાર દ્વારા હાઇકોર્ટમાં કન્ટેમપ્ટ ઓફ કોર્ટની અરજી દાખલ કરવા માટેની પ્રક્રિયા કરવામાં આવી હતી. હવે આ અરજી હાઇકોર્ટમાં દાખલ થઈ જતા આગળની કાર્યવાહી અને સુનાવણી હાથ ધરવામાં આવશે. નોંધનીય છે કે, હાઇકોર્ટ દ્વારા હવે આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવતા જે મોટા સામાજિક અને રાજકીય નામો સામે આવ્યા છે તેમની સામે પણ કાયદાકીય કાર્યવાહી થઈ શકે છે.

આત્મહત્યા કરવા મજબૂર કરનાર વિરુદ્ધ પગલાં લેવાની અરજી : તબીબના પરિવાર દ્વારા વેરાવળ પોલીસની કામગીરી પર શંકા વ્યક્ત કરી છે અને હજુ સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા આ સમગ્ર મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો છે. ડોક્ટરના પરિવાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં કન્ટેમપ્ટ ઓફ કોર્ટની અરજી કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી.. અતુલ ચગની આત્મહત્યા કરવા મજબૂર કરનાર વિરુદ્ધ પગલાં લેવા માટે આ અરજી કરવામાં આવી છે.

સાંસદનું નામ સ્યૂસાઇડ નોંધમાં : તાજેતરમાં જ વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ ચગ આત્મહત્યાના પગલે સમગ્ર પંથકમાં ચકચારી મચી હતી. ડોક્ટરની સ્યૂસાઇડ નોંધમાં બે વ્યક્તિઓના કારણે આત્મહત્યા કરી રહ્યા છે તેવી નોંધ લખવામાં આવી હતી. જૂનાગઢના સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણભાઈ ચૂડાસમાના કારણે તેઓ આત્મહત્યા કરી રહ્યા છે એવી નોંધ કરવામાં આવી હતી.

આ પણ વાંચો Gir Somnath Crime News : ડોક્ટર ચગની આત્મહત્યાનો મામલો હાઇકોર્ટ સુધી પહોંચે તેવી શક્યતા

પોલીસ પર શું કર્યાં આક્ષેપ : વેરાવળના નામાંકિત ડોક્ટર અતુલ ચગે 12 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી હતી. સ્યુસાઇડ વખતે ડોક્ટરે સ્યુસાઇડ નોટ પણ લખેલી છે .જેને પોલીસે ત્યાંથી કબજે પણ કરી હતી. આ નોટમાં જૂનાગઢના ભાજપના લોકસભાના સાંસદ રાજેશ ચૂડાસમા અને તેમના પિતા નારણભાઈ ચૂડાસમાના નામ સામે આવ્યા છે. જે નામ લખવામાં આવ્યા હતા તે જોઈને જ પોલીસ કોઈ એક્શનમાં નથી. આ લોકોના નામ સામે આવ્યા પછી પોલીસ દબાઈ ગયું હોય તેવું લાગે છે અને કોઈપણ ઠોસ કામગીરી દેખાઇ રહી નથી.

શું છે સમગ્ર મામલો? : આ સમગ્ર કેસની વિગત જોઈએ તો વેરાવળના ખ્યાતનામ તબીબ ડોક્ટર અતુલ ચગ દ્વારા ગત ફેબ્રુઆરીમાં આત્મહત્યા કરવામાં આવી હતી. ડોક્ટર દ્વારા આત્મહત્યા કરતા પૂર્વે મરણ નોંધ લખવામાં આવી હતી જેમાં રાજકીય લોકોના મોટા નામ સામે આવ્યા હતા. આ સમગ્ર મામલે પોલીસને કોઈ રાજકીય દબાણ હેઠળ કાર્યવાહી ન કરતા હોવાનો પણ પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં પોલીસ દ્વારા હજુ સુધી એફઆઇઆર પણ નોંધવામાં આવી નથી એવું પણ પરિવાર દ્વારા કહેવામાં આવ્યું છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.