ETV Bharat / state

Ahmedabad News: એક તરફી પ્રેમમાં પાગલ રીક્ષાચાલકે યુવતીના ગળા પર છરી ફેરવી - અમદાવાદ સમાચાર

ગુજરાતમાં મહિલાઓ હવે સુરક્ષિત નથી. તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. પૂર્વ અમદાવાદમાં એક યુવકે પરિણીતાને પોતાને સાથે લગ્ન કેમ કરતી નથી તેમ કહીને ગળા પર ચપ્પુ ફેરવી નાખ્યું હતું. સરદારનગર પોલીસ સ્ટેશનના PI આપેલી માહિતી અનુસાર આ અંગે યુવતીની ફરિયાદ નોંધાતા જ આરોપીને મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની વધુ પુછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.

Ahmedabad News: મારી સાથે લગ્ન કેમ નથી કરતી, કહીને યુવકે બે બાળકોની માતાના ગળે છરી ફેરવી નાખી...અને પછી...

author img

By

Published : May 18, 2023, 1:41 PM IST

Updated : May 18, 2023, 4:21 PM IST

યુવકે બે બાળકોની માતાના ગળે છરી ફેરવી નાખી

અમદાવાદ: ગુજરાતમાં રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદ જેવા મહાનગર ક્રાઇમમાં કેપિટલ બની ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે. અવાર-નવાર એવા કિસ્સાઓ સામે આવે છે. જેનાથી ઊંઘ ઉડી જાય છે. ગ્રીષ્મા હત્યા કેસ હજૂ ભુલાયો નથી. ફરી એક વખત એવો જ કિસ્સો અમદાવાદમાં આવેલા સરદારનગર વિસ્તારમાં થયો છે. મારી સાથે લગ્ન કેમ નથી કરતી, કહીને યુવકે બે બાળકોની માતાના ગળે છરી ફેરવી નાખી હોવાનું સામે આવ્યું છે. જોકે, પ્રેમમાં પાગલ યુવાનને પોલીસે પકડીને કાયદાના પાઠ ભણાવ્યા છે. પોલીસ સુત્રોમાંથી મળતી અનુસાર આ પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં એડમીટ કરવામાં આવી છે.

કેવી રીતે બન્યો કેસઃ સરદારનગર વિસ્તારમાં રહેતી 27 વર્ષીય પરિણીતાએ પોતાના પર થઈ રહેલા અત્યાચાર અંગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. વર્ષો પહેલા યુવતીને રાજસ્થાનના યુવક સાથે લગ્ન થયા હતા. મનમેળ ન રહેતા ન યુવતી બાળકોને લઈને રિસાઈને પિયરમાં રહેવા આવી ગઈ હતી. બાળકોને નજીકની શાળામાં અભ્યાસ કરવા માટે મૂક્યા હોવાથી લેવા અને મુકવા જતી હતી. જેથી દરમિયાન 6 મહિના પહેલા રીક્ષામાં બેસવા બાબતે નવીન કોષ્ટી નામના યુવક સાથે ઓળખાણ થઈ હતી. નવીન નારોલ રહેતો હોવાથી તે પછી તેની માતાના કપડા સીવડાવવા માટે પણ યુવતીના ઘરે આવતો જતો હતો. બંને વચ્ચે મિત્રતા થઈ હતી. જે બાદ બંને વચ્ચે અવારનવાર ફોન પર વાત થતા યુવક યુવતીને પસંદ કરવા લાગ્યો હતો. આમ પ્રેમ સંબંધ આગળ વધ્યો હતો.

"આરોપી અવારનવાર ધમકીઓ આપતો હતો અને પોતાના પરિવારજનો સાથે આવીને અચાનક મારી બહેન પર ચપ્પુથી હુમલો કર્યો છે" -- ઈશ્વર રાજપુત (ભોગ બનનાર યુવતીના ભાઈ)

પોલીસ ચોપડે નોંધાયેલ કેસ મુજબ: પોલીસ ફરિયાદમાં નોંધાયેલ માહિતી અનુસાર તારીખ 16મી મે 2023 ના રોજ યુવતી તેના વતન રાજસ્થાન ખાતે ગઈ હતી. જ્યાંથી ઘરે પરત આવી હતી. તે સમયે સવારે નવીન તેના ઘરે આવ્યો હતો. તેની સાથે લગ્ન કરવાનો કહેતા યુવતીને પતિ સાથે છૂટાછેડા થયા નથી. તેની સાથે લગ્ન નહીં કરે તેવું કહેતા તેણે યુવતી સાથે બોલાચાલી કરી હતી. બાદમાં જતો રહ્યો હતો. પોલીસે જણાવ્યા અનુસાર યુવક પોતાના પરિવાર સાથે યુવતીના ઘરે પહોંચી ગયો હતો. પછી લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો હતો. પણ યુવતીએ ના પાડી દેતા મામલો બિચક્યો હતો.

"આ અંગે યુવતીની ફરિયાદ નોંધાતા જ આરોપીને મોડી રાત્રે પકડી પાડવામાં આવ્યો છે. હાલ આરોપીની વધુ પુછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાંથી બીજી હકીકત સામે આવી શકે છે. હાલ યુવતી સારવાર હેઠળ છે."--પી.વી ગોહિલ (સરદારનગર પોલીસ સ્ટેશનના PI)

પતાવી દેવાની ધમકી: ઘરમાં બેસીને લગ્ન કરીને તેની સાથે લઈની વાત કરી હતી. યુવતીના નકારાથી નવીન કોષ્ટી ઉશ્કેરાયો હતો. "તું મારી સાથે લગ્ન કેમ નથી કરતી તેવું કહીને પોતાના પાસે રહેલા ચપ્પા જેવા હથિયારથી યુવતીને જાનથી મારી નાખવાના ઇરાદે ગળાના ભાગે અને બંને હાથના પંજા ઉપર ઘા માર્યા હતા. જેના કારણે યુવતી લોહી નીતરતી થઈ ગઈ હતી. વી.એન યાદવ ( ACP) આપેલી માહિતી અનુસાર એક વર્ષથી મૈત્રી હતી.

"આરોપીને ઝડપીને તપાસ કરતા તેના અને ભોગ બનનાર વચ્ચે છેલ્લા એક વર્ષથી મૈત્રી કરાર હોવાનું જણાવે છે, હાલ આરોપીની વધુ પુછપરછ હાથ ધરવામાં આવી છે" -- વી.એન યાદવ ( ACP)

સારવાર માટે સિવિલ હોસ્પિટલ: યુવતીને ગળા અને હાથમાંથી લોહી નીકળતા માતાએ બુમાબુમ કરી હતી. નવીન કોષ્ટી અને તેના ઘરના સભ્યો જતા રહ્યા હતા. ત્યારબાદ યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, આ કેસમાં પોલીસ યુવતીનું નિવેદન લેવા માટે પણ પ્રયાસો કરી શકે છે.

  1. Ahmedabad Police : એકતાનો એક રંગ, અમદાવાદ પોલીસનો કોમી સૌહાર્દ વધારવા રક્તદાન કેમ્પ, રથયાત્રાની તૈયારીઓ
  2. Ahmedabad News : યુવાનોમાં હથિયાર રાખવાનો શોખ આસમાને, દર વર્ષે પોલીસ આપે છે આટલા લાયસન્સ
  3. Ahmedabad Crime News : 13 માસના બાળકના અપહરણની જાણ થતાં પોલીસનો જીવ તાળવે ચોટ્યા, કેવી રીતે બચાવ્યો જૂઓ

Last Updated : May 18, 2023, 4:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.