અમદાવાદ: રાજ્યમાં છેલ્લા 5 દિવસથી 10 હજારથી વધારે ડૉકટર હડતાળ (Doctors on strike)પર છે. ત્યારે આજ તે હળતાળનો સુખદ અંત આવ્યો છે. સરકાર જોડે મળેલ બેઠકમાં તેમની રજુ કરવામાં આવેલ માંગણી સોમવાર (Doctors strike in Gujarat)સુધી સ્વીકારમાં આવશે તેવી બાંહેધરી આપી છે. પણ જો સોમવાર સુધીમાં તેમને લેખિતમાં ન મળે તો મંગળવારથી ફરીવાર હડતાળ પર જશે.
હળતાળથી દર્દીને ભારે હાલાકી પડી - સોલા સિવિલના CMO હેમાંગી પટેલ ETV Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે અમારા ગુજરાત ઇન સર્વિસ ડોકટર એસોશિયનના પ્રમુખની સૂચનાથી હડતાળ રદ કરીય(Ahmedabad Sola Civil) તમામ ડોકટર પોતાની નોકરી પર હાજર થઈ ગયા છે. આ હડતાળમાં ખરેખર દર્દીને ભારે હાલાકી પડી હતી. આ નિર્ણય સોમવાર સુધી પ્રજાના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે સરકાર આમરી માંગણી સોમવાર સુધી લેખિતમાં આપશે તો જ અમે સ્વીકારીશું નહીંતર ફરીવાર તમામ ડોકટર મંગળવારથી હડતાળ પર જશે.
આ પણ વાંચોઃ સુરતમાં પગારની માગને લઈ ડોક્ટરો હડતાલ પર ઉતર્યા
શું હતી ડૉકટરોની માંગણી - ડૉક્ટરોની મુખ્ય માંગણી NPA હતી કે સેન્ટ્રલ મુજબ GR તે ડોકટરને મળવો જોઈએ તે મળતો નથી. સાતમા પગાર પંચ એન્ટ્રી પે નો મુદ્દો છે. એ પણ પેન્ડિગમાં છે. તિકુ કમિશનના વિવિધ પ્રશ્નો છે જે મુજબ પ્રમોશન થતા નથી આ વિવિધ માગણીઓ સરકાર દ્વારા સ્વીકારમાં ન આવતા છેલ્લા પાંચ દિવસથી ડૉકટરો હડતાળ પર હતા.
આ પણ વાંચોઃ Doctors on strike : ગુજરાતમાં ડૉક્ટરો ફરી હડતાળ પર, કહ્યું- "સરકારના કહેવાથી અમે ત્રણ વાર હડતાળ મોકૂફ રાખી"